1.4.2022 ના ઠરાવના પ્રકરણ K. ની જોગવાઈ 18 નું અર્થ ઘટન. પ્રકરણ E અને નંબર 4 badli ના tharv 1.4.2022 શું છે તે જાણો

Gujrat
By -
0



👉1.4.2022 ના ઠરાવના પ્રકરણ K. ની જોગવાઈ 18 નું અર્થ ઘટન



 વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક દંપતિના કિસ્સામાં માંગણીવાળી બદલીઓમાં જે તે વિભાગના જ પતિ-પત્ની હોય તે જરૂરી નથી. પરંતુ જે વિભાગ/વિષયના હોય તે વિભાગ/વિષયની પતિ કે પત્નીની શાળામાં ખાલી જગ્યા હોય તો પ્રથમ પસંદગી આપવાની રહેશે. જો શાળામાં ખાલી જગ્યા ન હોય તો પગાકેન્દ્રની શાળામાં તે વિભાગ/વિષયની ઉપલબ્ધ ખાલી જગ્યા વાળી શાળામાં પસંદગી આપવાની રહેશે. જો પગા૨કેન્દ્રની શાળાઓમાં ખાલી જગ્યા ન હોય તો તાલુકાની શાળામાં જે તે વિભાગ/વિષયની ઉપલબ્ધ ખાલી જગ્યા વાળી શાળામાં પસંદગી આપવાની રહેશે. દંપતિનાં અગ્રતાના કિસ્સામાં તેઓના પતિ/પત્ની જે તાલુકામાં નોકરી ક૨તા હોય તે તાલુકા સિવાયના અન્ય તાલુકાની જગ્યાની માંગણી કરી શકશે નહી.

👉પ્રકરણ E અને નંબર 4

👫સરકારી નોકરી કરતા દંપતિ :-

 સરકારી નોકરી કરતાં દંતિની અગ્રતા મેળવવા

માટે ગુજ૨ાત સ૨કા૨ની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની સેવાઓમાં તથા ગુજરાત સ૨કા૨/કેન્દ્ર સરકાર સ્થાપિત તથા સંચાલિત બોર્ડ/કોર્પોરેશન/નિગમ/ કંપની/રાષ્ટ્રીયકૃત બેન્ક/જાહેર સાહસોની કચેરીઓમાં ફરજ બજાવતાં હોય અને જેમણે કેન્દ્ર સ૨કા૨ /૨ાજય સરકારની જે તે કચેરીમાં માન્ય ભ૨તી પદ્ધતિથી નિમાયેલ અને સળંગ ૩(ત્રણ) વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય અને તેમના પતિ/પત્ની જિલ્લા/નગ૨ શિક્ષણ સમિતિની પ્રામિક શાળાઓમાં વિદ્યાસહાયક/શિક્ષક/ મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા પતિ/પત્નીએ પોતાનું લગ્ન નોંધણી ૨જીસ્ટા૨શ્રીએ આપેલ લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તથા બદલી માંગનારના પતિ/પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ આ સાથે પરિશિષ્ટમાં દર્શાવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ ક૨વાનું રહેશે તેમજ આ બાબતે અગાઉ અન્ય કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું નિયત રકમના સ્ટેમ્પ પેપ૨ ઉ૫૨ અધિકૃત સોગંદનામુ ૨જૂ ક૨વાનુ રહેશે તથા સ૨કા૨ી કર્મચારીની કચેરી ગુજરાત સ૨કા૨ની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સ૨કા૨ની છે કે રાજય/કેન્દ્ર સ૨કા૨ દ્વા૨ા સ્થાપિત અને સંચાલિત બોર્ડ/કોર્પોરેશન/નિગમ/કંપની/ રાષ્ટ્રીયકૃત બેન્ક/જાહેર સાહસોની કચેરી છે તેની સાબિતી માટે જે કાયદા/જાહે૨નામા/ઠરાવથી સદર બોર્ડ/કોર્પોરેશન/નિગમ/કંપની /૨ાષ્ટ્રીયકૃત બેન્ક/ જાહેર સાહસોની કચે૨ીની સ્થાપના/સંચાલન કરવામાં આવતું હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે. અગ્રતાનો લાભ મેળવ્યા અંગેની નોંધ મજકુરની સેવાપોથીમાં ક૨વાની ૨હેશે. પુરાવાના અભાવે આ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહી.










Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!