dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2023 gujrat eduapdetnet
👉જિલ્લા ફેર બદલી રાજ્ય કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિ નો લેટર
👉તારીખ 4.1.2023 બદલી બાબત અને કોર્ટ કેસ બાબત અગત્ય નો પત્ર DOWNLOD
👉Camp સ્ટે બાબત અહીંયા ક્લીક કરો
👉Camp સ્ટે બાબત અહીંયા ક્લીક કરો
Dpegujarat.in is the official platform for the online transfer camp of primary teachers. Teachers who want to transfer will have to go to this platform and apply online. Teacher Transfer Portal was launched by the Director of Primary Education, Gujarat. Please read the full article for the latest news of the online badli camp November 2022.
ઓનલાઈન બદલી થયેલ શિક્ષકો માટે ઓર્ડર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Gujarat Primary Education Department has issued an online transfer notification today i.e. on 30th October 2022. The circular contains the necessary instructions and schedule for online teacher transfer. If you are looking for details or updates for an online badli camp then you are on the right page. Here on this page, we will provide an online transfer camp circular, full schedule, and other information.
જિલ્લા ફેર અરસ પરસ આજનો પત્ર 1.6.2023
Important Links
✓ Teacher Transfer Application – Jamanagar Nagarpalika





બદલી કેમ્પ માં સ્વીકારકેન્દ્ર માર્ગદર્શિકા
બદલી હાજર છુટા થવાની તમામ ફાઈલ
ઓનલાઇન બદલી કેમ્પ ૨૦૨૩ અંતર્ગત અરજીઓ સ્વીકારવા માટેની માર્ગદર્શક સૂચનાઓ
● ● ઓનલાઇન બદલી ફોર્મમાં દર્શાવેલ જન્મ તારીખનો આધાર મેળવવાનો રહેશે.(એલ.સી/સેવાપોથી પેજ) આચાર્યશ્રીનો દાખલો સાથે જોડવાનો રહેશે.
. અરજી ફોર્મમાં ખાતામાં દાખલ તારીખ દર્શાવવા માટે જિલ્લા ફેરબદલીની અરજી સિવાય પ્રથમ નિમણુંક અન્વયે શાળામાં હાજર થયા તારીખને ખાતામાં દાખલ થયા તારીખ ગણવી અને જિલ્લા ફેરબદલી અન્વયે જિલ્લા ફેરબદલીથી અત્રેના જિલ્લામાં સમાવવાના હુકમની તારીખને ખાતામાં દાખલ તારીખ ગણવાની રહેશે.
અરજી ફોર્મમાં જિલ્લા આંતરીક બદલી માટે સિનીયોરીટી ગણવા માટેની તારીખમાં તમામ પ્રકારની જિલ્લા આંતરીક બદલીમાં મુળ શાળામાં હાજર કરવા કરાયેલ હુકમની તારીખને સિનીયોરીટી માટેની તારીખ ગણવાની રહેશે. વહીવટી બદલી વાળા શિક્ષકની સિનીયોરીટી તારીખ તેઓની જે શાળામાં વહીવટી થયેલ હોય તે શાળામાં હાજર થયા તારીખને સિનીયોરીટી તારીખ ગણવાની રહેશે.
માર્ગદર્શન સૂચનાઓ ડાઉનલોડ
માર્ગદર્શક સૂચનાઓ downlod
વધ પરતના કિસ્સામાં વધ હુકમ થયા બાદના પાંચ વધ કેમ્પ તેમજ માંગણી કેમ્પ સુધી વધ પરત જઇ શકાશે. માટે આવી અરજીઓ ચકાસણી કરીને લેવાની રહેશે. અત્રેના જિલ્લામાં ૨૦૨૦માં ૧ વધ કેમ્પ, ૨૦૨૧માં ૧ ઓનલાઇન બદલી કેમ્પ અને મે-૨૦૨૨માં એક વધ કેમ્પ તેમજ સપ્ટે-૨૦૨૨માં એક વધ પરત કેમ્પ અને ઓકટો-૨૦૨૨માં એક વધ કેમ્પ થયેલ છે. માટે જેઓનો વધ હુકમ ૨૦૨૦ના વધ કેમ્પ પહેલા થયેલ હોઇ તેઓના માટે આ કેમ્પ પાંચ કેમ્પ કરતાં વધારે કેમ્પ થતાં હોઇ લાભ મેળવી શકશે નહીં.વધ પરતની અરજી ચકાસણીમાં જે તે શિક્ષકના વધ હુકમ બાદ પાંચ કેમ્પ સુધી તે શાળામાં ખાલી જગ્યા પડેલ છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે.
. કોઇપણ અગ્રતાનો લાભ સમગ્ર નોકરી દરમ્યાન જિલ્લા આંતરીક બદલીમાં એક વાર અને જિલ્લા ફેરબદલીમાં એકવાર મળવાપાત્ર થશે. પરંતુ કોઇપણ અગ્રતાનો લાભ લીધા પછી વિધવા/વિધુર થયેલ હોય તો તેનો લાભ મળવાપાત્ર રહેશે.
. બદલી ફોર્મ સાથે કપાત પગારી રજાનું પત્રક આચાર્યની તથા તા.પ્રા.શિ.અધિની સહી વાળુ રજુ કરવાનું રહેશે. વિધવાના કિસ્સામાં સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર, વિધુરના કિસ્સામાં સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર, પતિ/પત્નીના મરણનો દાખલો, રેશન કાર્ડ, પુનઃલગ્ન કરેલ નથી તેનું સ્વઘોષણા ફોર્મ,
. દિવ્યાંગના કિસ્સામાં સીવીલ સર્જનનું પ્રમાણપત્ર, અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તેનું સ્વઘોષણા ફોર્મ, રજુ કરવું
. પ્રાથમિક શિક્ષક દંપત્તિના કિસ્સામાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર, પતિ/પત્ની જે શાળામાં નોંકરી કરતાં હોય તે શાળાના આચાર્યનું નિયત નમુનાનું પરિશિષ્ટ-૧, અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તેનું સ્વઘોષણા ફોર્મ, રજુ કરવું . સરકારી નોકરી કરતાં દંપત્તિના કિસ્સામાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર, પતિ/પત્ની જે કચેરીમાં નોંકરી કરતાં હોય તે કચેરીના વડાનું નિયત નમુનાનું પરિશિષ્ટ-૧, પતિ/પત્ની જે કચેરીમાં નોંકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર/રાજ્ય સરકાર સ્થાપિત/સંચાલિત હોવા અંગેનો આધાર/પ્રમાણપત્ર, અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તેનું સ્વધોષણા ફોર્મ, રજુ કરવું
અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપત્તિના કિસ્સામાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર, પતિ/પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોંકરી કરતાં હોય તે સંસ્થાના વડાનું નિયત નમુનાનું પરિશિષ્ટ-૧, પતિ/પત્ની જે અનુદાનિત સંસ્થામાં નોંકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા/જાહેરનામા/ઠરાવથી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર/પ્રમાણપત્ર, અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તેનું સ્વઘોષણા ફોર્મ, રજુ કરવું
. વાલ્મિકી અગ્રતાના કિસ્સામાં વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર, અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તેનું સ્વઘોષણા ફોર્મ, રજુ કરવું
● ઉપરોકત તમામ પ્રકારની બદલીમાં જન્મ તારીખનો આધાર, ખાતામાં દાખલ તારીખનો આધાર તેમજ સિનીયોરીટી ગણવા માટેના ઉત્તરોત્તર હુકમો સામેલ રાખવાના રહેશે.
● ● જે શિક્ષકોની તારીખોમાં કે નામમાં ફેરફાર રહી ગયેલ હોય તે શિક્ષકોની અરજીઓ મેળવી લેવાની રહેશે. અરજી કરવાની ૩ વર્ષની પાત્રતા માટે કપાત પગારી રજા ધ્યાને લઇ ૩ વર્ષ પૂર્ણ થતાં ન હોય તે અરજીઓ માન્ય કરી શકાશે નહીં
બદલી બ્રેકિંગ ન્યુઝ: જિલ્લા આંતરિક બદલી કેમ્પ માહિતી
🔸ઓનલાઇન બદલીકેમ્પ ક્યારે..?
🔹 નવા ફોર્મ ભરવાના રહેશે...?

0 Comments