nmms શબ્દ નું અવેજીકરણ

teaching

nmms શબ્દ નું અવેજીકરણ




👉શબ્દ નું અવેજીકરણ  


આ પ્રકરણમાં પ્રથમ શબ્દનું અવેજીકરણ કરીને તેને  બીજા નામે બોલાવવામાં આવે છે.તેવી જ રીતે બીજા શબ્દનું અવેજીકરણ કરીને બીજા નામે બોલાવવામાં આવે છે.આ રીતે ક્રમશ શબ્દનું અવેજીકરણ થાય છ. અને અંતમાં આખા પ્રશ્ન માં છેલ્લે જે શબ્દો માટે પૂછ્યું છે તે શબ્દને કયું  અવેજીકરણ નામ આપેલ છે તે કહેવાથી પ્રશ્નો જવાબ મળે છે.અર્થાત  શબ્દનું અવેજીકરણ થાય છ


ઉદાહરણ =

 જો ઉંદરને  બિલાડ, બિલાડી ને કૂતરો ,કુતરા ને બકરી, બકરી ને ગધેડો અને ગધેડા ને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ ભસે છે?


(A) બકરી   (b) કૂતરો  (C) ઉંદર  (d) બિલાડી

👉સમજૂતી


 👫ઉંદર શબ્દનું અવેજીકરણ =બિલાડી


👫 બિલાડી શબ્દનું અવેજીકરણ= કૂતરો


 👫કૂતરો શબ્દનું અવેજીકરણ= બકરી


 👫બકરી શબ્દનું અવેજીકરણ= ગધેડો


 👫ગધેડા શબ્દનું અવેજીકરણ= ઘોડો


 આપેલા પ્રાણીઓમાંથી કૂતરું ભસે છે અર્થાત્ કુતરા શબ્દનું અવેજીકરણ બકરી થશે એટલે બકરી નો મતલબ કૂતરો થાય.


👉સહેલા  પ્રશ્નો 

Q  1..જો આકાશ ને  ચા, ચા ને પાણી ,પાણી ને હવા ,હવા  નદી, નદી ને તળાવ કહેવામાં આવે તો મહેમાનો ને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો?


(1). આકાશ       (2) . પાણી    ( 3)  .  હવા   (4).  ચા  


  .Q 2 ..જો સફેદ ને  વાદળી, વાદળી ને લાલ ,લાલા ને પીળો ,પીળા ને લીલો ,લીલા ને કાળો કાળા ને પર્પલ  , પર્પલ ને  ઓરેન્જ કહેવામાં આવે તો લોહી નો રંગ કેવો હોય?

(1).    વાદળી    (2) . લાલ     ( 3)  . પીળો   (4).  લીલો 

 Q  3 જો બુક ને  ઘડિયાળ, ઘડિયાળ ને દફ્તર      દફ્તર ને શબ્દકોશ, શબ્દકોશ ને બારી કહેવામાં આવે તો બુક ભરવા માટે શેનો ઉપયોગ થાય છે?

(1).    ઘડિયાળ,     (2) .દફ્તર     ( 3)  શબ્દકોશ.   (4).  બારી 

 Q  4 જો ગાંધીજીને જવાહરલાલ નહેરુ જવાહરલાલ નેહરુ ને  ઇન્દિરા ગાંધી ઈન્દિરા ગાંધીને   ડોક્ટર ભીમ રાવ આંબેડકર અને ડોક્ટર ભીમ રાવ આંબેડકરને  ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કહેવામાં આવે તો ભારતીય ચલણ પર કોનો ફોટો છાપવામાં આવે છે?

(1).   ગાંધીજી      (2) .  જવાહરલાલ નહેરુ    ( 3)ભીમ રાવ આંબેડકર    (4).  ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ


 Q 5 જો ઘડિયાર ને ટેલિવિઝન, ટેલિવિઝન ને રેડિઓ , રેડિઓ  ને  ઓવન, ઓવન ને મિકસર અને મિક્સચર ઇસ્ત્રી કહેવામાં આવે તો સ્ત્રીઓ ખોરાકને ગરમ કરવા માટે શેનો ઉપયોગ કરે છે?

(1).  રેડિઓ     (2) . ઓવન   ( 3) ઇસ્ત્રી     (4).  મિકસર

 Q  6  જો ગામડાને તાલુકો ,તાલુકા ને  જિલ્લો ,જિલ્લા ને  રાજ્ય, રાજ્ય ને દેશ,  દેશ ને  વિદેશ કહેવામાં આવે તો નીચેનામાંથી ગુજરાત શું છે?

(1).     દેશ   (2) તાલુકો .  ( 3)  વિદેશ    (4).  જિલ્લો 

 Q 7 જો વિઝન ને  નવોદય, નવોદય ને  pse   PSE ને NMMS,, NMMS ને NTSE. અને NTSE ને સ્કોલરશીપ  કહેવામાં આવે તો ધોરણ 10 માં આવતી શિષ્યવૃત્તિ પરીક્ષા ને શું કહેવામાં આવે છે?

(1).     pse    (2) nmms   ( 3)  ntse    (4).સ્કોલરશીપ   



👉જવાબો 

QUESTION 1 =   પાણી  QUESTION 2 = પીળો   QUESTION 3 = શબ્દકોશ

QUESTION 4 = જવાહર નહેરુ  QUESTION 5= મીક્સસર   QUESTION 6 =   દેશ QUESTION 7= સ્કોલરશીપ   

Post a Comment

0 Comments

Close Menu