Log book લોગબુક એટલે શું?
લોગબુક
એટલેલોગ શબ્દનો અર્થ જોડણીકોશમાં જુદા જુદા સંદર્ભમાં અપાયો છે, એ સંદર્ભો જોઈએ log એટલે
૧. વહાણની ઝડપ કે પ્રવેગ માપવાનું સાધન.
૨. સફર કરનારની અધિકૃત અહેવાલની નોંધ.
૩. વિદ્યાર્થી, શિક્ષકોની હાજરી તથા શાળાને લગતી અન્ય વિગતો નોંધવાની ચોપડી.
આ ત્રણે મુદ્દાનો કેન્દ્રીય વિચાર છે કે : “કામગીરી પ્રત્યક્ષ જોયા પછી, અધિકૃત રીતે કરેલી નોંધ’ મુખ્ય શિક્ષકે આ ત્રણેય મુદ્દાને યથાયોગ્ય ધ્યાને લઈ, શાળાને પ્રગતિ કરાવવાની છે, અને પોતાને લાંબી શૈક્ષણિક સફર ખેડવાની છે.
આ લોગબુકમાં પ્રત્યક્ષ જે બાબતો નિહાળી હોય તેને રચનાત્મક દ્રષ્ટિકોણથી મૂલવીયોગ્ય સૂચનો લખવાનાં છે અને સંબંધિતને જાણ કરી વંચાવી તેની સહી મેળવવાની છે. દરેક શિક્ષકના વર્ગની મુલાકાત (અઠવાડિક ત્રણ) લઈ જરૂરી સૂચના નોંધવી. જે શબ્દો નોંધીએ તે અસરકારક, હકારાત્મક, સૌજન્યપૂર્ણ ભાષામાં અને પદ્ધતિસરના હોવા જોઈએ, શકય હોય તો વ્યાવહારિક રીતે સ્થાનિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી. જેથી સંવાદિતા પણ જળવાય અને સંતોષજનક કાર્ય પણ થતું રહે.
👉અગાઉની મુલાકાત વખતે આપેલ સૂચનોની અમલવારી થઈ છે કે કેમ ? તેનું સમીક્ષાત્મક ચિંતન કરી, નવી મુલાકાતના નવાં સૂચનો લખીએ.
આપના સિનિયર ગણાય તેવા કેટલાક મુખ્ય શિક્ષકશ્રીઓ આ લોગબુકની નોંધ અંગે
તેમના અનુભવો વર્ણવે, પરંતુ તેમાંથી આપણે નીરક્ષીર વિવેક જાળવી, યથાયોગ્ય કરવું. વર્ગ એક અને વર્ગ બેના અધિકારીશ્રીઓ જયારે સરકારી ફરજ બજાવવા, વાહનનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓશ્રીએ પણ લોગબુક નિભાવવાની હોય છે... પરંતુ “સમયની વ્યસ્તતા’’ ના કારણે વાહન ચાલક જે લખે તેમાં “મત્તું મારી” હળવાશ અનુભવે છે. ક્યારેક તક મળે તો તેમના પ્રતિભાવો-“લોગબુક નોંધ”-વિશેના જાણવાથી, મુખ્ય શિક્ષકની લોગબુકનું મહત્ત્વ સમજાશે.
Post a Comment