શ્રીમદ ભગવદગીતા ના સિદ્ધાંતો અને મૂલ્યો: બોધ વાર્તા મોજીલો કાગડો //ચિત્ર વાર્તા મોજીલો કાગડો

શ્રીમદ ભગવદગીતા ના સિદ્ધાંતો અને મૂલ્યો: બોધ વાર્તા મોજીલો કાગડો //ચિત્ર વાર્તા મોજીલો કાગડો

જીવનમાં સુખની સાથે દુઃખ છે. જયની સાથે પરાજય છે. લાભની સાથે અલાભ છે, છતાં આવા દ્વંદ્ધ ની સ્થિતિમાં પણ જે એકસમાન ભાવે વર્તે છે, તે જ ખરો મનુષ્ય છે. આ વાત શ્રીમદ્ભગવદ્ગીતામાં કરવામાં આવી છે. શ્રી ગિજુભાઈ બધેકા લિખિત આ રસપ્રદ વાર્તા છે. જેમાં એક કાગડાની વાત છે. ગુસ્સે થયેલા રાજા કાગડાને જુદાં જુદાં કષ્ટ આપે છે. કાગડો દરેક દુઃખમાં સુખ જુએ છે, આનંદમાં જ રહે છે. કંટાળીને રાજા તેને સુખની પરિસ્થિતિમાં મૂકે છે તો ત્યાં પણ પોતાની આનંદની અવસ્થા જાળવી રાખે છે. સુખ-દુઃખમાં સમતા કેળવવાની વાત અહીં સુંદર રીતે આલેખન પામી છે.


સુખ-દુઃખ, લાભ-હાનિ અને જય-પરાજયને સમાન સમજીને પછી યુદ્ધને માટે તૈયાર થા. એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહિ. 

 • એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણથી રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા.જાઓ, આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે, તેમાં ફેંકી આવો. કાગડાને રાજાના આદેશ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યો
 • 💥શ્રીમદ ભગવદગીતા ના સિદ્ધાંતો અને મૂલ્યો bhag 1 

  👉downlod 

  💥ગીતાના આ ઉપદેશો વાંચો, તમને દરેક પગલે મળશે સફળતા

  👉અહીંયા થી વાંચો 

  💥 મારી સાથે જોડાઓ 

  👉અહીંયા ક્લીક કરી જોડાઓ 

   .
   

લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ! લપસણું કરતાં શીખીએ છીએ.

 •  લે, આ કાગડો તો કેવો છે! ગારામાં આખા શરીરે કાદવકીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે? જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય, રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો આદેશ કર્યો.

રાજાના માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યાઃ 

કૂવામાં તરતાં શીખીએ છીએ, ભાઈ! કૂવામાં તરતાં શીખીએ છીએ. 

 • હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. જાઓ, આ કાગડાને કાંટાથી ભરેલા એક પીંજરામાં નાંખો.કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી, આનંદથી સૂરમાં ગાવાનું શરૂ કર્યું.

કૂણા કાન વીંધાવીએ છીએ, ભાઈ! કૂણા કાન વીંધાવીએ છીએ.

કંટાળેલા રાજાએ કાગડાને દુઃખને બદલે સુખ આપવાનું નક્કી કર્યું જાઓ, આને આંબાની ડાળે ટહુકા કરતી કોયલની બાજુમાં પાંજરે પૂરી મૂકી દો. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યાઃ

કોયલના ટહુકા સાંભળીએ છીએ, ભાઈ કોયલના ટહુકા સાંભળીએ છીએ.

જાઓ, એને ખીરમાં નવડાવો. પછી કાગડાને ખીર ભરેલાં વાસણમાં રાખ્યો. કાગડો તો ગાય કે રાજાએ કાગડાને દુઃખી કરવા ઘણા પ્રયાસ કર્યા પણ દુઃખી થાય તે બીજા.

મીઠી ખીર ખાઈએ છીએ, ભાઈ! મીઠી ખીર ખાઈએ છીએ.

આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો. છાપરાં પર બેઠાં બેઠાં કાગડાએ તો ગાયું કે

હવે અમે આઝાદ છીએ, ભાઈ! હવે અમે આઝાદ છીએ.


 • જેને દુઃખી ન જ થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહિ.


 
સુખ-દુઃખ, લાભ-હાનિ અને જય-પરાજયને સમાન સમજીને પછી યુદ્ધને માટે તૈયાર થા. એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહિ.

 , હે પુરુષશ્રેષ્ઠ! દુઃખ-સુખમાં સમાન રહેનાર જે ધીર પુરુષને એ વિષયોના સંયોગો વ્યાકુળ કરતા નથી, તે મોક્ષ મેળવવા માટે સમર્થ થાય છે.

, જે પુરુષ શત્રુમાં, મિત્રમાં તથા માન અને અપમાનમાં સમાન રહે છે તથા ટાઢ-તડકા અને સુખ-દુઃખાદિ દ્વંદ્વોમાં સમાન રહે છે તથા સર્વત્ર આસક્તિરહિત છે. (તે મને પ્રિય છે)

ચિત્ર વાર્તા 
ALSO READ : 

👉Gujarati Panchag - Gujarati Calendar 2024 Download Here

 

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. 

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ALSO READ:  બેસ્ટ આર્ટિકલ વાંચવા 

 1. 💥આપણે  Go ogle Pay અને Paytm વાપરીએ છીએ પણ ચાર્જ પર કોઈ દિવસ ધ્યાન ગયું છે ?
 2. 💥SIP Investment:સંતાન માટે સરસ રોકાણ SIP Investment A good investment for children
 3. 💥SBI Scheme: ₹1 લાખ બની જશે ₹2 લાખ, જાણો કેવી રીતે મેળવવો જોખમ મુક્ત યોજનાનો લાભ
 4. 💥Self Business Idea: ઓછા પૈસાથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો, તમને દર મહિને મોટો નફો કમાવો


.

મોજીલો કાગડો

Popular Posts