ગુજરાતની શાળાઓમાં 6ઠ્ઠી મેથી વેકેશનનો પરિપત્ર સ્થગિત થયો

Gujrat
By -
0

 




ગુજરાતની શાળાઓમાં 6ઠ્ઠી મેથી વેકેશનનો પરિપત્ર સ્થગિત થયો

👉આગામી દિવસોમાં હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે

👉વેકેશન ઠેલાશે તો નવુ સત્ર શરૂ કરવામાં પણ વિલંબ થઈ શકે

હાલ પૂરતી વેકેશનની તારીખો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

  • ગુજરાતની શાળાઓમાં 6ઠ્ઠી મેથી વેકેશનનો પરિપત્ર સ્થગિત થયો છે. જેમાં નિયામક કચેરીએ વેકેશન જાહેર કર્યું છે. તેમાં ચૂંટણી પંચના આદેશ બાદ નિર્ણય ફેરવ્યો છે. શિક્ષકોના ચૂંટણીકામગીરીમાં ઓર્ડર થયા હોવાથી વેકેશન ઠેલાશે તો નવા સત્રમાં વિલંબ થઈ શકે છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ અને સરકારની બેઠક મળ્યા બાદ શાળાઓમાં વેકેશન અંગેનો નિર્ણય લેવાઈ શકે છે.

આ પણ વાંચો: 5 Natural Drink: આ 5 નેચરલ ડ્રિન્કનું સેવન કરો, ઉનાળામાં રહેશો ચુસ્ત અને તંદુરસ્ત

આગામી દિવસોમાં હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે

  1. પ્રાથમિક શાળાઓમાં 6ઠ્ઠી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પરિપત્ર કરાયો હતો. બીજી તરફ શિક્ષકોના ચૂંટણીકામગીરીમાં ઓર્ડર થયેલા હોવાથી એક દિવસમાં જ નિર્ણય ફેરવી તોળ્યો છે. આગામી દિવસોમાં હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી દ્વારા કરાયેલી પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવાની સૂચનાઓ અત્રેથી આપવામાં આવેલ છે જ આગળની બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. વેકેશન ઠેલાશે તો નવુ સત્ર શરૂ કરવામાં પણ વિલંબ થઈ શકે છે.
પ્રાથમિક શાળા પત્ર 




ગુજરાત શેક્ષિક સંઘ ની માંગણી 

https://www.gujaratijagran.com/gujarat/ahmedabad/gujarat-summer-vacation-2024-the-national-teachers-union-demanded-that-the-education-department-issue-a-new-circular-regarding-summer-vacation-321157

આ પણ વાંચો:  ગુણ અને ગ્રેડ પત્રક -2024 // Marks and Grade Sheet -2024

હાલ પૂરતી વેકેશનની તારીખો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

  • રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતુ હોય છે. શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કેલેન્ડરમાં દિવાળી અને ઉનાળુ વેકશન તેમજ પરીક્ષાના કાર્યક્રમો નક્કી કરવામાં આવતા હોય છે. બોર્ડના કેલેન્ડર મુજબ મંગળવારે જ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાઓના ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી હતી. નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને ઉદેશી પરિપત્ર કરવામાં આવ્યો હતો કે, તા.6 મે-2024થી તા.9 જૂન-2024 સુધી કુલ 35 દિવસનું શાળાઓમાં ઉનાળુ વેકેશન આપવાનું રહેશે. તા.10 જૂન-2024થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવાનો રહેશે. પરંતુ બીજી તરફ લોકસભા ચૂંટણીને લઈ રાજ્યની પ્રાથમિક શાળાઓ તેમજ હાઈસ્કૂલના શિક્ષકોના ચૂંટણી કામગીરી માટે તા.9 મે સુધી ઓર્ડર થયેલા હોવાનું જાણવા મળે છે. જેથી એકતરફ ચૂંટણી કામગીરીમાં શિક્ષકોના ઓર્ડર થયા છે અને બીજી તરફ શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવે તો મુશ્કેલી સર્જાય એમ હતી. જેથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ચૂંટણી કામગીરીને ધ્યાને લીધા વિનાજ પરિપત્ર કરાતાં ચૂંટણીપંચ હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણીપંચની સુચના મળતાં જ હાલ પૂરતી વેકેશનની તારીખો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાંચતા શીખવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો – Read Along by Google

Limada no Mor / લીમડાના મોરનો રસ ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે? જાણો શું છે કારણ

સૂવાની ટેવ પરથી વ્યકતિનો સ્વભાવ: ટૂંટીયુ વળીને કે ઊંધા સૂતા લોકો સ્વભાવે હોય છે આવા



પ્રાર્થના | Prayer | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar



Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!