નિપાત|| nipat in gujrati

teaching

નિપાત|| nipat in gujrati

 નિપાત

👉નિપાત: જુદા જુદા પ્રકારના વ્યાકરણની ભાષાના શબ્દો સાથે આવી ભાર, નિશ્ચય વગેરે જેવો અર્થ દર્શાવે તેવા ઘટકને નિપાત કહે છે.નિપાતના મુખ્ય ચાર પ્રકાર પાડી શકાય.<

👫નિપાતના મુખ્ય ચાર પ્રકાર પાડી શકાય.

1) ભારવાચક

2) સીમાવાચક

3) વિનયવાચક

4) પ્રકીર્ણ/લટકણિયાંરૂપ

1) ભારવાચક નિપાત: 

👉જે પદ વાકયમાં ભારરૂપી અર્થ દર્શાવે તે ભારવાચક નિપાત.

તેમાં મુખ્યત્વે જ, ય તો, પણ સુધ્ધાં વગેરે જેવા શબ્દોનો સમાવેશ થાય છે.

ભારવાચક નિપાત ના ઉદાહરણ:

આગળના વળાંકથી તમને રીક્ષા મળી જ જશે.

તમારેય મારી સાથે આવવું છે ?

અમે બેય જણ ત્યાં ગયા હતા.

નરસિંહની ભક્તિ સુધ્ધાં અદ્ભુત છે.

મારે તો કાલે શાળાએ જવાનું છે.

અમને તો કોઈ બોલાવતુંય નથી.

ભક્ત થયા પણ ભક્તિનો અર્થ ન જાણ્યો.

રાકેશને પણ તમારી સાથે આવવું હતું.

  2) સીમાવાચક નિપાત:

   👉જે પદ દ્વારા વાકયમાં સીમા અથવા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે સીમાવાચક નિપાત આવે છે.

  તેમા મુખ્યત્વે ફક્ત, કેવળ, તદ્દન, માત્ર, સાવ, છેક વગેરે જેવા શબ્દોનો સમાવેશ થાય છે.

  સીમાવાચક નિપાત ના ઉદાહરણ:

  આ પેન ફક્ત પંદર રૂપિયાની છે.

  કેવળ રાજેશનું માન રાખવા સુરેશ આવ્યો.

  એક વસ્તુની ખરીદી પર બીજી વસ્તુ તદ્દન મફત.

  તમે ગયા પછી હું સાવ એકલો પડી ગયો હતો.

  માત્ર એક કલાક માટે મને અહીં બેસવા દો.

  મને આ ખુશીની વાત છેક અમદાવાદ પહોંચીને ખબર પડી.

  3) વિનયવાચક નિપાત: 

  વિનય, માન, આદરની લાગણી વ્યક્ત થાય તે વિનયવાચક નિપાત કહેવાય.

  તેમાં ‘જી’ જેવા શબ્દનો સમાવેશ થાય છે.

  વિનયવાચક નિપાત ના ઉદાહરણ:

  દરેક ગુરુજી વંદનીય હોય છે.

  કાલે શાળાએ સમયસર પધારશોજી.

  અમારી કંઈ ભૂલ હોય તો માફ કરશોજી.

  4) પ્રકીર્ણ લટકણિયાંરૂપ નિપાત:

   👉વાકયના અંતે આગ્રહ અથવા પરવાનગી વગેરે જેવી લાગણી વ્યક્ત કરવાની હોય ત્યારે પ્રકીર્ણ કે લટકણિયાંરૂપ નિપાત આવે છે.

  ને, કે, તો, એમ કે, ખરો, ખરી, ખરું, ખરાં વગેરે જેવા શબ્દનો પ્રયોગ થાય છે.

  લટકણિયાંરૂપ નિપાતનો પ્રયોગ મોટેભાગે વાકયના અંતે થતો હોય છે.

  પ્રકીર્ણ લટકણિયાંરૂપ નિપાત ના ઉદાહરણ:

  તમારી ચોપડી મને આપો ને !

  તું આજે અહીંયા આવ્યો ખરો !

  આ ખુરશી મારા સુધી લંબાવશો કે !

  મને એમનું નામ કહો તો !

  તમે કાલે અહીં આવજો તો ખરા !

  બેટા છાયા, અહીં આવ તો !

  તને એમ કે હું જવા દઈશ !

  આ મારી જ પેન છે. ખરું ને !

  હાશ મારું પરિણામ આજે આવ્યું ખરું !


  Post a Comment

  0 Comments

  Close Menu