વર્ષ-૨૦૨૩-૨૪ અન્વયે(EDN-2,સ્કૂલ ઓફ એક્ષલન્સના EAP માં આઇ.ઇ.સી કોમ્યુ.મોબી.) બે વાલી સંમેલન અને ડોકયુમેન્ટેશન કરવાની જોગવાઇ કરેલ છે.૧૫મી ઓગષ્ટ-૨૦૨૩ સ્વાતંત્ર્ય દિન અને ૨૬મી. જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક દિનનું આયોજન કરવાનું થાય છે. સમાજમાં જાગૃતિ તથા જન જાગૃતિના સંદર્ભમાં ગામના આગેવાન નાગરિકો, કેળવણીકારો, શાળામાં ભણતા બાળકોને તથા વાલીઓને માહિતગાર કરવાના રહેશે. શાળાના વિકાસમાં જેટલો રસ ધરાવશે તેટલી શાળા વધારે સુવિધા થી સમૃધ્ધ બનશે. ઉપરાંત ગામના તમામ બાળકોને શાળામાં શિક્ષણ માટે નિયમિત મોકલશે અને ગુણવત્તાયુકત શિક્ષણની અનિવાર્યતા સમજશે. પરિણામે શાળા ધ્વારા સારા નાગરિકોનું ઘડતર થશે. વાલી જાગૃત હશે, તો જ બાળકોને નિયમિત શાળાએ મોકલશે આ સંદર્ભમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ K.G.B.V.માં વાલી સંમેલનનું આયોજન કરવા આથી જણાવવામાં આવે છે.
આ પણ વાંચો :
MY WEBSITE | |
FECEBOOK |
એસ.એમ.સી/કે.એમ.સીના સભ્યો ઉપરાંત શાળામાં ભણતાં અન્ય બાળકોના વાલીઓ, કે જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યકિતઓ,ગામના રોલ મોડેલ સમાન વ્યકિતઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યકિતત્વ ધરાવતા કેળવણીકારો.
પ્રથમ સત્રમાં તમામ એસ.એમ.સી/કે.એમ.સી.માં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વાલી સંમેલન કરવાનું રહેશે.બીજા સત્રના વાલી સંમેલનમાં તમામ એસ.એમ.સીમાં ૨૬મી.જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક દિન નિમિત્તે “ દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમની ઉજવણી કરવાની રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ગામમાં જેટલી દીકરીઓનો જન્મ થયો હોય તેટલી દીકરીઓ અને તેમના માતા પિતાને અને ગામમાં સૌથી વધારે જે દીકરી ભણેલ હોય અને હાલ ગામમાં રહેતી હોય તેવી દીકરીને અને તેમના માતા પિતાને ગામની શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે સન્માનપત્ર દીકરીને શાળા કક્ષાએ બોલાવી પ્રથમ હરોળમાં બેસાડી તેમનું સન્માન કરવું અને સ્મૃતિ ચિહ્ન આપવું.તેમજ ગામની સૌથી ભણેલી દીકરીને મુખ્ય અતિથિ બનાવી તેની પાસે ધ્વજવંદન કરાવવું.જેમાં CwSN દીકરી જો ગામમાં હોય તો પ્રથમ પસંદગી આપવી.
એક વાલી સંમેલનના રૂ.૩૦૦/- એમ (૧ વાલી સંમેલનના સરભરા ખર્ચ રૂ.૨૦૦/ અને ડોકયુમેન્ટેશનના રૂ.૧૦૦/-)મંજુર થયેલ છે.જેથી આમ બે વાલી સંમેલનના તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા કે.જી.બી.વીમાં શાળા દીઠ રૂ.૬૦૦/-ખર્ચ કરવાનો રહેશે. ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમની જાણ જેતે સમયે કરવામાં આવશે અને અત્રેની પત્ર પાઠવવામાં આવશે. આ ખર્ચ (EDN-2,સ્કૂલ ઓફ એક્ષલન્સના EAP)હેઠળ ઉધારવાનો રહેશે.આ અંગેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી એસ.એમ.સી/કે.એમ.સીમાં PFMS થી જમા થાય તે રીતે કાર્યવાહી કરવા ડી.પી.સીશ્રીઓ અને શાસનાધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે.
1. વાલી સંમેલન માટે જીલ્લા કક્ષાએથી સુચારુ આયોજન તથા મોનીટરીંગ કરાવવાનું રહેશે.
2. જે વાલી સંમેલન થાય તેની વિગતવાર નોંધ રાખવી અને વિઝીટબુકમાં સહીઓ લેવી તથા ડોકયુમેન્ટેશન કરાવવાનું રહેશે.
3. વાલી સંમેલનમાં જે સુચનો થયા હોય તેનું સત્વરે અમલીકરણ થાય તે ખાસ જોવાનું રહેશે. 4. વાલી સંમેલનનો સમય ગામના આગેવાનો તેમજ વાલીઓને અનુકૂળ હોય તેવો રાખવાનો રહેશે.
5. વાલી સંમેલનનું પત્રક (જિલ્લાનું એકંદરીકરણ પત્રક)આ સાથે તૈયાર કરી સામેલ રાખેલ છે.જેમાં માહિતી તેમજ ફોટોગ્રાફ્સ અત્રેની કચેરીએ રજુ કરવા જણાવવામાં આવે છે.
Q.1વાલી સંમેલન ક્યારે, અને વર્ષ માં કયા કયા દિવસે સરકારી શાળા માં હોય છે?
ANS વાલી સંમેલન દર વર્ષ 2 હોય છે.
1. 15 મી ઓગસ્ટ
2. 26 મી જાન્યુઆરી
Q. 2 વાલી સંમેલન માટે કેટલી ગ્રાન્ટ મળે છે?
ANS.વાલી સંમેલન માટે 300 રૂપિયા ગ્રાન્ટ મળે છે
0 Comments