Hot Posts

Popular Posts

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI


 શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ

👫વૂડનો ખરીતો (૧૮૫૪)

👫હંટર કમિશન (૧૮૮૨)

👫હાર્ટંગ કમિટી (૧૯૨૮)

👫સાર્જન્ટ પ્લાન (૧૯૪૪)

👫રાધાકૃષ્ણન આયોગ (૧૯૪૮-૪૯) (યુનિવર્સિટી શિક્ષણ પંચ)

SHIXAN PANCHO ANE SHIXAN NITI 

👫વૂડનો ખરીતો (૧૮૫૪)

  • માધ્યમિક સ્તર પર વ્યાવસાયિક શિક્ષણ શરૂ કરવા પર બળ આપવામાં આવ્યું.
  • માધ્યમિક સ્તર પર વિદ્યાર્થીઓને એવું શિક્ષણ આપવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓનું ભાવિ વ્યાવસાયિક જીવન માટે તૈયાર કરી શકાય.

  1857માં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી.

  • આ બધા પ્રયાસો છતાં માધ્યમિક સ્તર કે ઉચ્ચ શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ આપવાની કવાયત ન થઈ શકી.

  👫હંટર કમિશન (૧૮૮૨)

  ભારતીય શિક્ષા આયોગ અંતગર્ત બનાવાયેલા હંટર કમિશને સૂચવ્યું કે માધ્યમિક સ્તરના શિક્ષણને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવે. 

  • (૧) એક વિભાગમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવે,
  •  (ર) બીજા વિભાગમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવે.

   હંટર કમિશનના આ રિપોર્ટને 1884માં સ્વીકારી દર વર્ષે બે વૈકલ્પિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું. 

  • 👉પ્રાથમિક શિક્ષણને સ્થાનિક સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યું. સ્થાનીય ‘સ્વશાશન અધિનિયમ’ અંતગર્ત આ માટે સરકારે અનુદાન (grant) આપવાના નિયમો બનાવ્યા. જેના કારણે માધ્યમિક સ્કૂલોનો રાફડો ફાટી નીકળ્યો. સ્થાનીય સમિતિઓ દ્વારા ફી લઈને ચલાવાતી આવી સ્કૂલોના કારણે હંટર કમિશનની ભલામણો ફળદાયી સાબિત ન થઈ.
  •  👉ઈ.સ. ૧૮૯૬માં “અખિલ ભારતીય શિક્ષણ સેવા” શરૂ કરવામાં આવી. ઇંગ્લેન્ડમાં યોજાનારી પરીક્ષા દ્વારા આ સેવામાં નિમણૂક કરવામાં આવી. ભારતીયો આ પરીક્ષા આપી શકતા, પરંતુ ઇંગ્લેન્ડમાં આ પરીક્ષાઓ યોજાતી હોવાથી મોટા ભાગે ‘અખિલ ભારતીય શિક્ષણ સેવા’માં અંગ્રેજો જ નિયુકત થતા. આ પ્રકારની વ્યવસ્થા, છેક 1919 સુધી ચાલી.

  👫હાર્ટંગ કમિટી (૧૯૨૮)

  ૧૯૧૯માં બ્રિટિશ સરકારે નવું સંવિધાન લાગુ કર્યું. આ સંવિધાન મુજબ કેટલાક વિભાગોનું સંચાલન. ગવર્નર દ્વારા; જ્યારે કેટલાક વિભાગોનું સંચાલન પ્રાંતીય ધારાસભાના મંત્રીઓ દ્વારા કરવામાં આવતું હતું.

  આ સમય દરમિયાન શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ‘ઈન્ડિયન સ્ટેચ્યુટરી કમિશન’ની સહાયક સમિતિ; જે હાર્ટોગ કમિટીના નામે પ્રસિદ્ધ છે, તેણે પોતાના રિપોર્ટમાં કેટલીક ભલામણો કરી, તેની ભલામણો નીચે મુજબ હતી.

  • 👉પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર જેટલા પ્રમાણમાં થયો તેટલા પ્રમાણમાં સાક્ષરતા દરમાં વધારો થયો નહીં. કારણ કે પહેલા ધોરણમાં પ્રવેશ લેનાર બાળકો ચોથા-પાંચમા ધોરણ પછી ભણવાનું છોડી દેતાં હતાં. તેથી આ અપવ્યયને રોકવા કમિટીએ ભલામણો કરી.
  • 👉અભ્યાસક્રમમાં વિવિધતા માધ્યમિક કક્ષાએ લાવવાનું સૂચન કર્યું. આ આયોગ દ્વારા સામાન્ય શિક્ષણની સાથે સાથે ભૌતિક અને શારીરિક વિજ્ઞાનના સિદ્ધાંતો, આદાન પ્રદાનના સાધનરૂપે ભાષાના સ્પષ્ટ અને પ્રભાવશાળી પ્રયોગ, ઉચ્ચ જીવનમૂલ્યો અને સહકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો.

  ઈ.સ. ૧૯૩૨માં આંધ્ર યુનિવર્સિટીમાં બી.એડ. કોલેજની સ્થાપના કરવામાં આવી અને ૧૯૩૬માં મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એડનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો.

  • આ સિવાય આયોગે પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા, ખેતી અને વ્યવાસાયિક શિક્ષણનો પ્રસાર કરવા, ગ્રામ વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરવા, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની અવધિ, ત્રણ વર્ષ કરવા, શિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાને માધ્યમ તરીકે સ્વીકારવા તેમજ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC)ની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી. આ આયોગની ભલામણના આધારે ૧૯૫૩માં વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC)ની સ્થાપના કરવાની કરવામાં આવી.

  👫સાર્જન્ટ પ્લાન (૧૯૪૪)

   ૧૯૩૫માં ભારત સરકાર અધિનિયમ મુજબ પ્રાંતીય સરકારોમાં માધ્યમિક શિક્ષણના  વિસ્તરણની ગતિ મંદ રહી. આના કારણે સાર્જન્ટ પ્લાન મુજબ માધ્યમિક શિક્ષણનું પુનઃગઠન કરવામાં આવ્યું.

  (૧) કલા (Art) અને મૂળ વિજ્ઞાન (Basic Science)નો અભ્યાસ કરાવતી શાળાઓ અને(ર) ટેકનિકલ હાઈસ્કૂલ આમ, બે પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવી. 

  👉સાર્જન્ટ પ્લાનની અગત્યની ભલામણો

  • ગ્રામીણ અભ્યાસક્રમમાં ખેતી (કૃષિ) પર બળ આપવું.
  • કન્યા કેળવણીના ક્ષેત્રમાં વૈકલ્પિક વિષય તરીકે ગૃહ વિજ્ઞાન સામેલ કરવું.
  • ૧૯૪૦ના દશકને શિલ્પ શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ, વાણિજિયિક શિક્ષણના સ્વસ્થ વિકાસની દિશામાં સાર્થક કદમ માની શકાય. સાર્જન્ટ કમિશને ભારતમાં શિક્ષણના વિકાસ માટે એક દીર્ધકાલીન રિપોર્ટ તૈયાર કર્યો.

  👫રાધાકૃષ્ણન આયોગ (૧૯૪૮-૪૯) (યુનિવર્સિટી શિક્ષણ પંચ)

  આઝાદી પછી સૌપ્રથમ શિક્ષણ પંચ એટલે રાધાકૃષ્ણન પંચ.

  4 નવેમ્બર, 1948 ના રોજ ડૉ. એસ. રાધાકૃષ્ણનના અધ્યક્ષપદે આ પંચની સ્થાપના કરવામાં આવી હતી. - રાધાકૃષ્ણન પંચે ભાષા શિક્ષણ માટે ‘ત્રિભાષી સૂત્ર’ આપ્યું હતું.  • રાધાકૃષ્ણન પંચે ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાની ભલામણ કરી હતી.
  • ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે ગ્રામ વિદ્યાપીઠો’સ્થાપવાની ભલામણ કરી હતી.
  • ઉચ્ચ શિક્ષણ માટે બનાવવામાં આવેલા આ આયોગે પોતાના પ્રતિવેદનમાં સ્પષ્ટ કર્યું કે,
  • વિદ્યાલય દ્વારા અપાતા શિક્ષણનું કાર્ય માત્ર વિદ્યાર્થીને યુનિવર્સિટીના કાર્ય માટે તૈયાર કરવાનું નથી. પરંતુ કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટી નથી જતો; તો તેને વ્યાવહારિક કાર્ય માટે તૈયાર કરવાનું પણ છે. જેથી તે પોતાનું જીવનઅધ્યયન કરી શકે. વિદ્યાલયોમાં અપાતું શિક્ષણ વિદ્યાર્થીને બૌદ્ધિક જ્ઞાન તો આપે જ છે, પરંતુ સાથે-સાથે શારીરિક શિક્ષણ અને સમૂહ શિક્ષણ પર પણ સરખો ભાર આપવો જોઈએ.
  • આયોગના આ પ્રતિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઉચ્ચ શિક્ષણ બધા માટે નથી. પરંતુ વિદ્યાર્થીના રસ અને રુચિ પર આધારિત છે. આયોગે વિદ્યાલય સ્તરે સામાન્ય શિક્ષણ આપવા પર ભાર મૂક્યો. કૃષિ, કૃષિવિજ્ઞાન, લલિતકલા જેવા વિષયોને ઐચ્છિક વર્ગના વિષયોમાં મૂકવા જોઈએ.


  No comments:

  Post a Comment