Raksha Bandhan Essay in Gujarati : 100 વૉર્ડ્સ
રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહીધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે. બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંલ્લો કરે છે અને ચોખા ચોટાડે છે. ત્યારપછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી.બાંધે છે. ગૉળ, સાકર કે મીઠાઈથી ભાઈબહેન એકબીજાનું મો મીઠું કરાવે છે. બહેન ભાઈને આશિષ આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનને ‘વીરપસલી’ પણ કહે છે.
પ્રાચીનકાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો. આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. કુંતામાતાએ કોઠાયુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને દક્ષિણા મેળવે છે. આમ, રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે.
રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે. માછીમારો અને સાગરખેડુ લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે. તેથી આ તહેવારને ‘નાળિયેરી પૂનમ’ પણ કહે છે.
રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે.
રક્ષાબંધન FAQ |
FAQ :
Q. રક્ષબંધાNનો તહેવાર ક્યારે આવે છે?
A. રક્ષાબંધન નો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે.
Q. રક્ષાબંધન વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?
A. રક્ષાબંધન આ વર્ષે તારીખ 30 ઓગસ્ટ 2023 ના રોજ છે.
Q. રક્ષાબંધન ઉજવવા પાછળનો હેતુ શું છે?
A. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની આનંદ ખુશી માટે ઉજવવામાં આવે છે.
Q. રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?
A. આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે.
રક્ષાબંધન 1 થી 3 | |
રક્ષાબંધન 4 થી 12 | |
નિબંધ ગુજરાતી | |
નિબંધ અંગેજી | |
નિબંધ હિન્દી | |
નિબંધ લેખન આયોજન | |
વર્ષા ઋતુ | |
15 ઓગસ્ટ | |
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રક્ષાબંધન વિશે નિબંધ એટલે કે Raksha Bandhan Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
0 Comments