Hot Posts

Popular Posts

વિશ્વ સિંહ દિવસ ની ડિજિટલ ઉજવણી :માનવ અને સિંહ માટે 'ફ્રેન્ડશીપ ડે '// World Lion Day

વિશ્વ સિંહ દિવસ ની ડિજિટલ ઉજવણી :માનવ અને સિંહ માટે 'ફ્રેન્ડશીપ ડે '// World Lion Day

ભારતનું ગર્વ છે એશિયાટિક લાયન ભારતની પ્રજાની પ્રકૃતિ પણ આ સિંહ જેવી હોવાની અનુભૂતિ વિશ્વ એ કરી છે. ભારતના આ ગૌરવ ને જાળવી રાખવુ જરૂરી છે. માટે જ દર વર્ષે 10 ઓગસ્ટ એ 'વિશ્વ સિંહ દિવસ' ઉજવવામાં આવે છે. ની ડિજિટલ ઉજવણી :માનવ અને સિંહ માટે 'ફ્રેન્ડશીપ ડે '



    સિંહ દિવસ ની પ્રતિજ્ઞા

    હું જાણું છું કે, સિંહ એશિયા ખંડનાં ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે. આપણાં તમામનાં સાથ સહકારથી સિંહોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયેલ છે. આથી ગુજરાતનાં ગૌરવ સમા એશિયાઇ સિંહોનાં સંરક્ષણ માટે હું ખંત પૂર્વક મારૂ યથા યોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું.

    સિંહ વિશે માહિતી 

    ગુજરાત રાજયનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશનાં ગૌરવ સમા એશિયાઇ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે, આ બાબતનું સૌરાષ્ટ્રનાં લોકો ખુબ ગર્વ અને ગૌરવ અનુભવે છે. એશિયાઇ સિંહો સૌરાષ્ટ્ર વિસ્તારનાં ગીર જંગલ તેમજ ગીર આસપાસનાં અન્ય વિસ્તારોમાં જેવા મળે છે, આવાં એશિયાઇ સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં સ્થાનીક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ રહયો છે. ગીર જંગલનું સંરક્ષણ અને તેમા કુદરતી રીતે વસવાટ કરતા વન્યપ્રાણીઓનું સંવર્ધન ગુજરાત વન વિભાગનાં અથાગ પરીશ્રમ અને ગીરની આસ-પાસ રહેનાર સ્થાનિક લોકોનાં સહકારને આભારી છે. ગીર જંગલ વિસ્તારમાંથી નિકળતા નાના મોટા નદી, નાળા તેમજ ઝરણાઓ ગીરની શોભા વધારે છે. તેમજ ગીર આસ-પાસનાં વિસ્તારમાંથી પણ આ નદી, નાળા પસાર થતા હોય આવાં વિસ્તારમાં પાણીનો સ્રોત વિપુલ પ્રમાણમાં જળવાઇ રહે છે, જેથી આવી એશીયાઇ સિંહોની સોરઠધરાની ખેતી અને બાગાયત પણ સમૃદ્ધ છે.

    સિંહ દિવસ ના સૂત્ર

    ગુજરાતનું ગૌરવ

    આપણો સિંહ,

    આપણો સિંહ

    આન-બાન ને ગીરની શાન

    સાવજ તો છે ગીરની જાન

    ગલી ગલી મેં ગુંજે નાદ

    ગીરનો સાવજ જીંદાબાદ

    શેરીએ શેરીએ એક જ નારો

    ગીરનું ગૌરવ સાવજ અમારો

    સિંહ દિવસની એક જ વાત

    વનરાજ બચાવો એક જ વાત

    જય જય ગરવી ગુજરાત

    સિંહ બચાવો એક જ વાત

    ગીર જંગલ છે આપણી શાન

    કરો હેતથી સિંહને સલામ

    સિંહને જંગલની ઓથ

    જંગલને સિંહની ઓથ

    હું છું ગીરનો સિંહ

    સિંહ છે તો ગીર છે

    ગીર છે તો સિંહ છે

    હું છું ગીરનો કેસરી

    હું છું ગીરનો સાવજ

    સિંહ બચાવો અભિયાન


    સિંહ :ઐતિહાસિક પરિપ્રેક્ષ

     ઐતિહાસિક દ્રષ્ટિએ સિંહ વિશ્વનાં મોટા વિસ્તારમાં હાજરી ધરાવતાં હતાં. પહેલાં એશિયાઇ સિંહ છેકે નિયિા, મધ્યપૂર્વ એશીયાથી લઇ ભારત સુધી વિસ્તરેલાં હતાં, ત્યાર બાદનાં સમયમાં એશીયાઇ સિંહોનો વસવાટ વિસ્તાર ઘટીને ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યો જેવા કે, હરીયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં હતાં. પરંતુ વર્તમાન સમયમાં સિંહ ગુજરાતનાં સૌરાષ્ટ્રનાં ૩૦,૦૦૦ ચો. કી.મી વિસ્તારમાં મુકત રીતે વિહરતા જોવા મળે છે,

    એશિયાઇ સિંહ હાલમાં સૌરાષ્ટ્રનાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને પોરબંદર જીલ્લામાં વિહા જોવા મળે છે તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લાનાં વિસ્તારમાં અમુકવાર જોવા મળે છે,

    ૭ એશિયાઇ સિંહ ગીર તેમજ બ્રુહદ ગીર (રક્ષિત અને આરક્ષિત વીડી તેમજ રેવન્યુ વિસ્તાર) માં જોવા મળે છે. વન વિભાગ અને સ્થાનિક લોકોનાં સહયોગથી છેલ્લા ત્રણ દાયકાઓમાં સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયેલ છે.


    સિંહ વિશે જાણવા જેવું


    ✔સિંહ એ એક બિલાડી કુળનું પ્રાણી છે. બિલાડી કુળનાં મોટા પ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘ, દિપડો વિગેરે માંથી ફકત સિંહ ર સમુહમાં રહે છે. તેનાં આ સમુહને ‘‘પ્રાઇડ’’ કહેવામાં આવે છે. આમ સિંહ નર ચોકકસ સમયગાળા દરમ્યાન પોતાનાં સમુહ સાથે જોડાયેલું રહે છે.

    નર સિંહની પ્રજનન ક્ષમતા તેના જીવનનાં ચોકકસ સમયકાળમાં પ્રતિબંધીત હોય છે.

    સિંહનાં સમુહના નિશ્ચિંત આવાસ વિસ્તાર હોય છે, ત્યાં સમુહનાં તમામ સભ્યો નિર્ભયતાથી વિહરી શકે છે. 

    સમૂહ ને ધરાવતાં હોય તેવા સિંહ પણ પોતાના નિશ્ચિત આવાસ વિસ્તાર ધરાવે છે. આવા એકલા રહેતા સિંહોના વિસ્તાર સમૂહ ધરાવતાં સિંહાનાં વિસ્તાર કરતા મોટા  હોય છે.

    એશિયાઈ સિંહ વિશે ની આઠ બાબતો જાણો


    • 👉સિંહની સ્પીડ વિશે વાત કરીએ તો, તે 50 મીટર/કલાકના હિસાબથી દોડી શકે છે, જ્યારે તેની સૌથી લાંબી છલાંગ 36 ફુટ સુધી હોય શકે છે. તેનો વજન આરામથી 170થી 230 કિલોગ્રામ સુધી હોય છે. સિંહણ તેનાથી ઓછા વજનવાળી હોય છે અને તેનું વજન 120થી 180 કિલોગ્રામ સુધી હોય છે.
    •  👉એક સિંહની ગર્જના 5 માઈલ એટલે કે 8 કિમી દૂર સુધી સાંભળી શકાય છે. જ્યારે ટાઈગરની ગર્જના તેનાથી ઓછી હોય છે, જેને 3 કિમી દૂર સુધી સાંભળી શકાય છે.
    •  👉સિંહનું મુખ્ય કામ હોય છે પોતાના ટોળાની રક્ષા કરવાની, જ્યારે મોટા ભાગના શિકારનું કામ સિંહણ જ કરતી હોય છે. તે શિકાર જરુર કરે છે, પણ ટોળાના નિયમ અનુસાર સિંહ શિકારને પહેલા ખાય છે.
    •  👉સિંહની ઉંમર આપણને તેના ચહેરાની આસપાસના વાળ પરથી જાણવા મળે છે. તે જેટલા ઘાટા રંગના હશે, સિંહની ઉંમર એટલી વધારે માનવામાં આવે છે.
    • 👉 એક સિંહ જ્યારે ચાલે છે, તો ક્યારેય તેની એડી જમીનને અડતી નથી. તે દિવસના 24 કલાકમાં 20 કલાક સુઈને પોતાની ઊંઘ પુરી કરે છે
    • 👉 આમ તો એશિયામાં પણ સિંહ જોવા મળે છે, પણ આફ્રીકમાં જોવા મળતા સિંહને સૌથી વધારે સામાજિક માનવામા આવે છે. તે ફક્તને ફક્ત ગ્રુપમાં રહેવાનું પસંદ કરે છે. તેના ટોળામાં 15 સિંહ હોય છે, જેમાંથી એક તેમનું મુખ્ય માથું હોય છે.
    •  👉મોટા ભાગે સિંહ આફ્રિકા, એશિયા અને યૂરોપમાં જોવા મળતા હતા, પણ તેની સંખ્યા ફક્ત આફ્રિકામાં જ છે. એશિયન સિંહની વાત કરીએ તો ગુજરાતના સાસણ ગીર નેશનલ પાર્કમાં લગભગ 350-400 સુધી સિંહ જોવા મળે છે. આ પાર્કને આ ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો હતો.
    • 👉સિંહને જંગલનો રાજા જરુર કહેવાય છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે તે જંગલમાં નહીં પણ મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. આફ્રિકાના જંગલથી જોવામાં આવી રહ્યું છે, કદાચ એટલા માટે કહેવાય છે કે, અહીં જંગલનો અર્થ ગાઢ જંગલ સાથે નહીં.

    આ પણ વાંચો :

    15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ઉપયોગી ઓલ ઇન વન માહિતી
    15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.
    15 મી ઓગસ્ટ નિબંધ
    15 મી ઓગસ્ટ માટે ખુબજ ઉપયોગી 

    સિંહ દિવસ સ્ટેટ્સ માટે 10 ઓગસ્ટ 























    No comments:

    Post a Comment