સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત. રચનાત્મક પત્રક A બાબતે માર્ગદર્શન

Gujrat
By -
0

અહીંયા રચનાત્મક પત્રક A વિશે માર્ગદર્શન છે. પ્રાથમિક શાળામાં રચનાત્મક પત્રક A ખુબજ અગત્ય નુ હોય છે. બાળક ને કેટલું આવડે છે.તે તમામ બાબત અને વર્ગ શિક્ષક  કરેલ કામ ની તમામ બાબત ની નોંધ આધાર પુરાવા ની નોંધ,શું શીખવા નુ છે.તેની નોંધ કરવા માં આવે છે. આ બાબતે ભાવનગર તાલીમ ભવન ના પરિપત્ર ને પણ મુકવામાં આવેલ છે.

👫શું તમને આવા વિષય ગમે છે? મારી સાથે મારા કોમ્યુનિટી ગ્રુપમાં જોડાઓ અહીંયા ક્લીક કરો 

    વિષય:- સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત

    સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે તાલીમમાં વારંવાર કેટલાંક પ્રશ્નો પુછવામાં આવતાં હોય છે તે બાબતે અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.

    👉*પ્રશ્ન" : નવી અધ્યયન નિષ્પત્તિઓ જીસીઈઆરટી દ્વારા આપવામાં આવી છે તે કઇ રીતે ઉપયોગમાં લેવી?

    જવાબ: નવા પાઠ્યપુસ્તક સાથે તેમની અધ્યયન નિષ્પત્તિઓ પણ જીસીઈઆરટી દ્વારા તેમની વેબસાઈટ www.gcert.gujarat.gov.in પર મુકવામાં આવી છે. યાદ રાખીએ કે આ અધ્યયન નિષ્પત્તિઓ આદર્શ રીતે આપેલાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ અધ્યયન નિષ્પત્તિઓમાં મુખ્ય નિષ્પત્તિ અને જરૂર મુજબ તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે. સાથે જ જે-તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યયન-અધ્યાપન માટેની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે. જ્યારે પણ આપણે વિદ્યાર્થીને અધ્યયન - અધ્યાપનનો અનુભવ પુરા પાડીએ તેમાં આ પ્રવૃત્તિઓ કરાવવાની છે.

    પત્રક - A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી?

    👉પ્રશ્ન: પત્રક - A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી?

    જવાબ*: પત્રક - A જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. આ "અનૌપચારિક મૂલ્યાંકન સ્વરૂપનાં માળખામાં સમાવિષ્ટ છે. જ્યારે અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન *અનૌપચારિક* રીતે જ* જે અધ્યયન નિષ્પત્તિઓ ચકાસી શકાય તેમ હોય તેવી અધ્યયન નિષ્પત્તિઓને રચનાત્મક મૂલ્યાંકન માટે પસંદ કરી શકાય. આ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી અને મૂલ્યાંકન શિક્ષકની વિશિષ્ટ આવડત માંગી લે તેવું કામ છે. આ માટેની અધ્યયન નિષ્પત્તિઓ શિક્ષકે અગાઉથી જ સત્રારંભે નક્કીકરી લેવી જોઇએ જેથી જે તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યાપન કાર્ય વખતે મૂલ્યાંકનનું આગોતરૂં આયોજન થઈ શકે અને સાતત્યતાપૂર્ણ મૂલ્યાંકન થઇ શકે.

    આ પણ વાંચો 

    સતત અને સર્વ ગ્રાહી મૂલ્યાંકન માટે માર્ગદર્શન, પત્ર 


    સતત ગેરહાજર રહેતા બાળકો ના 3 દિવસ,7 દિવસ,21 દિવસ  pdf અને સમજૂતી 

    👫

    ધોરણ 6 થી 8 english દૈનિક નોંધ પોથી લખવાં માટે ઉપયોગી downlod 

    👉પ્રશ્ન જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિની યાદીમાં ૨૦ કરતાં વધારે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્યયન નિષ્પત્તિઓ કેમ લેવી?

    ALSO READ પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2023, જાણો સંપૂર્ણ માહિતી

    🔛🕃Join WhatsApp Group Join WhatsApp Group

    🔛Join Telegram Channel Join Telegram Channel

    જવાબ : જીસીઈઆરટી દ્વારા જે અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે તે અધ્યયન-અધ્યાપન માટેની યાદી છે. જ્યારે આપણે મહત્તમ ૨૦ અધ્યયન નિષ્પત્તિ લેવાની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપણે *અનૌપચારિક મૂલ્યાંકન" પત્રક-4 ની વાત કરીએ છીએ. અનૌપચારિક રીતે મૂલ્યાંકન થઈ શકે તેવી મહત્તમ ૨૦ પ્રતિનિધિરૂપ ક્ષમતા જ પત્રક -A માટે લેવાની છે.

    👉પ્રશ્ન એકમ કસોટીમાં આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓનાં આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માં મૂલ્યાંકન નોંધ કરી શકાય?

    જવાબ એકમ કસોટી નિશ્ચિત માળખામાં લેવામાં આવે છે. અને તે લેખિત પ્રકારની એટલે ઔપચારિક પ્રકારની કસોટી છે જ્યારે રચનાત્મક પત્રકમાં અનૌપચારિક મૂલ્યાંકનની વાત છે. એકમ કસોટી જે-તે એકમ અથવા એકમોનાં અંતે લેવામાં આવે છે જ્યારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A સતત થતાં મૂલ્યાંકનનો ભાગ છે જે અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થાય છે.

    *👉પ્રશ્ન" -પ્રશ્ન" -રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો?

    પત્રક-A ના મૂલ્યાંકનનાં આધાર કેવી રીતે રાખવાં?

    જવાબ= અગાઉ એક પ્રશ્નના જવાબમાં વાત થઇ. રચનાત્મક મૂલ્યાંકનમાં એવી અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન અનૌપચારિક રીતે કરવામાં આવતું હોય. આ પ્રકારનાં મૂલ્યાંકન માટે શિક્ષકે આગોતરૂં આયોજન કરવું પડે તે પણ આપણે જાણ્યું. હવે વાત કરીએ આધારોની તો તમે જે-તે અધ્યયન નિષ્પત્તિ પત્રક - A માટે લીધી હોય તે માટે મૂલ્યાંકન પદ્ધતિનું આગોતરૂં આયોજન તો કર્યું જ હોય છે. આ આયોજન પણ તમારો આધાર બની શકે. દૈનિકબુકમાં પણ મૂલ્યાંકન નોંધમાં તમે તે નોંધ્યું હશે. તમે રચનાત્મક મૂલ્યાંકન માટે કોઇ અનૌપચારિક ક્રિયાત્મક કસોટી નક્કી કરી હોય તો તેમાં વિદ્યાર્થીએ કરેલાં કામને આધાર તરીકે રાખી શકાય. મૌખિક પ્રશ્નોત્તરી અથવા ક્યારેક સામુહિક અનૌપચારિક મૂલ્યાંકન વખતે આધાર ન હોય તો ચાલી શકે પણ મૂલ્યાંકન સાતત્યતાપૂર્ણ કરવામાં આવ્યું હોય તે જરૂરી છે. ઉદાહરણ તરીકે કોઇ એક અધ્યયન નિષ્પત્તિ માટે શિક્ષકશ્રી દ્વારા મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય અને તેનાં આધારે  રચનાત્મક પત્રક - A માં સિદ્ધિની નોંધ કરવામાં આવી હોય. હવે ફરીવાર જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે અપવાદ અને સહજ અમુક વિદ્યાર્થી બાદ કરતાં બાકીનાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તે આવશ્યક છે.

    adhyan nishpati sankalan all sankalan 



    પત્ર  



    પત્ર pdf

    FAQ

    રચનાત્મક પત્રક A પ્રશ્નો અને તેના જવાબ 

    Q1.➡️પત્રક - A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી?

    Q.2➡️જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિની યાદીમાં ૨૦ કરતાં વધારે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્યયન નિષ્પત્તિઓ કેમ લેવી?


    Q.3➡️રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો?


    Q.4 ➡️નવી અધ્યયન નિષ્પત્તિઓ જીસીઈઆરટી દ્વારા આપવામાં આવી છે તે કઇ રીતે ઉપયોગમાં લેવી?


    *https://bit.ly/3pc61zl

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!