ગુજરાત વિધાનસભાના દ્રારે થી શિક્ષણ ના ન્યુઝ અપડેટ

Gujrat
By -
0

 ગુજરાત વિધાનસભાના દ્રારે થી શિક્ષણ ના ન્યુઝ અપડેટ

ગુજરાત વિધાનસભામાં સરકારે પ્રાથમિક શિક્ષણને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો

એક ઓરડા વાળી શાળા 

341 primary schools in the state run in a single room રાજ્યની 341 પ્રાથમિક શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે, ગૃહમાં ગુજરાત સરકારનો સ્વીકાર

 • ગુજરાત વિધાનસભામાં સરકારે પ્રાથમિક શિક્ષણને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સરકારના જવાબમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની દયનિય સ્થિતિનો પર્દાફાશ થયો હતો. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે રાજ્યમાં 341 પ્રાથમિક શાળાઓ 1 ઓરડાથી ચાલી રહી છે. આગામી સમયમાં વધુ ઓરડા બનાવવાની સરકારે ખાતરી આપી હતી.

  1606 પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક શિક્ષક

  • 1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલતી હોવાનો પણ ખુલાસો થયો હતો. 2023ની સ્થિતિએ સરકારે ગૃહમાં આંકડા આપ્યા હતા. છોટા ઉદેપુર જિલ્લામાં 283 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. દાહોદ જિલ્લામાં 20, ડાંગ જિલ્લામાં 10 શાળામાં એક શિક્ષક છે. ગાંધીનગરમાં 8, બોટાદમાં 29, ભરૂચમાં 102, તો અમદાવાદની 17 શાળાઓમાં એક શિક્ષક છે. 30 વિદ્યાર્થીઓની સામે એક શિક્ષકના નિયમ મુજબ શાળામાં એક શિક્ષક છે. 5.3 ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલનો કુબેર ડિંડોરે જવાબ આપ્યો હતો.

  ખાનગી શાળા મંજૂરી 

  • બે વર્ષમાં અમદાવાદ શહેર-જિલ્લામાં 159 ખાનગી શાળાને મંજૂરી માંગવામાં આવી છે. 159 પૈકી 45 ખાનગી શાળાઓને માન્યતા આપવામાં આવી છે. 114 ખાનગી શાળાઓને મંજૂરી અપાઇ નથી. કૉંગ્રેસ MLA ઈમરાન ખેડાવાલાના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો હતો.

  રાજ્યના  શિક્ષણ વિભાગના મંત્રીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની (Gujarat Education Service Class 1 And Class 2) ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે.

  • Government Job vacancy: ચૂંટણી નજીક આવતા અનેક કહેલી પડેલી અનેક જગ્યાઓ પર સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતીની જાહેરાત બાદ હવે શિક્ષણ વિભાગમાં આવી જ એક મોટી ભરતી આવી રહી છે. રાજ્યના  શિક્ષણ વિભાગના મંત્રીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની (Gujarat Education Service Class 1 And Class 2) ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે.


  શિક્ષણ મંત્રીએ ભરતીની જાણકારી આપી 

  • શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની તાજેતરમાં બેઠક મળી અને નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે. 

  473 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરાશે

  • વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧-૨ ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧  અને વર્ગ-૨ ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને આ કાર્યવાહી પૂર્ણ કરાશે.

  પેંશન એકતા વિડીયો


  શું સરકાર શિક્ષકો નું મહેકમ ઘટાડી રહી છે


  વિડીયો અહીંયા થી જૂવો

  👉શું જાતે જ પોતાનું નામ બદલી શકાય? જાણો ભારતમાં નામ બદલવા માટે શું છે નિયમ, કાયદા અને પ્રક્રિયા

  ➡️ 

  https://www.vtvgujarati.com/news-details/know-what-are-the-rules-laws-and-procedure-for-name-change-in-india

  આ જુઓ:-  

  👉नवोदय विद्यालय कक्षा 6 में प्रवेश का रिजल्ट यहाँ देखे, ऐसे कर सकेंगे डाउनलोड jnv results

  👉Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, આજે જ અરજી કરો

  👉

  💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો


  💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો


  💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો


  💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો


  💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો


  Post a Comment

  0Comments

  Post a Comment (0)

  Popular Posts

  #buttons=(Ok, Go it!) #days=(20)

  Our website uses cookies to enhance your experience. Check Now
  Ok, Go it!