Hot Posts

Popular Posts

વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના vidhya laxmi bond yojna

.વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના vidhya laxmi bond yojna

ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કન્યાઓને સાક્ષરતા દર વધારવા અને શિક્ષણમાં કન્યાઓને આગળ લાવવા માટેનો છે.

  વિગત

  ગામડાઓમાં કન્યાઓને શિક્ષણ જગતમાં ઉત્તેજન આપવા માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો માલા કરવામાં આવ્યો છે.

  ગામડાઓમાં રહેતી અને ગરીબ પછાત તેમજ અન્ય સમાજ તેમજ વર્ગની કન્યાઓ રહેતી હોય છે. તેઓ શિક્ષણથી વંચિત રહેતી હતી. તે પ્રાથમિક શાળાએ જતી થાય તેમજ તેમના માતાપિતાને પણ આર્થિક મદદ મળી રહે તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ચાલુ કરવામાં આવી છે.

   આપણાં ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણીને ઉત્તેજન આપવા ગુજરાત સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે. તેમાં મધ્યાહન ભોજન યોજના પણ આવી જાય.

         ગુજરાત રાજયમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા, જે ગામમાં સ્ત્રી સાક્ષરતા દર 35 % થી ઓછું હોય.તેવા ગામોમાં 1 થી 100% કન્યાઓનું નામાંકન થાય અને નવા પ્રવેશ વધે તેમજ પ્રવેશ મેળવનાર ધોરણ-7 સુધી પોતાનો અભ્યાસ ચાલુ.ધોરણ 7 સુધી અભ્યાસ ચાલુ રાખે તે માટે આ યોજના લાવવામાં આવી છે.

   આ યોજના નો લાભ શું છે

  વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર કન્યાને રૂપિયા 2000 ના નર્મદા શ્રીનિધિના બોન્ડ સહાયરૂપે આપવામાં આવે છે.

  આ બોન્ડ સ્વરૂપની રકમ કન્યા જ્યારે ધોરણ-8 માં નો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આ રકમ વ્યાજ સહિત કન્યાને ચૂકવવામાં આવે છે.

  યોજના અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબી રેખા હેઠળના પરિવારો કે કુટુંબોની કન્યાઓ ધોરણ-1 માં પ્રવેશ લેતી હોય. તેઓ ને નર્મદા શ્રી નિધિ ના બોન્ડ આપવા માં આવે છેઃ 

   વિષય: વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત માહિતી મોકલવા બાબત.

  વર્ષ 2023/2024 તારીખ 15.4.2023 નો પત્ર


  ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી મારફતે વિદ્યાલક્ષ્મી બોન્ડ અંગેની યોજના અમલમાં હતી. આ યોજના હેઠળ સને ૨૦૧૧ મુજબ સેન્સસ ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તાર માટે ૫૦% સુધી મહિલા સાક્ષરતા દર તથા શહેરી વિસ્તાર માટે ગરીબી રેખા નીચે રહેતા કુટુંબો(બી.પી.એલ)ની ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડની ફાળવણી કરવામાં આવતી હતી.

   “વ્હાલી દિકરી યોજના

  મહિલા અને  બાળ વિકાસવિભાગના તા.૩૧/૦૭/૨૦૧૯ના ઠરાવથી “વ્હાલી દિકરી યોજના” અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું, શિક્ષણમાં વધારો કરવો અને ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો, સ્ત્રી સશક્તિ કરણના હેતુથી તા.૦૨/૦૮/૨૦૧૯ અને ત્યાર બાદ જન્મેલી દિકરીઓને આ યોજના હેઠળ ધોરણ-૧માં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ની સહાય પુરી પાડવામાં અવે છે. જેથી વિદ્યાલક્ષ્મી બોન્ડની યોજના કરતા વ્હાલી દિકરી યોજનામાં લાભ વધુ મળતો હોવાથી તેમજ યોજના બેવડાતી હોવાથી શિક્ષણ વિભાગના તા.૧૮/૦૫/૨૦૨૧ના ઠરાવથી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના તા.૦૧/૦૪/૨૦૨૧થી બંધ કરવાનું ઠરાવવામાં આવેલ છે.

  આમ, “વ્હાલી દિકરી યોજના" અંતર્ગત તા.૦૨/૦૮/૨૦૧૯ કે તે પછી જન્મેલ કન્યાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોઇ, અને તા.૦૧/૦૪/૨૦૨૧થી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવામાં આવેલ હોઇ, વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦(તા.૦૧/૦૮/૨૦૧૯ સુધી)માં જન્મેલ કન્યાઓ કે જે પાંચ વર્ષ પૂર્ણ કરી અંદાજે ક્રમશઃ વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫માં ધો.૧માં

  પ્રવેશ મેળવવાને પાત્ર થતી હોય તેવી કન્યાઓને ઉકત બન્ને યોજનાઓ પૈકી એકપણ પણ લાભ મળતો નથી, આથી આવી કન્યાઓ લાભથી વંચિત ન રહે તે હેતુથી નીચે મુજબના પત્રકમાં જણાવ્યા અનુસાર માહિતી તાત્કાલિક આજે જ ઇ-મેઇલથી આ કચેરીના ઇ-મેઇલ આઇડી.plan.dpe.guj@gmail.com પર મોકલી આપવા આથી જણાવવામાં આવે છે.


   👉વિદ્યા લક્ષ્મી બોન્ડ બંધ કરવાનો પત્ર

   (વિષય:શૈક્ષણિક વર્ષ ૨૦૦૨-૨૦૦૩થી અમલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવા બાબત. સંદર્ભ:શિક્ષણ વિભાગના ઠરાવ ક્ર:પીઆરઇ/૧૨૦૨/૭૫૭/ક, તા.૧૮/૦૫/૨૦૨૧)
  ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના સંદર્ભ હેઠળના તા.૧૮/૦૫/૨૦૨૧ના ઠરાવથી રાજયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની “વ્હાલી દિકરી યોજના” વર્ષ ૨૦૨૦-૨૧થી અમલમાં મૂકેલ હોઇ, રાજયમાં લાભાર્થી કન્યાઓની સંખ્યા બેવડાય નહી તેમજ વિશાળ સ્તરે રાજયની કન્યાઓને લાભ મળે તે હેતુસર વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના તા.૦૧/૦૪/૨૦૨૧થી બંધ કરવા ઠરાવવામાં આવેલ છે, જે ઠરાવની નકલ આ સાથે સામેલ છે, જે ધ્યાને લઇ આ કચેરી દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૧ના પત્રથી વિદ્યાલક્ષ્મી બોન્ડ અંગે માંગવામાં આવેલ માહિતી મોકલવાની રહેશે નહી, તેમજ જે વિદ્યાર્થીનીઓએ આ વર્ષે ધોરણ ૮ પાસ કરેલ છે, તેઓના બોન્ડની પાકતી રકમ સત્વરે તેઓને ચૂકવાઇ જાય તેની કાળજી લેવા જણાવવામાં આવે

  No comments:

  Post a Comment