પ્રકરણ-૧૦ પેન્શન યોજના, કુટુંબ પેંશન અને અશક્તતા માટે ની ગુજરાતી સમજ


👉પેંશન ની સરળ પ્રેકટીકલ સમજ pdf downlod 

👉પેંશન ની પુસ્તિકા downlod 

👉આ વિડીયો જુવો કયો વિકલ્પ લેવો તે સમજ માં આવશે

Clik here 

 

👉કુટુંબ પેન્શન યોજના કોરું ફોર્મ પીડીએફ

અહીંયા ક્લીક કરો 


👫*કુટુંબ પેન્શન યોજના ભરેલ ફોર્મ નમૂનો

અહીંયા ક્લીક કરો 


👉કુટુંબ પેન્શન યોજનાં ફોર્મ કેવી રીતે ભરવું નમૂનો
પ્રકરણ-૧૦ પેન્શન યોજના,

👫 મારી સાથે જોડાશો અહીંયા થી જોડાઓ 

👉શું તમે આ pdf અને આ પત્ર ડાઉનલોડ કરવા માંગો છો CLIK HERE .

👪 કોને લાગુ પડે : આ પ્રકરણની જોગવાઈઓ નીચેનાઓને લાગુ પડશે -

 • 👉પેન્શનપાત્ર મહેકમમાં તા. ૧-૬-૭૧ ના રોજ અગર તે બાદ નોકરીમાં દાખલ થયેલ સરકારી કર્મચારીને, જે
 • 👉સરકારી કર્મચારી તા. ૧-૬-૭૧ ના રોજ નોકરીમાં હોય અને જેમણે કુટુંબ પેન્શન યોજના, ૧૯૭૨ નો વિકલ્પ સ્વીકાર્યો હોય તેવા સરકારી કર્મચારીઓને, અને
 • (ગ) આ નિયમોના પ્રારંભ પહેલાં અવસાન પામનાર સરકારી કર્મચારીના કે પેન્શનરના તમામ કુટુંબ પેન્શનના પડતર કિસ્સાઓનું નિયમન, જે તે સંદર્ભિત સમયે અમલી હોય તેવા નિયમો / હુકમો મુજબ કરવામાં આવશે.
 • ૮૮. આ પ્રકરણમાં વાપરેલ શબ્દો : આ પ્રકરણના હેતુ માટે -

👉Also read  કુટુંબ પેંશન ની સર્વિસ બુક નોંધ 

PDF 


શિક્ષણ ની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માં પાસ થવા માટે
નીચે શિક્ષણ ની યોજના ઓ ની સચોટ માહિતી આપવામાં આવી છે.

MOST IMPORTANT. 

(2) વિદ્યા દીપ યોજના 2


(4) નિપુણ  bharat FLN અને શાળા સિદ્ધિ

પ્રાથમિક શિક્ષણ નું પેઝ


(ક) સરકારી કર્મચારીના સંદર્ભે ‘‘કુટુંબ’’ એટલે -

 • (૧) (૨) સરકારી કર્મચારીનું લગ્ન નિવૃત્તિ પહેલાં થયું હોય કે ત્યારપછી થયું હોય તો પણ, પુરૂષ સરકારી કર્મચારીના કિસ્સામાં પત્ની અને મહિલા કર્મચારીના કિસ્સામાં પતિ; સરકારી કર્મચારીએ નિવૃત્તિ પહેલાં લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં અદાલતના હુકમથી છૂટા પડેલ પત્ની કે પતિ;
 • (૩) નિવૃત્તિ પહેલાં કાયદેસર દત્તક લીધેલ હોય તેવા પુત્ર અને પુત્રી સહિતના, અને નિવૃત્તિ પછી કરેલ લગ્નથી નિવૃત્તિ બાદ જન્મેલા પુત્ર અથવા પુત્રી સહિતના, પચીસ વર્ષની ઉંમરે નહિ પહોંચેલા અપરિણીત પુત્ર કે પુત્રી.
 • (૪) અવસાન પામેલ સરકારી કર્મચારી તેના અવસાનના સમયે, તેની પાછળ વિધવા કે બાળક મૂકી ગયેલ ન હોય, તો તે / તેણીની હયાતી દરમ્યાન તે / તેણી ઉપર પૂર્ણતઃ આશ્રિત હોય તેવા માતા-પિતા.

PDF 


👫Also read  કુટુંબ પેંશન ની સર્વિસ બુક નોંધ 

 • ) ‘‘પગાર’’ એટલે સરકારી કર્મચારી જ્યારે નોકરીમાં હતા ત્યારે નિવૃત્તિ કે અવસાન વખતે તેણે આકારેલ મૂળ પગાર.
 • ૮૯. સરકારી કર્મચારીએ તેના કુટુંબની વિગતો પૂરી પાડવા બાબત : (૧) (૧) સરકારી કર્મચારી જ્યારે સરકારી નોકરીમાં દાખલ થાય, ત્યારે જો તે ખાતાના વડા હોય તો પગાર અને હિસાબી અધિકારીને, રાજપત્રિત અધિકારી હોય તો ખાતાના વડાને અને જો બિનરાજપત્રિત કર્મચારી હોય તો કચેરીના વડાને તરત જ તેણે નમૂના-૧૩ માં તેના કુટુંબની વિગતો પુરી પાડવી પડશે.
 • (૨) જો સરકારી કર્મચારીને કુટુંબ ન હોય, તો કુટુંબ પ્રાપ્ત થતાં તરત જ તેણે નમૂના-૧૩ માં વિગતો પુરી પાડવી પડશે.
 • (૨) સરકારી કર્મચારીએ પગાર અને હિસાબી અધિકારીને, ખાતાના વડાને અથવા પથાપ્રસંગ, કચેરીના વડાને તેના કુટુંબના કદમાં થતા અનુગામી ફેરફાર તથા તેના સંતાનના લગ્ન અંગેની હકીકતોની જાણ કરવી પડશે.
 • (૩) ઉક્ત નમૂનો-૧૩ મળતાં, પગાર અને હિસાબી અધિકારી, ખાતાના વડા કે કચેરીના વડા તેને સંબંધિત સરકારી કર્મચારીની સેવાપોથીમાં ચોંટાડી દેશે અને તે નમૂનો-૧૩ ની મળ્યાની તથા સરકારી કર્મચારી સાથે આ બાબતે વધુ થયેલ
 • ૪) સરકારી કર્મચારીએ તેના કુટુંબના કદમાં થયેલ ફેરફારોની માહિતી અંગેનો કરેલ પત્રવ્યવહાર મળતાં, પગાર અને હિસાબી અધિકારી કે ખાતાના વડા યથાપ્રસંગે, કચેરીના વડાએ તરત જ તેવા ફેરફારની માહિતીનો નમુના-૧૩ માં સમાવેશ કરી લેવો પડશે.
 • ૯૦. કુટુંબ પેન્શનની રકમઃ (૧)(૧)સરકારી કર્મચારી ચાલુ નોકરીમાં અવસાન પામે, ત્યારે તેના કુટુંબને કર્મચારીના અવસાન પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા તે કર્મચારી હયાત હોત અને જે તારીખ પાસંઠ વર્ષની ઉંમરે પહોંચ્યા હોત તે તારીખ સુધી, બેમાંથી જે તારીખ વહેલી હોય તે તારીખ સુધી, છેલ્લા આકારેલા પગારના પચાસ ટકાના દરે, કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે.
 • (૨) સરકારી કર્મચારીના નિવૃત્તિ પછીના અવસાનના કિસ્સામાં, તેની અવસાનની તારીખ પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા તે કર્મચારીએ જે તારીખે પાંસઠ વર્ષની વય પ્રાપ્ત કરી હોત તે તારીખ સુધી, એ બેમાંથી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી પેટા-ખંડ (૧) મુજબ નક્કી થતું કુટુંબ પેન્શન મળવાપાત્ર બનશે : પરંતુ, પેટા-ખંડ (૨) માં નિશ્ચિત થયેલ કુટુંબ પેન્શનની મળવાપાત્ર રકમ, સરકારી નોકરીમાંથી નિવૃત્તિ સમયે મંજૂર કરવામાં આવેલી પેન્શનની રકમ કરતાં વધારે હોવી જોઈશે નહિ. પરંતુ, વધુમાં સરકારી કર્મચારીએ આકારેલ છેલ્લા પગારના ત્રીસ ટકા કરતાં કુટુંબ પેન્શનની કમ કોઈપણ સંજોગોમાં, ઓછી હોવી જોઈશે નહિ. સ્પષ્ટીકરણ : આ પેટા-ખંડના હેતુ માટે, નિવૃત્તિ વખતે મંજૂર કરવામાં આવેલ પેન્શનમાં, કર્મચારીએ તેના અવસાન પહેલાં જે પેન્શનના હિસ્સાનું રોકડમાં રૂપાંતર કરાવેલ હશે તેનો  સમાવેશ થાય છે.
 • પેટા-નિયમ (૧) માં દર્શાવેલ સમય પુરો થયા બાદ તે ખંડ હેઠળ કુટુંબ પેન્શન મેળવનાર કુટુંબ, કર્મચારીએ છેલ્લા આકારેલ પગારના ત્રીસ ટકાના દરે પેન્શનના હકદાર થશે. (૨)
 • (૩) કુટુંબ પેન્શનની રકમ માસિક દરે નિર્ણિત કરવી અને કુટુંબ પેન્શનમાં જો રૂપિયાનો અણ્ણાંક હિસ્સો આવતો હોય, તો તેને ત્યારપછીના રૂપિયામાં પૂર્ણ કરવો.

૯૧. કુટુંબ પેન્શનની ચૂકવણી કોને કરવી : (૧) કુટુંબ પેન્શન નીચે દર્શાવેલ સમય માટે મળવાપાત્ર બનશેઃ

 • વિધવા કે વિધુરના કિસ્સામાં, અવસાન અગર પુનર્લગ્ન પૈકી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી; પુત્રના કિસ્સામાં, જ્યાં સુધી તે પચીસ વર્ષની વય પ્રાપ્ત કરે અથવા લગ્ન કરે, તે બેમાંથી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી; (૧) (૨)
 • (૩) અપરિણિત પુત્રીના કિસ્સામાં, તે જયારે પચીસ વર્ષની વય પ્રાપ્ત કરે અથવા લગ્ન કરે, એ બેમાંથી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી;
 • ) (૧) જયારે કુટુંબ પેન્શન એક કરતાં વધુ વિધવાઓને ચુકવણીને પાત્ર હોય ત્યારે વિધવાઓને તે સરખા હિસ્સું ચુકવવામાં આવશે.
 • (૨) વિધવાનું અવસાન થયે કુટુંબ પેન્શનનો વિધવાનો હિસ્સો તેની કાયદેસરની સંતતિને મળવાપાત્ર બનશે. કુટુંબ પેન્શનનો આવો હિસ્સો મેળવવા આવી સંતતિ જ્યારે અયોગ્ય ઠરે, ત્યારે તે હિસ્સો હયાત વિધવા વિધવાઓ અગર અને તેના બાળકો વચ્ચે સમાન હિસ્સામાં વહેંચી દેવામાં આવશે.
 • પરંતુ, જ્યારે વિધવા તેની પાછળ સંતાન મૂકી ન ગયેલ હોય, તો તેનો કુટુંબ પેન્શનનો હિસ્સો અન્ય વિધવાઓને સમાન હિસ્સે મળવાપાત્ર બનશે. જો આવી વિધવા એક જ હોય તો કુટુંબ પેન્શનની પૂરી રકમ તેને મળવાપાત્ર બનશે.
 • ૩) સરકારી કર્મચારી કે પેન્શનર તેની પાછળ વિધવા તથા બીજી બિનહયાત વિધવાના કાયદેસરના સંતાન કે સંતાનો મૂકીને અવસાન પામેલ હોય, ત્યારે તેવા સંતાનોની માતા, જો કર્મચારી કે પેન્શનરના અવસાન સમયે હયાત હોત, અને તેને જે પેન્શન મળત તેટલા હિસ્સા માટે તેના કાયદેસરના સંતાન | સંતાનો કુટુંબ પેન્શનના હિસ્સો મેળવવા અધિકાર પ્રાપ્ત કરશે.
 • (૪) સરકારી કર્મચારી કે પેન્શનર તેની પાછળ એક કરતાં વધુ સંતાનો મૂકી અવસાન પામે ત્યારે યથાપ્રસંગ પેટા-નિયમ (૧) ના ખંડ (૨) અથવા (૩) હેઠળના સમય માટે સૌથી મોટા સંતાનને અને તે સમય પુરો થતાં, ત્યારપછીના ક્રમે આવતા સંતાનને કુટુંબ પેન્શન મેળવવાના અધિકાર પ્રાપ્ત થશે.
 • (૫) સરકારી કર્મચારી કે પેન્શનર તેની પાછળ કાયદેસરના સંતાનો મૂક્યા વિના અવસાન પામે ત્યારે કુટુંબ પેન્શન તેના તેણીના મા-બાપને ચૂકવવામાં આવશે. આવા અવસાન પામેલા કર્મચારી ઉપર આધારિત મા-બાપની કુટુંબ 👉પેન્શનની ચૂકવણી માટે આવકનો માપદંડ અને અન્ય શરતો નીચે પ્રમાણે રહેશે :
 • (૧) કર્મચારીના અવસાન સમયે માતા-પિતા અવસાન પામેલા કર્મચારીના ઉપર સંપૂર્ણપણે આધારિત હોય તો જ કુટુંબ પેન્શનને પાત્ર ગણાશે.
 • (૨) અવસાન પામેલા કર્મચારીના અવસાન સમયે તેની તેણીનો વિધવા | વિધુર કે બાળક હયાત ન હોવા જોઈએ.
 • (૩) માતા-પિતાને મળવાપાત્ર થતું કુટુંબ પેન્શન પ્રથમ માતાને અને તેણીના અવસાન બાદ પિતાને મળશે.
 • (૪)તેઓની આવકનો માપદંડ માસિક રૂ. ૨૫૫૦ થી વધુ નહિ તેટલો રહેશે.
 • (૫) તેઓની માસિક આવક રૂ. ૨૫૫૦ થી વધુ નથી તે મતલબનું વાર્ષિક પ્રમાણપત્ર તેઓએ રજૂ કરવું પડશે.
 • (૬) પેન્શન મંજૂર કરનાર સંબંધિત સક્ષમ સત્તાધિકારીની એ જવાબદારી રહેશે કે સેવા અંગેના તથા અન્ય સંબંધિત રેકર્ડ ઉપરથી ચકાસણી કરી પોતે એ ખાતરી કરે કે કર્મચારી જ્યારે હયાત હતા ત્યારે માતા-પિતા અવસાન પામનાર કર્મચારી ઉપર સંપૂર્ણપણે આશ્રિત હતા અને કુટુંબ પેન્શનના દાવા માટે નિર્દેશિત અન્ય અગ્રિમ લાભાર્થીને મૂકીને સરકારી કર્મચારી અવસાન પામ્યા નથી.
 • (૭) અવસાન પામેલા કર્મચારીના છેલ્લા પગારના ૩૦ ટકા અથવા લધુતમ રૂ. ૧૨૭૫ એ બેમાંથી જે વધુ હોય તે કુટુંબ પેન્શન માતા-પિતાને મળશે.
 • (૬) પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય અને આ નિયમોની જોગવાઈઓને અધીન હોય અને તેમાંથી એક નોકરી દરમ્યાન કે નિવૃત્તિ બાદ અવસાન પામે, તો મૃતકને સંબંધિત કુટુંબ પેન્શન તેના જીવિત પતિ પત્નીને મળવાપાત્ર બનશે અને પતિ પત્નીના અવસાનના કિસ્સામાં, તેમના જીવિત સંતાન સંતાનોને તેમના નિધન પામેલા માતા-પિતાના બે કુટુંબ પેન્શન મંજૂર કરવામાં આવશે.
 • પેટા-નિયમ (૨) અથવા (૩)માં કરેલ જોગવાઈ સિવાય, કુટુંબના એક સભ્ય કરતાં વધુ સભ્યોને એકીસમયે કુટુંબ પેન્શન મળવાપાત્ર નથી. (૭)
 • (૮) સરકારી કર્મચારી કે પેન્શનર તેની પાછળ વિધવા વિધુર મૂકી અવસાન પામે, ત્યારે તેની વિધવા/વિધુર અને તે ન હોય તો, કાયદેસરના સંતાન કુટુંબ પેન્શનના હકદાર થશે.
 • (૯) જ્યાં સુધી નાનામાં નાનો પુત્ર પચીસ વર્ષની વયે પહોંચી કુટુંબ પેન્શન મેળવવા હકદાર ન ઠરે, ત્યાં સુધી અપરિણિત
 • ૯૨. સગીરને કુટુંબ પેન્શનની ચૂકવણી : આ નિયમો હેઠળ જ્યારે સગીરને કુટુંબ પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય, ત્યારે તેના વતી તેના વાલીને ફોર્મ-૧૨ માં નુકસાન ભરપાઈખત તથા વાલીપણાનું સોગંદનામું રજૂ કર્યા બાદ કુટુંબ પેન્શન ચૂકવવાપાત્ર બનશે.

નોંધ : હિન્દુ અથવા ક્રિશ્ચિયન માતા કુદરતી વાલી હોઈ તેમણે નુકસાન ભરપાઈ ખત કે સોગંદનામું રજૂ કરવાની આવશ્યક્તા રહેતી નથી.


૯૩. માનસિક રીતે મંદ, અંધ વગેરે સંતાનોને કુટુંબ પેન્શનની ચૂકવણી બાબત ઃ

 •  નિયમ-૯૧ માં સમાવિષ્ટ જોગવાઈઓને બાધ આવ્યા સિવાય, સરકારી કર્મચારીની નિવૃત્તિ પહેલાં અગર તે બાદ કરેલા લગ્નથી નિવૃત્તિ પહેલાં કે ત્યારપછી જન્મેલા પુત્ર કે પુત્રી કોઈ માનસિક અશક્તતા કે અવ્યવસ્થાથી પીડાતા હોય અથવા શારીરિક વિકલાંગતા કે અશક્તતા ધરાવતા હોય અથવા અંધ હોય અને તે કારણે પચીસ વર્ષની ઉંમર પછી પણ આજીવિકાની કમાણી કરવા અશક્તિમાન હોય તેવા પુત્ર પુત્રીને નીચેની શરતોએ જીવનપર્યંત કુટુંબ પેન્શન ચૂકવવામાં આવશે ઃ
 • (૧) તેની તેણીની આજીવિકાની કમાણી માટે રાજ્યેત્તરોધરૂપ બને તેવા પ્રકારની આવી વિકલાંગતાના પુરાવા માટે સિવિલ સર્જન અથવા સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની કક્ષાથી નીચેના ન હોય તેવા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે જેમાં બાળકની શક્ય તેટલી ચોક્કસ માનસિક અથવા શારીરિક સ્થિતિ વર્ણવેલી હોવી જોઈએ :
 • (૧) સરકારી કર્મચારીના બે કે વધુ બાળકો પૈકીમાંથી એક આવા પુત્ર કે પુત્રી હોય તો નિયમ-૯૧ ના પેટા-નિયમ (૯) માં દર્શાવેલ બાળકોના ક્રમમાં પ્રથમ બાળકથી છેલ્લામાં છેલ્લું સગીર બાળક પચીસ વર્ષનું થતાં સુધી કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે અને ત્યારબાદ તે કુટુંબ પેન્શન મગજની અવ્યવસ્થા કે અશક્તતા કે શારીરિક વિકલાંગતા કે અશક્તતા ધરાવતા કે અંધ પુત્ર અથવા પુત્રીને તેણી । તેના જીવનપર્યંત મંજૂર કરવામાં આવશે.
 • (૨) મગજની અવ્યવસ્થા કે અશક્તતા અથવા શારીરિક વિકલાંગતા કે અશક્તતા ધરાવતા કે અંધ પુત્ર કે પુત્રીઓ એક કરતાં વધુ હોય ત્યારે કુટુંબ પેન્શન નીચેના ક્રમે ચૂકવવામાં આવશે :પ્રથમ પુત્રને અને એકથી વધુ પુત્ર હોય, તો મોટા પુત્રના અવસાન બાદ નાના પુત્રને કુટુંબ પેન્શન મળશે; (ક)
 • (ખ) ત્યારબાદ પુત્રીને અને એક કરતાં વધુ પુત્રીઓ હોય તો મોટી પુત્રીના અવસાન બાદ નાની પુત્રીને કુટુંબ પેન્શન મળશે;
 • (3) આવા પુત્ર અગર પુત્રીને ચૂકવવામાં આવતું કુટુંબ પેન્શન તેઓ સગી૨વયના હોય તે મુજબ તેમના વાલી મારફત ચૂકવવામાં આવશે.
 • (૪) આવા કોઈ પુત્ર કે પુત્રીને જીવનપર્યંત કુટુંબ પેન્શન મંજૂર કરતાં પહેલાં, તે મંજૂર કરનાર અધિકારીએ પોતે ખાતરી કરવાની રહેશે કે આવા પુત્ર કે પુત્રીના વાલી તરીકેનું પેન્શન મેળવનાર વ્યક્તિ, સિવિલ સર્જન સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટથી કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા તબીબી અધિકારી પાસેથી તે પુત્ર / પુત્રી તેમની માનસિક અવ્યવસ્થા કે અશક્તતા કે શારીરિક વિકલાંગતા કે અશક્તતા ધરાવવાનું ચાલુ રાખે છે તે મતલબનું પ્રમાણપત્ર, દર ત્રણ વર્ષે રજૂ કરે છે.
 • (૫) પેન્શન ચૂકવણી હુકમમાં જ્યારે પેન્શન ચૂકવણીને પાત્ર બાળકોના નામ દર્શાવવામાં આવેલ ન હોય અને તેવું બાળક નિવૃત્તિ બાદનું હોય કે તેની અશક્તતા નિવૃત્તિ બાદ પ્રગટ થયેલ હોય, ત્યારે પેન્શનર ઈચ્છે તો, તે પેન્શન મંજૂર કરનાર અધિકારીને, પેન્શનપાત્ર બાળકોની યાદી અને તેની સાથેસાથે કોઈ બાળક વિકલાંગ છે કે નહિ તે અંગેની વિગતો રજૂ કરી શકશે. પેન્શન
 • મંજૂરકર્તા અધિકારીએ, આ યાદીની પહોંચ આપી પેન્શન ચૂકવણીપાત્ર બાળકોની વિગતો દફતરે નોંધાયાની જાણ કરવી પડશે. પેન્શનરના કુટુંબના સભ્યોએ પહોંચ જાળવી રાખવી અને પેન્શન મંજૂર કરનાર અધિકારી સમક્ષ તેનો, કુટુંબ પેન્શનનો વારો આવે તે સમયે રજૂ કરવી પડશે, માનસિક વિકલાંગ બાળકો તથા સગીરવયના બાળકો તેના વાલી મારફતે પેન્શન મેળવતા હોઈ, આવી પહોંચ રજૂ કરવાની તેઓની જવાબદારી હોવા છતાં તેમને કુટુંબ પેન્શનના દાવાની પ્રક્રિયા માટે આવી પહોંચ રજૂ કરવાની પૂર્વશરત રહેતી નથી.


સ્પષ્ટીકરણ :


(ક) નિવૃત્તિ પહેલાં અથવા નોકરી દરમ્યાન સરકારી કર્મચારીના અવસાન બાદ, પરંતુ દિકરા / દિકરીએ પચીસ વર્ષની વય પ્રાપ્ત કર્યા પહેલાં અશક્તતા કે અંધત્વ પ્રગટ થયેલ હોય, ત્યારે તેને, આ પેટા-નિયમ હેઠળ, કુટુંબ પેન્શન મંજૂરીના હેતુ માટે ધ્યાનમાં લેવામાં આવશે.


(ખ) પુત્ર કે પુત્રી જે તારીખે લગ્ન કરે તે તારીખથી, આ પેટા-નિયમ હેઠળ, કુટુંબ પેન્શન મેળવવાનો હક ગુમાવી દેશે.


(ગ) પુત્ર અગર પુત્રીએ પોતાના જીવન નિર્વાહ માટે કમાણી શરૂ કરતાં તેમને મળવાપાત્ર કુટુંબ પેન્શનની ચુકવણી અટકાવી દેવામાં આવશે.


(4) આવા કિસ્સાઓમાં વાલીની ફ૨જ રહેશે કે દર માસે તેણે તિજોરી / બેન્કનૈ, કિસ્સા મુજબ પ્રમાણપત્ર આપવું પડશે કે (૧) તે / તેણીએ જીવન નિર્વાહ માટે કમાણી શરૂ કરી નથી અને (૨) હજી તેને / તેણીએ લગ્ન કરેલ નથી.


(૨) તેઓ અન્ય નિયમો હેઠળ અન્ય કોઈ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા અને અથવા તેની હેઠળના ક્ષેત્રના ઉપક્રમ અથવા સ્વાયત્ત સંસ્થા હેઠળ પેન્શનના હકદાર નથી કે તેમના તરફથી કોઈ પેન્શન ચૂકવવામાં આવતું નથી.

કુટુંબ પેન્શનમાં હંગામી વધારો : આ નિયમ હેઠળ કુટુંબ પેન્શન મેળવતા કુટુંબને સમયાંતરે સરકારના હુકમો મુજબ મંજૂર કરેલ પેન્શન ઉપરનો હંગામી વધારો ચૂકવણીપાત્ર બનશે,

સેવા પેન્શન મેળવતા પેન્શનરના અવસાન સમયે રાહત ઃ (૧) સેવા પેન્શન મેળવતા પેન્શનરના અવસાનના કિસ્સામાં, આ નિયમ હેઠળ નામનિયુક્ત કરેલ વ્યક્તિને, તેના એક માસની પેન્શનના ઉચ્ચક રકમ રાહત તરીકે આપવામાં આવશે.

નોંધ : ‘‘પેન્શન’’ શબ્દની પરિભાષામાં, પેન્શનરના અવસાનની તારીખે તેને જે ખરેખર પેન્શન મળતું હોય તે તથા ખરેખર મળવાપાત્ર પેન્શન ઉપરના હંગામી વધારાનો સમાવેશ થશે.


 • ) જ્યારે સરકારી કર્મચારીએ નિવૃત્ત થવાનું હોય ત્યારે સરકારે ઠરાવેલ નમૂનામાં નામનિયુક્તિ કરી પેન્શનના કાગળો સાથે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડના નિયામકનૈ રજૂ કરશે. આ નમુનો પેન્શન ચૂકવણી હુકમનો એક હિસ્સો ગણાશે. જ્યારે નામનિયુક્ત અથવા વૈકલ્પિક નામનિયુક્ત પેન્શનરના અવસાન પહેલાં જ અવસાન પામે અથવા ભારતમાં તે ઉપલબ્ધ ન હોય તો, તે સુધારેલ નામનિયુક્તિ કરી શકશે.
 • ) નામનિયુક્ત અથવા, યથાપ્રસંગ વૈકલ્પિક નામનિયુક્ત રકમની માગણી મુક્તી વેળાએ સંબંધિત તિજોરી અધિકારીને, અવસાન અંગેના પ્રમાણપત્ર સાથે નિયત નમુના-૧૪ માં, અરજી મોકલવી પડશે.
 • ) નામનિયુક્તને અગર તેના અવસાનના કિસ્સામાં, વૈકલ્પિક નામનિયુક્તને, શક્ય હોય ત્યાં સુધી પેન્શનરના અવસાનના દિવસે જ અથવા તે પછીના કચેરીના બીજા કામકાજના દિવસે ચૂકવણી અંગેની વ્યવસ્થા સંબંધિત તિજોરી અધિકારીએ, કરવી પડશે,
 • ૫) આ નિયમ હેઠળ આવશ્યક નામનિયુક્ત કર્યા સિવાય પેન્શનર અવસાન પામેલ હોય, ત્યારે નિયમ૯૧ હેઠળ કુટુંબ પેન્શન મેળવવા હકદાર વ્યક્તિને અથવા અન્યથા સદ્ગત પેન્શનરના કુટુંબના સગાને, પેટા-નિયમ-૬ માં દર્શાવેલ અગ્રતાક્રમમાં, ચૂકવણીને પાત્ર ચૂકવવી પડશે.
 • ) પેન્શનર, નામનિયુક્ત અને વૈકિલ્પક નામનિયુક્ત કાં તો અકસ્માતમાં અથવા વિમાની દુર્ઘટના વગેરેથી એકીસાથે અવસાન પામ્યા હોય અથવા નામનિયુક્ત અને વૈકલ્પિક નામનિયુક્ત પેન્શનરના અવસાન પહેલાં અવસાન પામ્યા હોય અને પેન્શનર નવી નામનિયુક્તિ કરતાં પહેલાં અવસાન પામે ત્યારે નિયમ૯૧ હેઠળ, કુટુંબ પેન્શન મેળવવા જેને અધિકાર હોય, તેને અથવા અન્યથા સદ્ગત પેન્શનરના કુટુંબના સગાઓને નીચેના અગ્રતાક્રમે ચૂકવણી કરવી
 • ક) પુરૂષ સરકારી કર્મચારીના કિસ્સામાં, પત્નીને, મહિલા સરકારી કર્મચારીના કિસ્સામાં, પતિને, દીકરાઓને, (ગ)
 • (૫) અપરિણિત અને વિધવા દીકરીઓને,
 • (૨) પિતાને,
 • માતાને
 • અગાઉ અવસાન પામેલા પુત્રના પુત્રોને, પરિણિત બહેનોને,
 • (ટ) ભાઈઓને.

Also read  કુટુંબ પેંશન ની સર્વિસ બુક નોંધ 

Popular Posts