Popular Posts

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2

શિક્ષ ણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

👫મુદલિયાર પંચ (માધ્યમિક શિક્ષણ પંચ ૧૯૫૨-૫૩)

    માધ્યમિક સ્તરે ત્રણ ભાષાઓનું શિક્ષણ ફરજિયાત કરાયું.

    તેના અનુસંધાનમાં ‘અખિલ ભારતીય ખેલકૂદ પરિષદ’ની સ્થાપના કરવામાં આવી.

    માધ્યમિક શિક્ષણના સંદર્ભમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોને સલાહ આપવા માટે ‘અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ’ની સ્થાપના થઈ. -

    ડૉ. લક્ષ્મણ સ્વામી મુદલિયારની અધ્યક્ષતામાં ઈ.સ. 1952માં આ પંચની રચના કરવામાં આવી.

    અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવવું, ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ કરી. -

    - પંચે નોંધ્યું કે તત્કાલીન અભ્યાસક્રમ અને અધ્યાપન પરીક્ષાકેન્દ્રી બની ગયું છે. જેના કારણે વિદ્યાર્થીની રસરુચિ, મૌલિકતા અને ક્ષમતાઓ પર વિઘાતક અસર પડે છે.

    👉મુખ્ય ભલામણો :

    - હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવવી.

    સ્કૂલોએ વિદ્યાર્થીની પ્રગતિનો રેકોર્ડ રાખવો અને સર્વાંગી પ્રગતિ પર ભાર મૂકવો.

    - સંખ્યાત્મક ગુણ (માર્કસ) આપવાના બદલે સાંકેતિક અંકન (ગ્રેડ) પદ્ધતિને અનુસરવું.

    એક જાહેર પરીક્ષા લેવી જેનાં અંતિમ પરિણામ આપતી વખતે શાળા દ્વારા લેવામાં આવેલી કસોટીઓ, સ્કૂલ રેકોર્ડ અને જાહેર પરીક્ષાના પરિણામના આધારે પ્રમાણપત્ર આપવું. -

    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ એક કેન્દ્રીય અભ્યાસક્રમ હોવો જોઈએ. ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શારીરિક શિક્ષણ જેવા મૂળભૂત વિષયોનો કેન્દ્રીય વિષયોમાં સમાવેશ કરવો જોઈએ. આ સૂચન મુજબ પ્રાદેશિક સરકારોએ ટેકનિકલ, વાણિજ્ય (કોમર્સ) અને કૃષિ હાઈસ્કૂલને વધારે અનુદાન આપવાનું શરૂ કર્યું. -

    માધ્યમિક સ્તર પર વ્યવસાયિક અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી. -

    માધ્યમિક સ્તરે ભારતીય ભાષાઓને શિક્ષણના માધ્યમરૂપે સ્વીકારવામાં આવી. જો કે વિશ્વવિદ્યાલય સ્તર પર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અનિવાર્યપણે રહ્યું. ૧૯૫૨-૫૩ માં નિમાયેલા માધ્યમિક શિક્ષણ પંચે શિક્ષણના નીચેના ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા.

     👉લોકશાહી નાગરિકતાનો વિકાસ 

    👉જીવન જીવવાની કળા માટે શિક્ષણ

     👉સાચી દેશભક્તિની ભાવનાનો વિકાસ 

    👉વ્યવસાયિક ક્ષમતાનો વિકાસ

     👉વ્યકિતત્ત્વનો વિકાસ

    👉નેતૃત્વ માટેની કેળવણી




    👫કોઠારી પંચ

    (રાષ્ટ્રીય શિક્ષણ પંચ ૧૯૬૪-૬૬) - ભારત સરકારે 4 જુલાઈ, 1964ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પ્રો. ડી. એચ. કોઠારીના અધ્યક્ષપદે એક પંચની નિમણૂક કરી. - - આ પંચમાં 14 જેટલા સભ્યો હતા. તેમાં 9 ભારતીયઅને 5 ભારત સિવાયના સભ્યો હતા.

    - 👉કોઠારી કમિશન ભારતના શિક્ષણના ઈતિહાસમાં ‘મેગ્નાકાર્ટા’ તરીકે જાણીતું બન્યું હતું.

    ભારતના શૈક્ષણિક ઈતિહાસમાં આ આયોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનાં બે કારણો છે.

     (૧) શિક્ષણના પુનરુદ્ધાર માટે વ્યાપક વિચાર,

    (ર) રાષ્ટ્રીય શિક્ષણનીતિનું માળખું તૈયાર કર્યું.

    સરકાર દ્વારા શિક્ષણ માટે રચવામાં આવેલું આ છઠ્ઠું પંચ હતું. પરંતુ વાસ્વતિક રીતે ભારતીય શિક્ષણ પદ્ધતિનો સંર્વાંગી અભ્યાસ કરનાર આ પ્રથમ પંચ હતું. જેના પરિણામસ્વરૂપ ૧૯૬૮માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. તેની મુખ્ય ભલામણો નીચે મુજબ હતી.

    રાષ્ટ્રીય જીવનની જરૂરિયાતો અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવવી.યોગ્ય સ્તર પ્રાપ્ત કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કરવી.

    સમાન શૈક્ષણિક અવસરો ઉપલબ્ધ કરાવવા. પંચે શિક્ષણને ભારતીય સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે શક્તિશાળી માધ્યમ તરીકે માન્યું. સંગઠિત

    શિક્ષણ કાર્યક્રમની જરૂરિયાત પણ જણાતાં આયોગ દ્વારા બાર કાર્યદલ અને સાત કાર્યકારી સમૂહની રચના કરવામાં આવી. જેના દ્વારા દેશની જરૂરિયાતો અને સામાજિક – આર્થિક પરિવર્તન વિશે પંચે અનેક ઉપાયો સૂચવ્યા અને ભલામણો કરી.

    No comments:

    Post a Comment