Hot Posts

Popular Posts

ગુજરાતશિક્ષણ વિભાગે રાઈટ ટુ એજુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાની કરી જાહેરાત, આ તારીખથી ફોર્મ ભરી શકાશે// Rte admission 2024

 ગુજરાતશિક્ષણ વિભાગે રાઈટ ટુ એજુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાની કરી જાહેરાત, આ તારીખથી ફોર્મ ભરી શકાશે

શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો.Gujarat education department has announced the admission process under Right to Education, the form can be filled from this date શિક્ષણ વિભાગે રાઈટ ટુ એજુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાની કરી જાહેરાત, આ તારીખથી ફોર્મ ભરી શકાશે

Right to Education: રાઈટ ટુ એજુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 2024-25 માટે rte અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ધોરણ એકમાં પ્રવેશ માટેની શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે.

  • શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. ભારતની સંસદે 4 ઓગસ્ટ 2009 ના રોજ આ કાયદો ઘડ્યો હતો અને તે 1 એપ્રિલ 2010 ના રોજ અમલમાં આવ્યો હતો. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. આ લેખ દ્વારા, આપણે જાણીશું કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે, તેનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે અને કઈ ખામીઓને સુધારવાની જરૂર છે.

શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો ઉદ્દેશ

  1. ✅- આ કાયદાનો ઉદ્દેશ્ય 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ આપવાનો છે.
  2. ✅- 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.
  3. ✅- કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
  4. ✅- આ કાયદો સુનિશ્ચિત કરે છે કે નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન કરી શકાય.
  5. ✅- જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
  6. ✅- જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
  7. ✅- ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
  8. ✅- પ્રવેશની તારીખ વીતી ગયા પછી પણ કોઈપણ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં.
  9. ✅- કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
  10. ✅- શાળામાં બાળકોને કોઈપણ પ્રકારનો શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવશે નહીં.

important link rte administration 


  💥RTE ADMISSION 2024 APPLICATION LINK 

CLICK HERE

    💥NOTIFICATION 2024(DIRECT LINK )

CLICK HERE

    💥RECUIRED DOCUMENTS 

CLICK HERE

    💥HELPLINE NUMBAR

CLICK HERE

    💥TIME TABLE 

CLICK HERE

    💥SCHOOL LIST 

CLICK HERE

    💥APPLY ONLINE 

CLICK HERE





ગુજરાત: RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ શરૂ

  • 👉RTE અંતર્ગત ખાનગી શાળાઓની 45,170 બેઠકો સામે કુલ 1,72,675 ફોર્મ માન્ય
  • 👉પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા બાદ કુલ 8,563 બેઠકો ખાલી
  • 👉આજથી 8મી મે સુધી વિદ્યાર્થીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે
  • 👉ગુજરાતમાં RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં ખાલી પડેલી 8,563 બેઠકો માટે આજથી પુનઃશાળા પસંદગી શરૂ છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તેવા જ વિદ્યાર્થી બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. તેમજ આજથી 8મી મે સુધી વિદ્યાર્થીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે.
RTE અંતર્ગત ખાનગી શાળાઓની 45,170 બેઠકો સામે કુલ 1,72,675 ફોર્મ માન્ય

RTE અંતર્ગત ખાનગી શાળાઓની 45,170 બેઠકો સામે કુલ 1,72,675 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 39,979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5,191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે. પ્રથમ રાઉન્ડના અંતે 5,191 બેઠકો ખાલી રહી હતી અને પ્રવેશ ફાળવણી બાદ 39,979 વિદ્યાર્થીઓ પૈકી 36,607 વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા હતા. જ્યારે 3,372 બેઠકો ખાલી પડી હતી.

RTEના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે
  • પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા બાદ કુલ 8,563 બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરાઈ છે. અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 3 મે, 2024થી 8 મે, 2024 સુધીમાં RTEના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.

No comments:

Post a Comment