નકશો એટલે શું?નકશાનું મહત્વઃનકશાપોથીના નકશા:- (Atlas map)

 👉નકશો એટલે શું?  વધુ જાણવા ક્લીક 

- નકશાને અંગ્રેજીમાં MAP કહે છે.

જે લેટિન ભાષાનો શબ્દ ’ Mappa Mundi ' ( મેપા મુન્ડી મૂળ ૫૨થી અપભ્રંશ થઈને Map બન્યો છે. -

તેનો અર્થ 'હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો' એવો થાય છે. -

- સામાન્ય અર્થમાં જોઈએ તો ’ પૃથ્વી સપાટી અથવા તેના કોઈ ભાગને સપાટ કાગળ ૫૨ દો૨વામાં આવે તેને નકશો કહેવાય છે.’👫ચાલો નકશો સમજીયે pdf અહીંયા થી dawnlod કરો 

  👉નકશાનું મહત્વઃ

  - આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં GPS ( global position system) ની મદદથી તમે વિશ્વના કોઈપણ ખૂણે પહોંચી શકો છો. - પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે ,પણ પૃથ્વીના કોઈ પણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામ નો અભ્યાસ ક૨વા માટે નકશા વધારે ઉપયોગી છે.

  - નકશાની મદદથી કોઈ પણ સ્થળ ની વિગતો જાણી શકાય છે. - પ્રવાસન સ્થળો, શોધખોળ માટે, દરિયામાં તેમજ ૨ણ જેવા વિસ્તારોમાં નકશા ઉપયોગી થાય છે.

  👉નકશાપોથીના નકશા:- (Atlas map)


  - પૃથ્વી અથવા તેના ભાગોની અનેક વિગતો દર્શાવતા નકશાના સમૂહ નકશાપોથી કહે છે.

  - તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે.

  · નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે, જેવી કે પ્રાકૃતિક ( પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન, નદી, સરોવ૨ વગેરે ) અને સાંસ્કૃતિક ( પરિવહન,ઉદ્યોગ, ખેતી, સિંચાઈ વગેરે)

  👉 નકશાનાપ્રકારઃ


  (૧) હેતુ આધારિત નકશા

  - આ નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયા૨

  ક૨વામાં આવે છે તેના બે ભાગ પડે છે.

  કુદરત દ્વારા બનેલી વિગતોનું આલેખન કરતા નકશા અને પ્રાકૃતિક નકશા કહે છે.છે -

  -> (A) પ્રાકૃતિક નકશા :

  - તેમાં પૃથ્વીના વિવિધ ભૂમિસ્વરૂપો જેવા કે પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનીજ વગેરેનું વિવ૨ણ ક૨વામાં આવે છે.

  - (!) ભૂપૃષ્ઠના નકશા :  > (B) સાંસ્કૃતિક નકશા :

  - માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે.

  - જેમ કે રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા વગેરે..

  - (!) રાજકીય નકશા :

  - ખંડ,દેશ, સ્થાનિક વહીવટીતંત્ર, સરહદોની વિગતો આપતા નકશાને રાજકીય નકશા કહે છે.  (2) માપનાં આધારે નકશાના પ્રકાર :


  ૧. સામાન્ય રીતે નકશાનુ પ્રમાણમાપ 01 સેન્ટિમીટ૨ : 50 કિલોમીટ૨ ક૨તા ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. - તેમાં વિગતો વધારે દર્શાવેલી હોય છે,જેમકે તાલુકા, શહેર કે ગામના મોટા નકશા. -

  - ૨. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ ભાગ દર્શાવાય છે. જેમ કે ખંડ કે દેશના નાના માપના નકશા.

  * (2) માપનાં આધારે નકશાના પ્રકાર :

  - નાના માપના નકશાના ચાર પ્રકાર છે.

  • ૧. ઍટલાસ

  • ૨. કેડેસ્ટ્રલ

  • ૩. સ્થળવર્ણન

  • ૪. ભીંત નકશા

  👉નકશાના અંગો - 


  - નકશાના મુખ્ય ત્રણ અંગો છે.

  -> (૧) દિશા સૂચનઃ

  ઉત્તર NORTH - સામાન્ય રીતે આપણે નકશામાં * - · આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. - ઉત્તર દિશા ઉ૫૨થી બીજી બધી દિશાઓ પણ જાણી શકાય છે. - ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે, તમે ઊગતા સૂર્યની સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા અને પાછળની બાજુ પશ્ચિમ દિશા હશે. ચિહ્ન આપેલું હોય છે.

  -> (૧) દિશા સૂચનઃ

  - મુખ્ય દિશાઓ ચા૨ છે. ઉત્તર,દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ.

  - મુખ્ય ખૂણાઓ પણ ચા૨ છે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય.

  - ઉત્તર-પૂર્વને ઈશાન, દક્ષિણ-પૂર્વને અગ્નિ, દક્ષિણ -પશ્ચિમને નૈઋત્ય અને ઉત્ત૨-પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે.
  👉આટલું જાણો હોકાયંત્ર  ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બૉક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વાણ, સ્ટીમર, સબમરિન, વિમાન વગેરેમાં દિશાનિર્ધારણ માટે થાય છે.

  -> (ર) પ્રમાણમાપ:  - પૃથ્વી ઉ૫૨ના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બન્ને સ્થળના નકશા ઉ૫૨ના અંત૨ વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે.

  - પ્રમાણમાપ 01 સે.મી : 100 સે. મી.

  - એટલે કે નકશામાં દર્શાવેલ 01 સેન્ટીમીટ૨ માપ વાસ્તવિક પૃથ્વી ૫૨નું અંત૨ 100 કિલોમીટ૨ છે.

  - અંતર દોરી તે માપ પટ્ટી ની મદદથી શોધી શકાય છે.

   (૩) રૂઢસંજ્ઞાઓ :


  - નકશામાં જુદી-જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢસંજ્ઞાઓ કહે છે.

  - તેના માટે નિશ્ચિત અક્ષરો, છાયા, પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ થાય છે.

  · આવા ચિન્હો સ૨ળ અને સર્વમાન્ય ગણાય છે. - આ ચિન્હો સંદર્ભે આંત૨૨ાષ્ટ્રીય સમજૂતી થયેલી હોવાથી તેનો બધે ઉપયોગ થાય છે.


  👉ભારતનું સ્થાન


  - ભારત દેશ પૃથ્વી ઉપર ઉત્તર-પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. - ભા૨ત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. - ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. - સુ૨તની વહીવટી સ૨ળતા માટે 28 રાજ્યો અને 07 કેન્દ્રશાસિત પ્રદેશ અને 01 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. (2019) - ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા, પૂર્વ દિશાએ બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. - ભા૨તનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4′ થી 37° ઉત્તર અક્ષાંશ અને 68°7’ થી 97°25' પૂર્વ રેખાંશ વૃત વચ્ચે આવેલો છે.

  Popular Posts