શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન

Gujrat
By -
0

 શિક્ષણ દર્શન


    શ્રી અરવિંદનું શિક્ષણ દર્શન

    • - શિક્ષક એ શીખવનાર મહેતાજી કે મુકાદમ નથી; પણ તે મદદગાર અને માર્ગદર્શક છે. માણસે પોતે પોતાના ભૂતકાળના સંતાન રહેવાનું છે. ભાવિના સૃષ્ટા બનવાનું છે. ભૂતકાળ એ આપણો પાયો છે; વર્તમાન એ આપણી સામગ્રી છે અને ભવિષ્યએ આપણું લક્ષ્ય છે.
    • સત્ય, સંવાદ અને સ્વાતંત્ર્ય એ શિક્ષણના નૂતન આદર્શ માટેના સિદ્ધાંતો છે.
    • આપણે બાળકને તેના વિષયમાં દરેક પગલે રસ લેતું કરી; તેમાં લીન કરી દઈ અને તે રીતે તેને આખોને આખો વિષય શીખવી દઈએ એ જ શિક્ષણની સાચી કલા છે.
    • સાચી વિકાસની શરત છે, મુક્ત અને સ્વાભાવિક બુદ્ધિ.


    👉શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું શિક્ષણ દર્શન

    • આપણે જો ફળ મેળવવું હોય; તો ઈંટ, ચૂનાની ઈમારતોને છોડીને ભૂમિમાતાને ખોળે બેસવું પડશે. વેદના જમાનામાં અથવા નાલંદા અને તક્ષશિલામાં જે વિદ્યાર્થીઓ ભેગા થતાં હતાં; તેમની જેમ આપણે પણ આપણી જીવનશક્તિને કસીને પોષવી પડશે.
    • ભલે ને જગત પ્રતિકૂળ હોય; તોય આખા જગત કરતાંય તમારો આત્મા ઘણો મોટો છે.
    • - તમારા જીવનનો ઈતિહાસ એ કાંઈ તમારા એકલાનો નથી. એમાં આખાય જગતના કલ્યાણનો ઈતિહાસ છે.     શિક્ષણનું મહત્ત્વનું અંગ ચિત્ત ના   દ્વાર ખટખટાવવાં તે -  

    👉ગાંધીજીનું શિક્ષણદર્શન

    • - જન્મ - 2 ઓક્ટોબર, 1869
    • - જન્મસ્થળ – પોરબંદર
    • – 1917 : સાબરમતી આશ્રમની સ્થાપના
    • – 1920 : ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના
    • - 1937 : ‘નઈ તાલીમના’ વિચારો.

    ર્ડા. ઝાકીર હુસેનના પ્રમુખપદે ‘વર્ધા યોજના’ સમિતિ

    - 1938 : બુનિયાદી શિક્ષણનો પ્રારંભ

    👉 નઈ તાલીમનાં નામો :


    શિક્ષણ દર્શનના આધારભૂત સિદ્ધાંતો :

    • હસ્ત ઉદ્યોગને મહત્ત્વ બેરોજગારીની સમસ્યાનું - સમાધાન.
    • - બાળકને ક્રિયા દ્વારા શિક્ષણ આપવું જોઈએ

    👫કેળવણીનો અર્થ :

    • - શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ
    • - સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.
    • - કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન
    • અને આત્મા ઉત્તમાંશોનું આવિષ્કરણ.
    • - કેળવણી યથાર્થતામાં બાળકની આધ્યાત્મિક, માનસિક કે બૌદ્ધિક અને શારીરિક શક્તિઓને બહાર લાવી તેને ઉત્તેજે છે અને વિકાસ કરે છે.

    👫કેળવણીના હેતુઓ :

    • - સ્વાવલંબન માટે કેળવણી
    • - આર્થિક, સામાજિક અને માનસિક સ્વાવલંબન

    👫અભ્યાસક્રમ :

    • - 1 થી 5 સુધી સમાન અભ્યાસક્રમ
    • - શિક્ષણનું માધ્યમ માતૃભાષા
    • - છઠ્ઠા ધોરણથી છોકરીઓ માટે ગૃહવિજ્ઞાનનું શિક્ષણ

    👫. બુનિયાદી શિક્ષણ :

    👉6 થી 14 વર્ષની વયજૂથનાં બાળકો માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ માતૃભાષા
     શિક્ષણનું માધ્યમ -

    👉જે માણસ પોતાની ફરજ બજાવે છે; તે સદાય અભ્યાસ કરે છે. સારી રીતે રહેતા શીખવું એ અભ્યાસ છે, બાકી બધુ મિથ્યાભાસ છે. -

    👉શરીર, મન અને આત્મા એ ત્રણેનો જેના વડે વધારેમાં વધારે વિકાસ થાય એ કેળવણી ગણાય. -

    - 👉સમગ્ર જીવનને આવરી લે તેનું નામ શિક્ષણ. -

    👉ખરી કેળવણી તો એ છે કે જે માણસના અંતરના ગુણોનો વિકાસ કરે.

    - 👉કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય; તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા.

    👉જે કેળવણીથી સાચુ સ્ત્રીત્વ ખીલવી શકાય; તે જ ખરી કેળવણી છે. એ જ પ્રમાણે જે ખરૂ પુરૂષત્વ જાગૃત કરે એ જ પુરૂષોની ખરી કેળવણી છે. -

    👉શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન નહીં; પણ ચારિત્ર્યની ખીલવણી, ધર્મભાવનાનું ભાન.

    👉કેળવણીનો ઉદ્દેશ ચારિત્ર્ય ઘડવાનો છેઃ 

    👉વિદ્યાનું ફળ જ એ છે કે વિદ્યાર્થી ઉત્તમ નાગરિક બને; ઉત્તમ દેશ સેવક બને; સમાજને, ગૃહસ્થાશ્રમને, દેશને સુશોભિત કરે.

    👉વિદ્યા તો આપણને છોડાવે, બંધનમુક્ત કરે, શોભાવે. એનાથી મુલકનું ધન વધે, ચારિત્ર્યનું ધન વધે. આપણા દીકરા-દીકરી પાવરધાં થાય.

    - 👉વિદ્યાનું લક્ષ્ય આત્મવિકાસ છે. જ્યાં આત્મ વિકાસ છે; ત્યાં આજીવિકા છે.

    👉સ્વામી દયાનંદ સરસ્વતી


    • જેનાથી માણસ વિદ્યા વગેરે સદગુણોની પ્રાપ્તિ કરે અને અવિદ્યારૂપી દોષોને છોડીને હંમેશાં પ્રસન્ન રહે એને શિક્ષણ કહેવાય. -

    • શિક્ષણ કે જેનાથી વિદ્યા, સભ્યતા, ધાર્મિકતા વગેરેમાં પ્રગતિ થાય અને અવિદ્યારૂપી દોષો છૂટે એને શિક્ષણ કહેવાય.
    ALSO READ ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

    રાષ્ટ્રિય શિક્ષણ નીતિ CLICK HERE

    👉પ્રજ્ઞા અભિગમ અને તેના જાણવા લાયક બાબતો પ્રશ્નો 




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!