trends

Popular Posts

શિક્ષક ભરતી: સરકારી શાળાઓમા શિક્ષકોની ભરતી અને બદલી બાબત ન્યુઝરિપોર્ટ, શાળાઓમા થશે શિક્ષકોની મોટી ભરતી

 શિક્ષક ભરતી: સરકારી શાળાઓમા શિક્ષકોની ભરતી અને બદલી   બાબત ન્યુઝ રિપોર્ટ, શાળાઓમા થશે શિક્ષકોની મોટી ભરતી



શિક્ષક ભરતી: વિદ્યાસહાયક ભરતી: શિક્ષણ સહાયક ભરતી: સરકારના શિક્ષણવિભાગ દ્વારા ચાલુ વર્ષે TET અને TAT પરીક્ષાઓ લેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે ધોરણ 1 થી 5 મા શિક્ષક બનવા માટે TET-1 અને ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે TET-2 પરીક્ષાઓ પાસ હોવી જરૂરી છે. એ જ રીતે માધ્યમ્ક શાળાઓમા શિક્ષક બનવા માટે TAT1 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે TAT-2 પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. હવે TET અને TAT પરીક્ષાઓ પાસ ઉમેદવારો શાળાઓમા શિક્ષક ભરતી રાહ જોઇ રહ્યા છે. 

શિક્ષક ભરતી

  1. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજે ૮થી ૧૦ હજાર જેટલી જગ્યામાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણા વિભાગ તેમજ ઉચ્ચકક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાય છે. ભરતી પ્રક્રિયાના મેરીટમાં માત્ર ટેટ-ટાટના જ માર્કસને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ તેવી શકયતાઓ છે. જોકે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ માહિતી જાણવા મળી નથી.


  • સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળે રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરૂચી કસોટીના માળખામાં મોટો ફેરફાર કરી દ્વિ-સ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો. ટાટ-૧ અને ૨ આ બંન્ને પરીક્ષા દ્વિ-સ્તરીય પદ્ધતિ જ લેવામાં આવી. બીજી તરફ  પ્રવાસી શિક્ષક ની યોજના રદ્દ કરી  એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. જે હાલમાં ચાલી રહી છે..

  • જ્ઞાન સહાયક યોજનાના લીધે સંચાલકો તેમજ શિક્ષણ આલમમા એવી ચર્ચા ઉઠી છે કે, સરકાર હવે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે કેમ ? આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોચી છે. જેથી સરકાર દ્વારા અગાઉના શિક્ષણમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મજબ ૨૬૦૦ જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજુરી અપાઈ હતી. પ્રાથમિકમાં મંજુરી અપાઈ છે, પરંતુ હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ માગ ઉઠી હતી. શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરશે.
💥ગુજરાત માં કેટલી શિક્ષકો ની જગ્યાઓ ખાલી સરકારે વિધાનસભા માં જવાબ આપ્યો

બદલી htat ન્યૂઝ 

  • શિક્ષણમંત્રી એ એક સમારંભ માં જાન્યુઆરી માં એચ ટાટ ના નવા નિયમો બહાર પડશે .જુવો વિડીયો 

નવીન શિક્ષણ બાબતો


  • સ્કૂલોમાં પહેલીવાર ક્રેડિટ સિસ્ટમ:1200 કલાકના અભ્યાસ પર 40 પોઇન્ટ મળશે

  • આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 6 થી 12માં લાગુ કરવાની યોજના
  • એકેડેમિક, બેન્કમાં ક્રેડિટ જમા થશે, કોર્સ બદલવા પર ટ્રાન્સફર પણ થઇ શકશે




what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.. 

No comments:

Post a Comment