SCHOOL SEFTY &AAPTI VYVSTAPAN PDF DOWNLOD શાળા સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન



શાળા સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન

     પ્રસ્તાવના

    👉. શાળા સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનમાટે  તારીખ 10.2.2023 નો પરિપત્ર માટે અહીંયા ક્લીક કરો 

    👫શાળા આપત્તિવ્યવસ્થા પન

    Downlod

     આપત્તિ મુખ્યત્વે બે વિભાગમાં વહેચી શકાય છે.કુદરતી અને બીજી માનવસર્જિત.કુદરતી આફતોમાં દુષ્કાળ પૂર ભૂકંપ વાવાઝોડું તથા જંગલની આગ માનવ સર્જિત આફતોની યાદી તો ખૂબ લાંબી થઈ શકે. બંને પ્રકારની આફતોને કારણે જાનમાલની મોટી ખુવારી થાય છે.તથા સામાન્ય વ્યવસ્થા કથળે છે.ભારત જેવા વિશાળ દેશમાં દરેક સ્તરે દરેક પ્રકારની આફતો માટે આયોજન તૈયાર  રાખવું ઓછું શક્ય બને. તેમ છતાં પગલા લેવાની માહિતી ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.

    👉  શાળા સલામતી સપ્તાહ  2024


    https://youtube.com/live/vQOxo8HQscg?feature=share

    Important link

    SDP પ્લાન DOwnlod

    સોશિયલ ઓડિટ DOWNLOD

    બેઝ લાઈન  DOWNLOD

    જેન્ડર ઓડિટ ચેક લિસ્ટ

    શાળા આપત્તિ વ્યવસ્થાપન 

     "આપત્તિ વ્યવસ્થાપન એટલે જ્યારે લોકો આપત્તિનો ભોગ બને  ત્યારે તેમને સલામત રીતે કે ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે બહાર લાવવાની પ્રવૃત્તિ કે અગમચેતી એટલે આપત્તિ વ્યવસ્થાપન."

     આફત કે હોનારત એક એવી ઘટના છે જેમાં સામૂહિક જાનમાલની હાનિ થાય છે.આવી ઘટનાઓમાં વાતાવરણને નુકસાન થવાની સંભાવના ખૂબ રહેલી છે.કટોકટી ભર્યા સમય સંજોગોમાં લોકભાગીદારી અને આફતો વિશે સામાન્ય માનવીની આચાર્યની શિક્ષકોની, વાલીઓની સમજ અગત્યનો ભાગ ભજવે છે.આપણી શિક્ષક તરીકે આફતોનો સામનો કરવાની તૈયારી કેવી રીતે કરવી? બાળકોની કેવી રીતે આ માટે તૈયાર કરવા? વિગેરે બાબતો જોઈએ.

    👉શું તમે આપત્તિ વ્યવસ્થાપન શાળા સલામતી  pdf મેળવવા માંગો છો 

    અહીં ક્લીક કરો 

    👉શાળા સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન ના હેતુઓ.

     👫આપત્તિ સમયે વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ બચાવ કરતા શીખે.

    👫આપત્તિ નિવારણ માટે શાળાના સંસાધનો જરૂરી ઉપયોગ કરતા શીખે.

     👫આપત્તિ વખતે સમૂહમાં કામ કરવાની ટેવ પાડે.

    👫આપત્તિ નિવારણ રોજિંદા કાર્યક્રમનો ભાગ બનાવે.



     💢આપત્તિ ના પ્રકાર

    1.કુદરતી આપત્તિ

     પૂર, વાવાઝોડું,દુષ્કાળ સુનામી, ભૂકંપ,જ્વાળામુખી,દાવાનળ

    2.માનવ સર્જિત આપત્તિ

     આગ, ઔધોગિક અકસ્માત યુદ્ધ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ

     👉આપત્તિમાં  સહકારની જરૂરીયાત.

     આપત્તિ જ્યારે આવે છે ત્યારે બચાવ અને રાહત કામગીરી શરૂઆતમાં થોડો સમય જતો હોય છે.આમ થવાનું કારણ એ હોય છે કે  તેનો વ્યાપ, આપત્તિની ગંભીરતા અને અસરગ્રસ્ત વિશે માહિતી એકઠી કરી મદદ પહોંચાડવામાં થોડો સમય લાગે છે.આ ઉપરાંત આપત્તિ સમયે સંદેશાવ્યવહાર .વાહન વ્યવહાર,વીજળી ઠપ થઈ ગયેલું હોય છે.તેથી મદદ પહોંચાડવામાં વિલંબ થાય છે.આથી તો આસપાસના પર્યાવરણમાંથી મદદ મળી રહે તો તે સૌથી વધુ અસરકારક પુરવાર થાય છે.આપત્તિ આવે છે ત્યારે અત્યંત ઝડપથી આવતી હોય તથા તેની પૂર્વ જાણકારી નહીં હોવાને કારણે જેતે આપત્તિ પહેલા તેની માટે તૈયારી થઈ જાય તેવું બની શકતું નથી.આથી આપત્તિને પહોંચી વળવા નીચે મુજબનું આયોજન કરવું જોઈએ

     આપત્તિ પૂર્વે ની તૈયારી

    👉 જ્યારે આપત્તિ આવે ત્યારે તેની તીવ્ર અસરો થાય છે.આ અસરો ની તીવ્રતા ઘટાડવા માટે પૂર્વ તૈયારી કરી શકાય.દા:ત ભૂકંપ થયા બાદ ગાયેલું પ્રાથમિક સારવાર આપવી પડે.આ માટે પ્રાથમિક સારવાર અંગેનું જ્ઞાન મેળવી લેવું પડે અને સૌપ્રથમ કીટ તૈયાર  રાખવી પડે.

    👉 એ જ રીતે આપત્તિને કારણે ભોગ બનેલા લોકોની તમામ શક્ય પ્રતિક્રિયાઓ માટે લોકોની પહેલાથી તૈયાર કરવા જોઈએ.

     👉આપત્તિ બાબતે સંપૂર્ણ વૈજ્ઞાનિક સમજ આપવી જોઈએ જેથી અફવા વગેરેને કારણે ભયજનક સ્થિતિ પેદા ન થાય.



    💥આપત્તિ દરમિયાન કરવાની પ્રવૃત્તિ.

    આપત્તિ દરમિયાન ખોવાયેલી વ્યક્તિ ને શોધવા,ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડવા પગલા લેવા જોઈએ.આથી પ્રાથમિક જીવન જરૂરી ચીજ વસ્તુઓ( ખોરાક-પાણી રહેઠાણ,કપડા) ઉપલબ્ધ બને તેવું આયોજન કરવું જોઈએ.

    💢આપત્તિ બાદ વિદ્યાર્થીઓને  શિક્ષક તરીકે આપ કઈ રીતે મદદરૂપ થઇ શકો?

    👉કોઈપણ આપત્તિનો ભોગ બનેલાં બાળકો સાથે કામ કરવું  એટલું સરળ નથી.આ બાબતોને  પહોંચી વળવા માટે શિક્ષકોએ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

    👉 બાળકોની આપત્તિ વિશેની સમજણ અને ભાવનાને સમજવાનો પ્રયત્ન કરો.

    👉આપત્તિ બાળકોને પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા તેમણે ચિત્રો દોરવા કે નિબંધ લખવા પ્રેરણા આપો.

    👉બાળકોને તેમની કક્ષા ને અનુરૂપ સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી આપો.

    👉 બાળકોને વિશ્વાસ અપાવો કે તેઓ તમારી સાથે સુરક્ષિત છે.

    👉શાળા ઘર કે અન્ય સ્થળોની સલામતી માટેના આયોજનમાં બાળકોને  સહભાગી બનાવો,આમ કરવાથી બાળકનો આપત્તિને પહોંચી વળવા નો વિશ્વાસ પેદા થશે.

    👉વાલીઓને  બાળકો માટે સમય આપવાનું સૂચન કરવું

    👉 આપત્તિ બાદ  પુરા નિયમોનું ચુસ્ત પાલન થાય તે સુધારવા તેવી અપેક્ષા ન રાખતા બાળકનો વિશ્વાસ જીત…

    👉બાળકોની જવાબદારી ભર્યા કામ સોંપો,કામ પૂરું થાય તેના વખાણ કરો

    👉બાળકને  પરિસ્થિતિ નો સાચો ચિતાર આપો,જેથી બદલાતી પરિસ્થિતિને તેઓ સરળતાથી સ્વીકારી શકે.,

    👫શાળા કક્ષાએ આપત્તિ અંગેની સમજ કઈ રીતે પહોંચાડીશું?


    આપત્તિ બાદ તો આપણે યોગ્ય પગલાં લેવાના છીએ પણ શા માટે આપણી ભાવિ પેઢીની આપત્તિ તેના પરિણામો અને નિવારણ અંગે સજાગ ન કરીએ? વિવિધ આપતી અંગેની સમજ શાળા કક્ષા સુધી છે અને બાળક પ્રત્યે જાગૃત બને તે માટે થોડાક સૂચનો નીચે આપ્યા છે.

    ☝બાળકોમાં આપત્તિ અંગે જાગૃતિ વધારવા જે તે વિષય પર ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવું.

     ☝બાળકો નકશા જોતાં શીખે તે મહત્વનું છે.આ માટે નકશા બનાવવાની હરીફાઇનું આયોજન કરી શકાય.

    ☝બાળકની ક્ષમતા અનુસાર આપતી નિવારણ માળખાની રચનામાં  બાળકને સહભાગી બનાવો.

    ☝શાળામાં આપત્તિ આવી હોય તેવું વાતાવરણ ઊભું કરી આપત્તિ નિવારણ માટેના આયોજનો નમૂનો પૂરો  પાડો.

    ☝શાળાના વાર્ષિક ઉત્સવમાં આફત વ્યવસ્થાપન અંગે ના કાર્યક્રમ નો સમાવેશ કરો.દાખલા તરીકે નાટક,ઘરમાં લાગેલી આગ અને બચાવ પ્રયુક્તિ

    ☝આપત્તિ વિશે જાણકારી અને નિષ્ણાત વ્યક્તિઓના મંતવ્ય ગોઠવો

    શાળાની આપત્તિ નિવારણ પ્રવૃત્તિઓમાં વાલીઓને સહભાગી બનાવવા.

    ☝શાળામાં અગ્નિશામક દળ હોસ્પિટલ પોલીસ એમ્બ્યુલન્સ વગેરે ના સરનામા તથા ફોન નંબર ની યાદી રાખવી.આપત્તિ સમયે આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની  સમજણ આપવી.


    ☝બાળકોને  બચાવ કાર્ય થતું હોય તેવી ફિલ્મ બતાવી.

    ☝ઓળખ પત્ર શા માટે મહત્વનું છે?ઘરનું સરનામું તેમજ ફોન નંબર યાદ રાખવાનું શા માટે અગત્યનું છે તે સમજાવવું.

    ☝બાળકોને ટ્રાફિકના નિતી નિયમો વિશે પણ માહિતી આપો.

    ☝પ્રાથમિક સારવાર પેટી નો ઉપયોગ કેવી રીતે કરવો તેનું નિદર્શન બાળકો સમક્ષ કરવું.

    ☝આપત્તિ સમયે સાઇરન  બેલ, ઢોલકી ,થાળી વગાડી ચેતવણી આપી અને અપાયેલી ચેતવણી સમજવા બાળકોને તૈયાર કરો.


    ☝વિવિધ આપત્તિ સમયે શું બને છે? બચાવકાર્ય તથા તેના નિવારણ અંગેના પગલા અંગેની નીદર્શન ગોઠવી શકાય.


    શાળા સલામતી પત્ર  2024

    તમામ પ્રાથમિક શાળાઓ,,,,

    25/01/2024 સુધીમાં *SDMP પ્લાન* તૈયાર કરી પ્રમાણપત્ર આપવા બાબત...

    👉  https://drive.google.com/file/d/1i02gtubV_V-xdgG6TWHicRJCHfqq_A6w/view?usp=drivesdk


    જિલ્લાની 30 થી 35 શાળાઓમાં શાળા *સલામતી સપ્તાહ ઉજવણી માટે મેઘા ઇવેન્ટ પ્લાનિંગ* કરી દિન -3 માં મોકલી આપવા બાબત...

    👉  https://drive.google.com/file/d/1i02gtubV_V-xdgG6TWHicRJCHfqq_A6w/view?usp=drivesdk


    તમામ શિક્ષક મિત્રોને મોકલાવો... 🤟




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!