trends

Popular Posts

ઇકો ક્લબ એ શું છે? ઇકો ક્લબ ની પ્રવુતિઓII.Eco club all informeshan 2022 -2023.II Eco club aheval mahiti



👫Eco club પરિપત્ર અને સમજૂતી  એનેક્સર  માસ વાઈઝ આયોજન માટે અહીંયા clik કરો 2021 

    👉ઇકો કલબ નું વાર્ષિક આયોજન 

    માસ વાઈઝ નીચે મુજબ કરી શકાય


    ઇકો કલબ અંક 


    👆 ઇકોકલબ વિશેનો ખૂબ સુંદર અંક.    જેમાં ઝીણીમાં ઝીણી અને ઉપયોગી બાબતોનો ખૂબ સુંદર સમન્વય કરેલ છે. પ્રિન્ટ કરી સાચવી રાખવા જેવો અંક.


    ભૂમિકા

    • શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજોએ વિકાસશીલ દેશો માટે વિવિધ સમસ્યાઓ પ્રત્યે જાગૃત થઈ વિકાસયાત્રા વધુ સરળ બનાવવા તરફ ધ્યાન દોર્યું છે અને એટલે જ કમ્પ્યૂટર શિક્ષણ, વસતીશિક્ષણ, ઊર્જા શિક્ષણ, પર્યાવરણ શિક્ષણના નવા ક્ષેત્રો તરફ અભ્યાસીઓ આકર્ષાયા છે. નવા અભ્યાસક્રમોની સંરચના સમયે અભ્યાસક્રમ ઘડનારાઓએ આ પ્રકારના નવા વિષયોના સ્વરૂપ, વ્યાપ અને કાર્યક્ષેત્ર જેવા એકમોને અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે. આ પૈકીનું એક ક્ષેત્ર એટલે પર્યાવરણ શિક્ષણ.



    • વ્યક્તિએ પોતાની આજુબાજુ રહેલી ઘણી બાબતો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યવહાર કરવાનો હોય છે. આપણી આસપાસની બાબતોમાં કેટલાક ભૌતિક અને કેટલાક સજીવ ધટકોનો સમાવેશ થાય છે. આ દુનિયામાં પર્યાવરણની ગતિવિધિને કારણે માનવીનું જીવનકાર્ય વધુને વધુ સરળ થઈ શક્યું છે. સૂર્યોદય થતાં જ પર્યાવરણના ઘટકો પરસ્પર સહકાર સાધી ચેતન સૃષ્ટિમાં જીવંતતા લાવે છે. દુનિયામાં વસતીવધારો અને માનવીની પ્રકૃતિ વિરોધની દોટને કારણે પર્યાવરણનો પ્રશ્ન ભારે વિકટ બન્યો છે. ધરતી એ પ્રાણીઓ અને વનસ્પતિઓનું નિવાસસ્થાન છે.
    • વર્ષ 1986માં જાપાનમાં હિરોશીમા ખાતે અભ્યાસક્રમ સુધારણા ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉ. ગુણવંત શાહે Gandhi and Global Peace પર એક પેપર રજૂ કર્યું હતું, જેમાં વૈશ્વિક ચાર સમસ્યાઓ પરત્વે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, તેમાંની એક સમસ્યા એટલે પર્યાવરણ સાથે અસંતુલન (કુદરત સાથે હિંસા).
    • પર્યાવરણ સમતુલાનો પ્રશ્ન એ આજે એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. દિવસે દિવસે પ્રદૂષણ વધવાથી તેના વિપરીત પરિણામોએ લોકોને વિચારતા કરી મૂક્યા છે. આ સંદર્ભે વર્ષ 2001 માં એક કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં પર્યાવરણ સમતુલા જાળવવા અને લોકજાગૃતિ માટે નેશનલ ગ્રીન કૉપર્સનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. ભારતની સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રકારની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને તમામ પ્રકારના અભ્યાસક્રમોમાં પર્યાવરણને એક વિષય તરીકે દાખલ કરવા માટે હિમાયત કરી છે.
    • આપણે સૌ પર્યાવરણના એક ભાગ છીએ. પર્યાવરણ તરફના આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી ઘણા પર્યાવરણીય પ્રશ્નો હલ થઈ શકે તેમ છે. આપણા વિસ્તારને ચોખ્ખો રાખીને અને વસ્તુઓના પુનઃ ઉપયોગથી કુદરતી સ્રોતનું જતન કરીએ. 100 કરોડની વસતીવાળા આ દેશમાં આ બાબત ત્વરિત ફેરફાર થઈ શકે નહીં. પરંતુ બાળકો દ્વારા સમાજની વર્તણૂંકમાં ફેરફાર કરી શકાય. બાળકોમાં સ્વા હોતો નથી અને તેઓના મનમાં નવા વિચારો સહેલાઈથી આપી શકાય છે. તેઓ આપણું ભવિષ્ય છે. દરેક બાળક પોતાના કુટુંબમાં અગત્યની અસર ઉપજાવી શકે છે. તેથી ભારત સરકાર દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં ઇકો ક્લબની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ અંતર્ગત રાજ્યની માધ્યમિક શાળાઓમાં ઇકો ક્લબની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ કાર્યક્રમને વધુ વેગવાન અને અસરકારક બનાવવા માટે જીસીઈઆરટી, ગાંધીનગરના માધ્યમથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઇકો ક્લબની સ્થાપના કરી બાળકો અને યુવાનો દ્વારા સમાજમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો વેગવંત કરવા માટે સહિયારા પુરુષાર્થની શરૂઆત કરવામાં આવી.



    ઇકો ક્લબની મહત્ત્વની બાબતો

    પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોની બનેલી ઇકો ક્લબ સમાજને વધુ ઉપયોગી બને એ માટે નીચેના જેવી બાબતો મુખ્ય છે :

    • ઘન કચરાનો નિકાલ.
    • ♦ પ્રદૂષણ અટકાવવામાં મદદરૂપ થવું.
    • જળ બચાવ અને જળ-વ્યવસ્થાપન કામગીરી.
    • • નાગરિક સુવિધાઓમાં મદદરૂપ થવું.
    • ♦ શાળા દ્વારા વૃક્ષારોપણ.
    • ♦ જાહેર બાગબગીચાની જાળવણી.
    • ♦ પર્યાવરણની સુધારણાના કાર્યક્રમોમાં વલણ અને અભિરુચિ કેળવવા માટે મૈત્રીભર્યો લોકઅભિગમ. • જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.

    ઈકો ક્લબ અંતર્ગત શાળાકીય પ્રવૃત્તિઓ

    1. ઘન કચરાનો નિકાલ
    2. ♦ વૃક્ષારોપણ
    3. ♦ ઔષધબાગ
    4. • જાહેર સ્થળોની સફાઈ
    5. ♦ પર્યાવરણ સંદર્ભે જાગૃતિ
    6. સ્વસ્થ જમીનની રચના
    7. • તુલસીવન.
    8. ♦ માસવાર કૅલેન્ડરની પ્રવૃત્તિઓનું અમલીકરણ
    9. ♦ પર્યાવરણ સંદર્ભે વિવિધ સ્પર્ધાઓનું આયોજન
    10. ૭ પક્ષી પરબ
    11. • ચબૂતરાનું આયોજન
    12. ♦ ફૂલછોડના બગીચા બનાવવા
    13. ♦ રસોડું એ જ ઔષધાલય
    14. વરસાદી પાણીનો સંગ્રહ
    15. ♦ ટપક સિંચાઈ પદ્ધતિનું અમલીકરણ
    16. ૦ ગ્રામસફાઈ
    17. ♦ચિન ગાર્ડન
    18. શાળાબાગ
    19. ♦ પર્યાવરણ જાગૃતિ સંદર્ભે રેલીનું આયોજન
    20. • અક્ષય રોટીપાત્ર
    21.  વનમહોત્સવની ઊજવણી
    22. ♦ શાળા કહાઉસ
    23. ♦ પર્યાવરણ જાગૃતિ સંદર્ભે પપેટ શોનું આયોજન
    24. ♦ બાગબાની
    25.  જળસંચય
    26. પ્લાસ્ટિક્સનો વપરાશ ઓછો થાય તે માટેની ઝુંબેશ
    27. • ફળાઉ ઝાડનું વાવેતર
    28. ૦ તહેવારોની ઊજવણીમાં સાદગી અને સંયમ
    29. ♦ સૌરઊર્જા અને પવનઊર્જાનો પ્રચાર – પ્રસાર
    30. • લુપ્ત થતી વનસ્પતિઓના સંરક્ષણ માટેનું અભિયાન શૌચાલયની સ્વચ્છતા 
    31. સજીવખેતી પ્રયોગ
    32. • વનભોજન
    33. ઇકો ક્લબ સેમિનારનું આયોજન
    34. ઇકો ક્લબ અહેવાલ નિર્માણ
    35. • પ્રકૃતિ દર્શન
    36. – ઇકો વર્ષની ઊજવણી
    37. ♦ ઇકો ક્લબ દ્વારા આર્થિક ઉપાર્જન
    38. મને ઓળખો પ્રદર્શન કાર્યક્રમ
    39. ♦ પર્યાવરણ સૈનિક યોજના
    40. રોપા વિતરણ
    41. આમળા વન
    42. પ્રકૃતિપ્રેમી શિક્ષકોને ઇકો ઑફિસર બનાવવા
    43. આરોગ્ય કેન્દ્રની મુલાકાત





    No comments:

    Post a Comment