Hot Posts

Popular Posts

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી,આઠમાં પગાર પંચને લઈને સૌથી મોટી અપડેટ,જાણો વધુ માહિતી

 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી,આઠમાં પગાર પંચને લઈને સૌથી મોટી અપડેટ,જાણો વધુ માહિતી 

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી,આઠમાં પગાર પંચને લઈને સૌથી મોટી અપડેટ,જાણો વધુ માહિતી 

  • 8th Pay Commission: તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે આઠમા પગાર પંચને લઈને તમામ કેન્દ્રીય કર્મચારીનો પગાર ડબલ થશે.હાલમાં અપડેટ સામે આવી છે કે તમામ કેન્દ્રીય કર્મચારીનો પગારમાં મોટો ફેરફાર થઈ શકે તેમ છે સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો બેઝિક પગારની વાત કરીએ તો 18000 રૂપિયા હતો હવે ફિટમેન્ટ ફેક્ટરીની મોટી ભૂમિકાના કારણે આ પગાર ફેરફાર થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે
  • હવે ફિટમેન્ટ ફેક્ટર્સના આધાર પર જૂના બેઝિક બેથી રિવાઇઝ બેઝિક બેની ગણતરી થાય છે જેથી આઠમાં પગાર પંચમાં (8th Pay Commission) પણ મોટો ફેરફાર થશે અને તમામ કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધશે તેવી શક્યતાઓ છે ચલો તમને આજના આર્ટીકલ માં જણાવીએ કે આઠમાં પગાર પંચ લાગુ થતા કેન્દ્રીય કર્મચારીઓનો કેટલો પગાર વધશે અને આઠમા પગાર પંચ ક્યારથી લાગુ થશે 

આઠમાં પગાર પંચને લઈને મોટી અપડેટ: 8th Pay Commission latest news

  • આપ સૌને જણાવી દઈએ સાતમા પગાર પંચ ફિટમેન્ટ 57 ટકા રાખવામાં આવ્યો હતો તેના આધારે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર રિવાઈડ કરવામાં આવ્યો હતો. આ આંકડા મુજબ સૌથી ઓછો પગાર વધારો મળ્યો હતો જોકે બેઝીક પગાર 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો હાલમાં આઠમાં પગાર પંચને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે મળતી માહિતી અનુસાર આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 ઘણું કરી દેવામાં આવ્યું છે આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર 18000 રૂપિયાથી વધીને હવે કેન્દ્રીય કર્મચારીઓને 26000 રૂપિયા સુધી મળે તેવી શક્યતાઓ છે 

જાણો છેલ્લા પગાર પંચને લઈને થયેલા ફેરફારની માહિતી વિશે

  • આઠમાં પગાર પંચ વિશે વધુ માહિતી મેળવતા પહેલા છેલ્લા પગાર પંચમાં થયેલા ફેરફારો વિશે વિગતવાર જાણીએ 
  • ચોથા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો 27.6 ટકા પગાર વધારવામાં આવ્યો હતો જેમાં તેમનો લઘુત્તમ પગાર 750 રૂપિયા નક્કી હતું. 
  • પાંચમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ભેટ આપી હતી ત્યારે 31% નો વધારો થયો હતો લઘુતમ વેતન વધીને 2550 રૂપિયા દર મહિને કરવામાં આવ્યું હતું. 
  • આ સિવાય છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું તે વખતે 1.86 ગણું રાખવામાં આવ્યું હતું. જેનાથી કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થયો હતો 
  • આ સિવાય લઘુતમ પગારમાં 54% નો વધારો થતા ₹7,000 બેઝિક પગાર વધી ગયો હતો. વર્ષ 2014માં સાતમું પગાર પંચ બન્યું હતું અને વર્ષ 2016 માં લાગુ કરવામાં આવ્યું હતું 
  • તેમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે 2.57 ગણો વધારો કરાયો હતો બેઝિક સેલરી 18000 રૂપિયા થઈ હતી આ વખતે પણ આઠમાં પગાર પંચને લઈને 26,000 સુધી પગાર વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે 

જાણો ક્યારથી લાગુ થશે આઠમું પગાર પંચ

  • હાલમાં આઠમાં પગાર પંચ લાગુ થવાની ન્યુઝથી તમામ કેન્દ્ર કર્મચારીઓ ખૂબ જ ખુશ છે પરંતુ હજુ સુધી ક્યારથી લાગુ થશે તેનું ફીડબેક સામે નથી આવ્યું એક્સપર્ટ નું માનવું છે કે એક સિસ્ટમ બનેલી છે તે સિસ્ટમને અચાનક ખતમ કરી શકાય નહીં જેથી બીજું મોટું કારણ એ છે કે આઠમો પગાર પંચ લાવવામાં હજુ સમય છે આગામી પગાર પંચની ટાઈમલાઈન એક જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે પરંતુ હજુ સુધી આઠમાં પગાર પંચ લાગુ થવાની કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી



WhatsApp ગ્રુપ જોડાઓ  અહીંયા જોડાઓ



મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો



 https://www.gujrateduapdet.net/2024/05/gujcet-result-2024-gujcet.html





No comments:

Post a Comment