ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને વ્યાખ્યા

👉ક્રિયાત્મક સંશોધન 

👫ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને વ્યાખ્યાઃઅને નમૂના માટે અહીંયા ક્લીક કરો 

👫ક્રિયાત્મક સંશોધન સંપુટ ઇડર ડાયટ દ્રારા તૈયાર કરવા માં આવેલ છે. જેમાં ક્રિયાત્મક સંશોધન  ના નમૂના આપવા માં  આવેલ છે  DOWNLOD 

    અર્થ

    શિક્ષકને શિક્ષણ કાર્યમાં ચોકકસ મુશ્કેલીઓ નડી, તે મુશ્કેલીઓના તે સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિકઢબે વિચારીને કામ કરવું તે ક્રિયાત્મક સંશોધન 

    વ્યાખ્યા

    "પૂર્વગ્રહ કે પક્ષપાત વગર વૈજ્ઞાનીક અને પરલક્ષી દ્રષ્ટિથીજે સંશોધનો પ્રશ્નોના કોડયાઓ ના ઉકેલ માટે થાય તેને ક્રિયાત્મક સંશોધન કહિ શકાય" -ડો. સ્ટીફનકોરે 

    "પોતાના કાર્યન વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ મેળવવા અને પોતાના કાર્યને સુધારવા વ્યકિતકે જૂથ પોતાના કાર્યનો પધ્ધતીસર અભ્યાસ કરે તેને ક્રિયાત્મક સંશોધન કહી શકાય" - જાન ફાન્ટેક

    👉ક્રિયાત્મક સંશોધનના લક્ષણોઃ 

    આપેલ વ્યાખ્યાઓ પરથી ક્રિયાત્મક સંશોધનના લક્ષણો આ પ્રમાણે તારવી શકાય. 

    - ક્રિયાત્મક સંશોધન શાળા કે વર્ગની સમસ્યાઓના તાત્કાલીક ઉકેલ માટે હોય છે. 

    - ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિકઢબે હાથ ધરાય છે. 

    - ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યાનું સ્વરૂપ સાદુ હોય છે. 

    - ક્રિયાત્મક સંશોધન ઉપચારાત્મક કાર્યના ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યકિતગત સંશોધન છે. 

    - ક્રિયાત્મક સંશોધનમાં અન્ય શિક્ષકો અને આચાર્યના સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે. 

    - ક્રિયાત્મક સંશોધનો ભવિષ્યના વિશાળ સંશોધન માટે ઉત્કલ્પનાઓ પુરી પાડે છે. 

    આમ , ક્રિયાત્મક સંશોધન સમય, શકિત અને નાણાંની દ્રષ્ટિએ ઓછું ખર્ચાળ હોય છે. અને તે ખાસ નિષ્ણાંતની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે.

    👉ક્રિયાત્મક સંશોધનનું મહત્વઃ 

    શિક્ષક પોતાના અધ્યાપનને લગતીકે વિદ્યાર્થીઓના અધ્યનને લગતી કે વિદ્યાર્થીઓનાં વર્તનને લગતી સમસ્યા અંગે પોતે જ નાના પાયા પરનું સંશોધન કરી સમસ્યાઓનો ઉકેલ શોધે છે. આ પ્રકારના સંશોધનનું મહત્વ નીચે મુજબ છે. 

    વર્ગખંડ અને શાળામાં ઉદભવતી વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિકઢબે અભ્યાસ કરી શકાય છે. 

    સંશોધનનું સ્વરૂપ વ્યવહારીક અને વાસ્તવીક હોવાથી શિક્ષણની સુધારણામાં નકકર ફાળો આપે છે. અને સંશોધનનું મૂલ્યાંકન પણ થઈ શકે છે. 

    શિક્ષકોની સજજતામાં વધારો થાય છે, તેઓને વર્ગખંડની અને શાળાની રોજીંદા કાર્યને લગતી સમસ્યાઓ ઉકેલવાની સુઝ પ્રાપ્ત થાય છે. 

    ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણકાર્ય વધુ અસરકારક અને સફળ બનાવી શકાય છે. 

    વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ સાધવા ક્રિયાત્મક સંશોધન નોંધપાત્ર ઉપયોગી છે.

    ક્રિયાત્મક સંશોધન શાળાના સમગ્ર આયોજન અને કાર્યપધ્ધતીમાં સુધારણા લાવવામાં અત્યંત ઉપયોગી છે. 

    👪ક્રિયાત્મક સંશોધનની મર્યાદા : 

    ક્રિયાત્મક સંશોધન એ વ્યવહારુ સંશોધન છે. તેમાંથી સ્થાનિક કક્ષાએ ઉદભવતી સમસ્યાઓ હલ કરી શકાય છે. શિક્ષણની સુધારણા માટે તે અતિઉપયોગી સંશોધન છે, આમ, છતાં તેની મર્યાદાઓ પણ છે જે નીચે મુજબ છે. 

    ( ૧ ) આવા સંશોધનો મર્યાદિત ગુણવતાવાળા હોય છે. 

    ( ૨ ) સામાન્ય શિક્ષકો પાસે સંશોધનો હાથ ધરવાની સૂઝનો અભાવ હોય છે. તેથી તેઓ ઉદાસીનતા દર્શાવે છે. 

    ( ૩ ) આ પ્રકારના સંશોધનો સમસ્યા ઉકેલની પ્રાથમિક તપાસ માટે જ હોય છે. 

    ( ૪ ) આ સંશોધનો દ્વારા એક શિક્ષકને મળેલ સમસ્યાના ઉકેલ અન્ય શિક્ષક માટે ઉપયોગી થાય જ તેવું ન બને. 

    દરેક કાર્યને પોતાની મર્યાદા હોય છે, તે મર્યાદા સ્વિકારી તેમાંથી મેળવી શકાતી સારી બાબતો મેળવવા મથવું જોઈએ. 

    👫ક્રિયાત્મક સંશોધનના સોપાનો : 

    👉સમસ્યા 

    👉સમસ્યા ક્ષેત્ર 

    👉પાયાની જરૂરી માહિતી 

    👉ઉત્કલ્પનાઓ 

    👉સમસ્યાના સંભવિત કારણો 

    👉મૂલ્યાંકન 

    👉પ્રયોગકાર્ય ની રૂપરેખા 

    👉તારણ અને પરિણામ. 



     PRIMARY SCHOOL ક્રિયાત્મક સંશોધનના નમૂના 

    (1) ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં પ્રાદેશિકતા જોવા મળે છે.

    (2) ધોરણ 8 ના વિદ્યાર્થી ઓ ને રસપ્રદ રીતે વાર્તા કેહતા આવડતી નથી.

    (3)ધોરણ 7 ના વિધાર્થીઓને અંગ્રેજી લેખનમાં મુશ્કેલી પડે છે.

    (4)વિદ્યાર્થીઓને નકશામાં સ્થળો દર્શાવવામાં અવઢવ અનુભવે 

    (5)ધોરણ 3 ના વિદ્યાર્થીઓ જોડાક્ષરોના વાચન અને લેખનમાં ભૂલો કરે છે.

      ગણિત વિજ્ઞાન  મંડળ

                           ઇકો કલબ
          
                          કાર્યાનુભવ 

    .  વિધાર્થીનીઓ સમાસ ઓળખવામાં ભૂલ કરે છે 
       અમુક વિધાર્થીનીઓ પ્રાર્થનામાં મોડી પહોંચે છે.
      અમુક વિધાર્થીનીઓને ગુજરાતી વાચન કરવામાં તકલીફ પડે છે. 
      ગુજરાતીમાં અમુક વિધાર્થીનીઓને જોડણી ભૂલ થાય છે
      આવી બાબતો માં શિક્ષક ક્રિયાત્મક સંશોધન કરી શકે છે 
    .





                            

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!