વળતર રજા રજા/ કેજ્યુઅલ રજા/ અન્ય પ્રકારની રજાઅંગે ના કટિંગ માહિતી
(૧) મરજીયાત રજા વિદ્યાસહાયકોને મળવાપાત્ર છે ?
૨) વિદ્યાસહાયકોને જે ખાસ ૧૫ ૨જા પ્રતિવર્ષ મળવાપાત્ર છે તે રજા એક કરીને વાપરી શકાય કે એક સાથે ૩, ૫, ૭ એમ વાપરવી પડે ? )
આવી ખાસ રજા વિદ્યાસહાયક પુરા પગારમાં આવ્યા પછી જમા હોય તે વાપરી શકાય ?
(૪) વિદ્યાસહાયકોએ વેકેશનમાં કરેલી કામગીરી કે તાલીમ વિગેરેની મળતી વળતર રજાઓ કેવી વાપરી શકાય ?
૫) વિદ્યાસહાયકની બદલી અન્ય તાલુકામાં કે જિલ્લામાં થાય ત્યારે ળતર રજા વાપરી શકાય ?
(૫) કોઈ શિક્ષક તાલીમ માટે અન્ય સ્થળે હોય તો કેટલા કિ.મી.નું મુસાફરી હોય તો કેટલી લીવ મળવાપાત્ર ?
(૭) ૨૦૧૧ની ભરતી વખતે મેડીકલ ફીટનેશ રજૂ કર્યું હતું તો ફરીથી મેડીકલ ફિટનેશ કઢાવવું જરૂરી છે ?
: ભાઈશ્રી (૧) વિદ્યાસહાયકોના કિસ્સામાં સરકારશ્રીએ માત્ર ૨ સી.એલ. મંજુર કરવા અંગેનો પરિપત્ર કરેલ છે. સાથે વર્ષ દરમ્યાન ૨ મરજીયાત રજા અંગેનો કોઈ પરિપત્ર કરેલ નથી.
) સામાન્ય વહીવટ વિભાગના તા.૨૦-૧૦-૨૦૧૫માં હાલ ૧૨ રજા મળવાપાત્ર છે. જેમાં સૂચિત વધારો કરી ૧૫ ખાસ રજા મળવાપાત્ર છે જે રજાઓ કોઈપણ હેતુ માટે વાપરી શકાશે જેમાં કરી આ રજાઓ પ્રાપ્ત રજાની જેમ ભોગવી શકાશે અને ફિક્સ આ રજાઓમાંથી ૩૦ રજાઓ આગળના વર્ષમાં કેરીફોરવર્ડ થઈ શકશે. શિક્ષકની કેડરમાં આવ્યા બાદ વર્ષ દરમ્યાન માત્ર ૨૦ અર્ધપગારી રજાઓ જ વેકેશનલ કર્મચારી હોવાને લીધે મળવાપાત્ર થાય છે.
(૩) વળતર રજા એ સરકારી કર્મચારી જાહેર રજાના દિવસે ૫ કલાકથી વધારે સમય માટે ઓફિસમાં કામ કરે તો મળવાપાત્ર થાય છે. શિક્ષક કેડરના કર્મચારીને વેકેશન દરમ્યાન વેકેશન ભોગવતા રોકવામાં આવે તો તેઓને પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય છે. કારણ કે વેકેશન ભોગવતા કર્મચારી વર્ષમાં ૩૫ દિવસની રજા ભોગવે છે. જયારે અન્ય કર્મચારીને વર્ષ દરમ્યાન ૩૦ પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય છે. આમ વેકેશનમાં જેટલા દિવસ શિક્ષક ન ભોગવી શકે તેટલા દિવસના પ્રમાણમાં પ્રાપ્ત રજા મળે છે જ્યારે વિદ્યાસહાયકે આવી પ્રાપ્ત રજા મળવાપાત્ર થતી નથી. જેથી જાહેર રજામાં કામગીરી સબબ વળતર રજા મંજુર કરવામાં આવે છે અને વળતર રજા પછી ભલે તે ચૂંટણી કે તાલીમ બાબતની હોય તે વળતર રજાના નિયમો મુજબ એક સાથે જેટલી મંજુર થયેલી હોય તેમાંથી કટકે કટકે જે તે કેલેન્ડર વર્ષમાં ભોગવી શકાય છે.
(૪) વળત૨ ૨જા સર્વિસબુકે જમા બતાવેલી હોય તો ભલે જો સર્વિસબુકે બતાવેલી ન હોય તો લાસ્ટ પે સર્ટી.માં કર્મચારીએ કેટલી સી.એલ. ભોગવી હોય અને કેટલી મરજીયાત રજા ભોગવી હોય તે દર્શાવેલ હોય તે સાથે કર્મચારીને કેટલી મરજીયાત રજા મંજુર કરવામાં આવી છે અને તેમાંથી વર્ષ દરમ્યાન કેટલી ભોગવી છે તે દર્શાવવું જોઈએ. બને તો વળતર રજા કઈ કામગીરી સબબ મળેલ છે. તેના કામગીરીના દાખલા કર્મચારીએ ઝેરોક્ષ સાથે રાખવી જોઈએ. જો લાસ્ટ પે સર્ટી.માં રજાનો ઉલ્લેખ હોરા તા અન્ય તાલુકામાં કે જિલ્લામાં બદલી પામેલ શિક્ષક તે રજા ભોગવી શકે છે. રજા મંજુર કરનાર અધિકારીને ખાતરી થવી જોઈએ કે કર્મચારી ભોગવવા માંગતા રજા તેને મળવાપાત્ર છે. જે સર્વિસબુક કે એલ.પી.સી. પરથી ખાત્રી થાય.
(૫) ‘જર્ની લીવ’ આવા પ્રકારની રજાનો ઉલ્લેખ જી.સી.એસ.આર.માં રજાના નિયમોમાં હોય તેવું મારા ધ્યાનમાં આવેલ નથી. ૮ કિ.મી.થી વધારે મુસાફરી કરવાની થાય તો કર્મચારીને ૧૨ કલાકથી વધારે રોકાણ માટે આખું અને ૧૨ કલાકથી ઓછા રોકાણ માટે અડધું ડી.એ. મળવાપાત્ર થાય છે અને તમો મુસાફરી શરૂ કરો ત્યારથી મુસાફરી પુરી કરો ત્યાં સુધીના સમયની ગણત્રી કરવાની થાય છે તેમજ મુસાફરી કરવાનો અધિકાર જે તે વર્ગમાં હોય તે વર્ગની ટિકીટ મળવાપાત્ર થાય છે. સરકારી કામકાજ અંગે કરેલ મુસાફરી અંગેની કોઈ રજા મળવાપાત્ર થતી હોય તેવું મારા ખ્યાલમાં નથી.
(૬) મેડીકલ ફિટનેશ નોકરીમાં દાખલ થતી વખતે આપ્યું હોય તો જ્યારે પુરા પગારનો હુકમ થાય અને પ્રથમ માસનું પગારબીલ બને ત્યારે પહેલાં આપેલ મેડીકલ ફિટનેશની ઝેરોક્ષ જોડવી જોઈએ અને નોંધ પણ લખવી જોઈએ કે વિદ્યાસહાયક તરીકે તારીખ... ના રોજ હાજર થયા પછીના તરતના પગાર બીલે અસલ મેડીકલ ફિટનેશ જોડેલ છે. મેડીકલ ફિટનેશ જ્યારે લોકલફંડ ઓડિટ આવે ત્યારે પગારબીલના ઓડિટ વખતે માંગે છે જે ના હોય તો ઓડિટ પારો બનવા સંભવ રહે છે. ફરીવાર મેડીકલ ફિટનેશ સર્ટી, મેળવવું એ ફરજિયાત નથી.
Post a Comment