trends

Popular Posts

Saving Interest Rate: બચત કરવા માંગતા હોય તો કરો આ 10 સરકારી યોજનામા રોકાણ, મળશે વધુ વળતર


    Saving Interest Rate: Post Saving Interest Rate: દરેક લોકો નાની બચત તો કરતા જ હોય છે. અને આ બચતનુ તેને યોગ્ય સારૂ વળતર મળે તે રીતે રોકાણ કરવા ઇચ્છતા હોય છે. નાની બચત નુ રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે પોસ્ટની બચત યોજનાઓ એ એક ખૂબ સારો વિકલ્પ છે. પોસ્ટની બત યોજનાઓ મા નાની બચત યોજનાઓ પર ખુબ સારુ વળતર મળી રહે છે. આજે આપણે આ પોસ્ટમા આવી જ કેટલીક પોસ્ટની સારી બચત યોજનાઓની માહિતી મેળવીશુ જેમા ખુબ સારુ વળતર હોય છે.

     Saving Interest Rate

    જો તમે પણ રેગ્યુલર તમારી આવકમાથી બચત કરતા હોય અને તેનુ ક્યાય સારુ વળતર મળે તે રીતે સલામ્ત જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય તો અન્ય જોખમી જગ્યાએ રોકાણ કરવાને બદલે કોઈ સારી સરકારી યોજનાઓમા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબીત થશે. આજે અમે તમને સરકાર દ્વારા ચલાવવામાં આવતી 10 નાની બચત યોજનાઓ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય  જનતા માટે અનેક પ્રકારની બચત યોજનાઓ ચલાવવામા આવે છે.

    આ પણ વાંચો : GOVERNMENT SCHEMESPost Office Akasmat Vima Yojana 2023 | પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2023: ₹ 299 માં 10 લાખનું વીમા કવચ. આજે જ અરજી કરો.

    આ બચત યોજનાઓ પર માસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક એક નિશ્ચિત રકમનું રોકાણ કરીને લાંબા ગાળે મોટું ફંડ ઉભુ કરી શકો છો. જે લાંબાગાળાના આયોજનમા તમારા ભાવિ મોટા ખર્ચાઓને કવર કરવા માટે ખુબ જ સારો વિકલ્પ છે. આ યોજનાઓ મા થી થતી વ્યાજની આવક પર રોકાણકારોને કર મુક્તિનો લાભ પણ મળે છે.

    સરકારે હાલ બચત યોજનાઓમા એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરોમાં 70 bps (બેઝિસ પોઈન્ટ્સ) સુધીનો વધારો જાહેર કર્યો છે. સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાનવિકાસ  પત્ર જેવી યોજનાઓનો લાભ મળશે. તો બધા વ્યાજ દર વિષે જોઈએ .

    આ પણ વાંચો :IPPB Group Accident Guard Policy : માત્ર રૂપિયા 399માં 10 લાખનો વીમો, જુઓ સંપૂર્ણ માહિતી

    Post Saving Interest Rate

    • સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ વ્યાજદર: આ યોજના (SCSS) પર અગાઉ વ્યાજ દર 8% મળતો હતો તે હવે વધારીને 8.2%. કરવામા આવ્યો
    • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ વ્યાજદર:આ યોજના (NSC) પર વ્યાજ દર 7% હતો જે હવે વધારીને 7.7%
    • કરવામાં આવ્યો છે.
    •  સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજદર: આ યોજના (SSY) પર વ્યાજ દર 7.6 થી વધારીને 8%. કરવામાં આવ્યો છે. 
    •  કિસાન વિકાસ પત્ર વ્યાજદર આ યોજના (KVP) પર વ્યાજદર અગાઉ 7.2 (120 મહિના) હતો જે વધારીને 7.5 (115 મહિના) કરવામાં આવ્યું છે. 
    • પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પર વ્યાજ દર 7.1% થી વધારીને 7.4% કરવામાં આવ્યો.
    • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વ્યાજદર: આ યોજના પર વ્યાજ દર 7.1%. છે. 1 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.6% થી વધીને 6.8% થયો છે.
    • 2-વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.8% થી વધીને 6.9% થયો છે.
    • 3 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.9%થી વધી 7% થયો છે .
    •  5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 7% થી વધીને 7.5% થયો.


    અગત્યની લીંક


    No comments:

    Post a Comment