બાલવાટિકા ધોરણ 1 -2ના વિદ્યાર્થી દીઠ સ્લેટ અને સ્લેટપેનના પેકેટ ની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત.

Gujrat
By -
0

બાલવાટિકા ધોરણ 1 -2ના વિદ્યાર્થી દીઠ સ્લેટ અને સ્લેટપેનના પેકેટ ની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત.

શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન - (FLN) HI2 National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy - NIPUN BHARAT મિશન લોન્ચ કરવામાં આવેલ છે. નવી શિક્ષણ નીતિ- 2020 મુજબ નિપુણ ભારતના વિઝન અનુસાર વર્ષ:2026-27 સુધીમાં ધોરણ-2 સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેનું યોગ્ય વાતાવરણ નિર્માણ કરવાનું છે.



  • બાળકોને અભ્યાસક્રમના ભાગરૂપે વર્ગકાર્ય દરમ્યાન જરૂર પૂરતી લેખનની તક આપે છે. પરંતુ બાળકોને વર્ગકાર્ય દરમ્યાન વારંવાર શ્રુતલેખન, અનુલેખન અને જાતે કશુક લખવા માટેની જરૂરીયાત ઉભી થાય ત્યારે લેખન માટેની હાલની સામગ્રી સિવાય લેખન માટેની અન્ય સાધન-સામગ્રી આપવી ઉચિત જણાય છે. 
  • પાયાના શિક્ષણમાં સચોટતા માટે બાળકો જે-જે બાબતો વર્ગકાર્ય દરમ્યાન શીખે છે તેનો જાતે મહાવરો કરવા માટે પ્રેરાય અને વર્ગ અભ્યાસમાં દરેક બાળકો સમાન સ્તરે લેખનકાર્યમાં જોડાઈ શકે તે માટે સ્લેટ (પાટી) આપવી જરૂરી જણાય છે. સ્લેટ દ્વારા બાળકો શાળામાં અને ઘરે બંને જગ્યાએ પોતાની જાતે લેખનનો મહાવરો કરી શકે તેવી સુવિધા પુરી પડવાની તકો જણાય છે.


  • લેખનનો મહાવરો ચિત્રો સાથે શરુ કરીને આગળ જતાં અંકો, સંખ્યાઓ, મૂળાક્ષરો, શબ્દો અને સાદા વાક્યોનું અનુલેખન, શ્રુતલેખન અને સ્વયં લેખન કરે તે માટે સ્લેટ ઉત્તમ સાધન-સામગ્રી જણાય છે. વર્ગમાં બાળકદીઠ સ્લેટ આપીને તેમની લેખન સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવો જરૂરી જણાય છે. વર્ષોથી ખૂબ સારી રીતે નીવડેલ ઉપકરણ છે તેમજ પર્યાવરણ જાળવણી સંદર્ભે પણ ઉપકારક રહેશે.


Nipun Bharat Mission (FLN) અંતર્ગત બાળકો નિયત કરેલ લક્ષ્યો પ્રાપ્ત કરી શકે તે માટે વર્ગમાં શીખવાશીખવવા માટેની સહાયક સામગ્રી આપવા સંદર્ભે ધોરણ :1 અને 2ના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે વિદ્યાર્થીદીઠ સ્લેટ અને સ્લેટપેનની ખરીદી માટે સરકારી પ્રાથમિક શાળાઓને ધોરણ :1-2ના વર્ગોની વિદ્યાર્થી સંખ્યાને આધારે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબતે નિર્ણય થયેલ છે.


સ્લેટ

સ્લેટ મિનીમમ સ્પેસીફીકેશન સાઇઝ : 9 ઇંચ X11 ઇંચ (ફ્રેમ સાથે) લાકડા અથવા પ્લાસ્ટીકની ફ્રેમ, સારી ગુણવત્તાવાળી, લાંબા સમય સુધી ઉપયોગ લેવાય તેવી અને મણકા કે લીટા/ખાના વગરની સ્લેટ પેન પેકેટ પ્રતિકાત્મક ચિત્ર 1 નંગનો મહત્તમ ભાવ ર 75 × 10

સ્લેટ પેન માટે સૂચનાઓ :grant 

  • 1. શાળાએ ધોરણ : 1 અને 2ના તમામ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ એક સ્લેટ અને 1 પેકેટ સ્લેટપેનની ઉક્ત સ્પેસિફીકેશન મુજબ જ ખરીદી કરવાની રહેશે.
  • 2. સ્લેટ અને સ્લેટપેનના પેકેટ માટે વિદ્યાર્થી દીઠ ર 85/- ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. આ ગ્રાન્ટમાંથી ઉપર જણાવેલ સ્પેસીફીકેશન અને મહત્તમ ભાવની મર્યાદામાં ખરીદી કરવાની રહેશે.
  • ૩. સ્લેટ લાકડા અથવા પ્લાસ્ટીકની ફ્રેમવાળી જ ખરીદવાની રહેશે.
  • 4. સ્લેટની અંદરનો લખવાનો ભાગ સંપૂર્ણપણે સારી ગુણવત્તાવાળો, લાંબા સમય સુધી ઉપયોગ લેવાય તેવો અને મણકા કે લીટા/ખાના વગરનો હોવો જોઇએ.
  • 5. સ્લેટનો ખૂણો ધારદાર કે વિદ્યાર્થીને ઇજા પહોંચે તેવો ન હોય તેની ખાસ કાળજી લેવી.
  • 6. વિદ્યાર્થી દીઠ સ્લેટપેનનું 1 પેકેટ આપવાનું રહેશે.

માર્ગદર્શક સૂચનાઓ :

  • 👉1. ઉક્ત ગ્રાન્ટની રકમ સંબંધિત શાળાઓને ફાળવવાની રહેશે. 
  • 👉2. ખરીદી શાળા કક્ષાએ સ્કુલ મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવાની રહેશે. 
  • 👉3. સ્લેટ ધોરણ :1-2ના વર્ગોમાં શૈક્ષણિક અને લેખન પ્રવૃત્તિમાં વધુમાં વધુ તેમજ કાળજીપૂર્વક ઉપયોગ થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. 
  • 👉4. સ્લેટના સ્પેસીફીકેશન મિનીમમ છે એટલે કે આ સ્પેસીફીકેશન કરતાં વધુ ગુણવત્તાવાળા સ્પેસીફીકેશન કે મોટી સાઇઝની સ્લેટ માર્ગદર્શિકામાં જણાવેલ મહત્તમ ભાવની મર્યાદામાં ખરીદી કરી શકાશે.

  • 👉5. સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રીએ તમામ શાળાઓમાં ખરીદવામાં આવેલ સ્લેટની સ્પેસીફીકેશન મુજબ








what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.

ALSO READ :














Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!