Hot Posts

Popular Posts

BLO (Booth Level Officer) જાણી લો શિક્ષકો કયા વિભાગના સરકારી ઓફિસરોને કરવી પડશે ચૂંટણીની કામગીરી

Big Decision : 3 વર્ષ કે તેથી વધુ સમય જે શિક્ષકોએ BLOની કામગીરી કરી હોય તેમને આ કામમાંથી મુક્ત કરવા ચૂંટણી આયોગનો આદેશ,,, તલાટીઓ અને મધ્યાહન ભોજન કર્મચારીઓ સહિત 12 કેડરના કર્મચારીઓ સંભાળશે BLOની કામગીરી,,,   

ચૂંટણી કામગીરીમાં રોકાયેલા BLO (Booth Level Officer) અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી આયોગે બૂથ લેવલ ઓફિસરની કામગીરી અંગે સૂચના આપી છે. શિક્ષકો સહિત 12 કેડરોને BLOની કામગીરી સોંપવા આદેશ આપ્યો. તલાટી, મધ્યાન ભોજન, અન્ય કર્મીઓને કામ સોંપવા આદેશ કરાયો. સાથે જ 3 વર્ષથી વધુ BLO કામગીરી કરનારને મુક્તિ આપવા આદેશ કરાયો.


BLO ભારતના ચૂંટણી આયોગ, દિલ્લીની માર્ગદર્શન 

બુથ લેવલ ઓફિસરની નિમણુક અંગે ભારતના ચૂંટણી આયોગ, દિલ્લીની માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી તરફથી તમામ કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને આદેશ અપાયા. બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકો ઉપરાંત અન્ય 12 કેડર, જેમાં તલાટી, મધ્યાહન ભોજન તેમજ સ્થાનિક કર્મચારીઓ પાસેથી કરાવવા આદેશ કરાયો છે. સાથે જ શિક્ષકોને BLO ની કામગીરી ઓછામાં ઓછી આપવા સૂચના આપી.


    WhatsApp ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    Telegram ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    YouTube Channel Subscribe કરવા

    અહીં ક્લિક કરો

    Google News પર Follow કરવા

    અહીં ક્લિક કરો

    Facebook Page Like કરવા

    અહીં ક્લિક કરો

    સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

    NEWS FECT NEWS .IN

    GUJRATI HELP TO HELP

    BLO ની નિમણુંક માટે માત્ર જિલ્લા તેમજ તાલુકા શિક્ષણ અધિકારી સિવાય તાલુકા તેમજ જિલ્લાની અન્ય કચેરીના અધિકારીઓ પાસેથી કર્મચારીઓની માહિતી પણ મેળવવાની રહેશે. 3 વર્ષથી વધુ કામગીરી કરી હોય તેમને BLO ની કામગીરીમાંથી મુક્તિ આપવા તાત્કાલિક હુકમ કરાયા. BLO તરીકે અલગ અલગ કેડરના કેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, તેની માહિતી પણ મુખ્ય નિર્વાચન કચેરી તરફથી માંગવામાં આવી. 

    ઉલ્લેખનીય છે કે, બુથ લેવલ ઓફિસરની નિમણુક અને કામગીરી માટે શિક્ષક સંગઠનો દ્વારા અન્ય 13 કેડરને કામગીરી સોંપવા, શિક્ષકોને ઓછામાં ઓછા સૂચિત કરવા, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને મુક્તિ આપવા, કામગીરી રોટેશન મુજબ આપવા, ભથ્થું વધારવા, 50 વર્ષ કરતા વધુ ઉંમરના કર્મીઓને કામગીરી ના સોંપવા તેમજ BLO ની કામગીરી અન્ય એજન્સી તેમજ બેરોજગારો પાસેથી કરાવવા માગ કરાવી  રહી છે. 

    ચૂંટણી આયોગ પત્ર પ્રસ્તાવના 


     ભારતનાં ચૂંટણી આયોગ, નવી દિલ્હીની તા.૦૪/૧૦/૨૦૨૨ના પત્ર ક્ર:23/BLO/2022-ERSથી આપવામાં આવેલ સુચના અન્વયે અત્રેના તા.૨૨/૧૦/૨૦૨૨ના પત્ર ક્ર:ઇએલસી/૧૦૨૨/ ૪૨૬૫/છથી સર્વે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓને બી.એલ.ઓ.ની નિમણૂંક, ફરજો અને જવાબદારીઓ વગેરે બાબતે વ્યાપક સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે.


    ચૂંટણી આયોગ ને સંઘ રજૂઆત 


    બુથ લેવલ ઓફિસરોની નિમણૂંક અને કામગીરી બાબતે વિવિધ શિક્ષક સંગઠનો/સંઘો/મંડળો દ્વારા બી.એલ.ઓ.ની ફરજો અન્ય ૧૩ જેટલી કેડરના કર્મચારીઓ/અર્ધ સરકારી કર્મચારીઓને પણ કામગીરી સોંપવા અને શિક્ષકોને ઓછામાં ઓછા સુચિત કરવા બાબતે, બી.એલ.ઓ.ની ફરજો રોટેશન મુજબ આપવા બાબતે, બી.એલ.ઓ.ની ફરજોમાંથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને મુક્તિ આપવા બાબતે, બી.એલ.ઓ.ની કામગીરી અન્ય એજન્સીઓ મારફતે કે બેરોજગાર યુવકો પાસે કરાવવા બાબતે, ૫૦ વર્ષ કે તેથી વધુ વયની વ્યકિતઓને બી.એલ.ઓ.ની કામગીરી ન સોંપવા બાબતે, બી.એલ.ઓ.ની કામગીરીનું ભથ્થું વધારવા બાબતે રજુઆતો મળેલ છે.


    ચૂંટણી આયોગ પત્ર ની સૂચનાઓ 


    આથી, વિવિધ સંગઠનોના પ્રશ્નો નિવારી શકાય તે માટે મળેલ રજુઆતો બાબતે નીચેના મુદ્દાઓ મુજબ કાર્યવાહી કરવા વિનંતી છે.

    💥ભારતના ચૂંટણી પંચની તા.૦૪.૧૦,૨૦૨૨ના પત્ર તથા અત્રેના તા.૨૨,૧૦,૨૦૨૨થી આપેલ સુચના મુજબ બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકો ઉપરાંત અન્ય ૧૨ કેડરો (જેમકે તલાટી, મધ્યાહન ભોજન કર્મચારી વગેરે), મહદઅંશે સ્થાનિક કક્ષાના કર્મચારીઓ પાસેથી પણ કરાવવી જોઇએ. વધુમાં ઉક્ત સુચનામાં શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાં ઓછામાં ઓછા સુચિત કરવા જોઇએ તેમ જણાવેલ છે, તેનું નિશ્ચિતપણે પાલન કરવું જોઇએ.

     💥બી.એલ.ઓ.ની નિમણૂંકો કરવા સમયે ફક્ત જિલ્લા/તાલુકા શિક્ષણ અધિકારીઓ પાસેથી જ માહિતી માંગવામાં આવે છે તે મુજબની રજુઆતો મળેલ છે. જેથી આગામી નિમણૂંક પહેલાં તાલુકા/જિલ્લાની અન્ય કચેરીઓ પાસેથી પણ કર્મચારીઓની વિગતો મેળવવી.

    💥ઘણાં બી.એલ.ઓ. દ્વારા ત્રણ વર્ષથી વધારે સમય કામગીરી કરેલી હોવા છતાં અત્રેની કચેરી સુધી મુક્તી માટેની રજુઆતો આવે છે. આથી ત્રણ વર્ષથી વધારે સમય કામગીરી કરેલી હોય તેવા બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્તી અંગેની રજુઆતો અન્વયે તુર્ત જ કાર્યવાહી કરવી જોઇએ.

    💥 બી.એલ.ઓ.ની નિમણૂંક અને કામગીરી સ્ટ્રિમલાઇન થાય તે માટે ભારતના ચૂંટણી પંચની તા.૦૪,૧૦,૨૦૨૨ તથા અત્રેના તા.૨૨.૧૦.૨૦૨૨ ના પત્રોથી આપેલ સુચનાઓ મુજબ કામગીરી કરવામાં આવે તેમ સર્વે DEOડએ સુનિશ્ચિત કરવું જોઇએ.

    💥વધુમાં, હાલમાં બી.એલ.ઓ. તરીકે અલગ-અલગ કેડરના કેટલાં કર્મચારીઓ ફરજો બજાવી રહ્યા છે, તેની માહિતી અત્રેની કચેરીને મળી રહે તે માટે બિડાણમાં સામેલ પત્રક મુજબની માહિતી તા.૧૯/૦૮/૨૦૨૩ સુધીમાં મોકલી આપવા આજ્ઞાનુસાર વિનંતી છે.

    BLO FAQ


    Q. કયા વિભાગ ના કર્મચારી blo તરીકે કામ કરે છે?

    Ans  ગુજરાત માં શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ કર્મચારી વધુ કામ કરે છે.

    2. બીજા કયા એવા વિભાગ છે જ્યાં blo કામગીરી આપી શકાયઃ?

    પંચાયત વિભાગ ના તમામ વિભાગ ને આ કામગીરી આપી શકાયઃ, આરોગ્ય, તલાટી, મધ્યાહન આંગણવાડી વિગેરે 

    Disclaimer

    WWW.GUJRATEDU.NET વેબસાઈટ નો કોઈપણ સરકારી સંસ્થા સાથે સંબંધ નથી. ગુજરાત સરકારની શિક્ષણ સંબંધિત સત્તાવાર વેબસાઈટ http://gujarat-education.gov.in/ છે. અમે કોઈપણ સરકારી સંસ્થા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા નથી. અમારી વેબસાઈટ ઉપર તમને શિક્ષણ, નોકરી, યોજના, મનોરંજન ને સંબંધિત માહિતી જાણવા મળશે.

    No comments:

    Post a Comment