બાળસંસદ રચના -સંસદ ચૂંટણી આયોજન ફાઈલો ,પત્રકો ફોર્મ BAL SANSAD SVRUP KARY &SAMITI બાળસંસદનું સ્વરૂપ

Gujrat
By -
0


    👫 બાળસંસદનું સ્વરૂપ

    (૧) મહામંત્રી તથા મંત્રીમંડળ

    (ર) પ્રાર્થના - સાંસ્કૃતિક સમિતિ

    (૩) આરોગ્ય અને સારવાર સમિતિ

    (૪) પર્યાવરણ તથા સફાઇ સમિતિ (પ) મધ્યાહન ભોજન સમિતિ

    (૬) બાગકામ તથા પાણી સમિતિ

    (૭) રમતગમત તથા પ્રવાસન સમિતિ

    (૮) બાલહાટ સમિતિ

    (૯) શિક્ષણમંત્રી લાઇબ્રેરી સમિતિ -

    👫મહામંત્રીની ભૂમિકા અને ફરજો

    👉બાળસંસદ pdf ફાઈલ downlod

    ♦ વિવિધ સમિતિઓની રચના તથા મંત્રીઓની પસંદગીમાં મદદરૂપ થવું.

    ♦દર માસના અંતે મંત્રીમંડળની બેઠક બોલાવવી. શાળા રોજીંદા કાર્યો પર દેખરેખ રાખવી. •

     ♦ બાળસંસદના અન્ય મંત્રીઓ વચ્ચે સંકલન કરવું. મંત્રીઓના કાર્યની સમિક્ષા કરવી, જરૂર જણાયે

    મંત્રીમંડળને ખાતાંઓની પુનઃફાળવણી કરવી.

    શાળાના આચાર્ય તથા શિક્ષકો સાથે સંકલનમાં રહી મંત્રીઓને માર્ગદર્શન આપવું.

    મહામંત્રીને સહાય કરતાં શિક્ષક : આચાર્યશ્રી

    નામ .............

    આપણી બાળસંસદના મહામંત્રી 1 ................

                                                      2..............



    👫પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિ કાર્યસૂચિ

    ♦ પ્રાર્થના સભાનું આયોજન કરવું.

    ♦ પ્રાર્થનામાં ભજન, ધૂન, બાળગીત, યોગ, સમાચાર વાંચન, ઘડિયાગાન, કિવઝ વગેરે પ્રવૃતિઓનું શાળાનાં તમામ બાળકો સમયાંતરે ભાગ લઇ શકે તે રીતે આયોજન કરવું.

    ♦ પ્રાર્થનાસભામાં આજનો દીપક અને આજના ગુલાબનું આયોજન કરવું.

    ♦ સંગીતના સાધનો તથા માઇકની નિયમિત સફાઇ અને જાળવણી.

    ♦ દર શનિવારે બાલસભાનું આયોજન.

    ♦ દિનમહિમા - વિશિષ્ટ દિનની ઉજવણી કરવી. રાષ્ટ્રીય તહેવારો પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.

    ♦ ધાર્મિક તહેવારો જેવાકે ધુળેટી, મકરસંક્રાંતિ, રક્ષાબંધન પર વિવિધ કાર્યક્રમ આયોજીત કરવા. •

    • યુનિફોર્મ તથા આઇકાર્ડનો નિયમિત ઉપયોગ થાય તે જોવું.

    પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિને સહાય કરતાં શિક્ષકો :

    પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિના હોદેદાર તથા સભ્યો

    👫આરોગ્ય અને સારવાર સમિતિ કાર્યસૂચિ


    👫Bal sansad pdf fail 2 downlod




    હેલ્થ કોર્નરનું સંચાલન કરવું.


    પ્રાથમિક સારવાર પેટીનો ઉપયોગ તથા સંભાળ રાખવી. . દરેક વર્ગમાં નેઇલ કટર, અરીસો, કાંસકો વગેરે ઉપલબ્ધ ઉપલબ્ધ સામગ્રી પૈકી આઉટડેટેડ સામગ્રીનો નિકાલ કરવો

     સમયાંતરે બાળકોના નખ ચકાસવા. દર બુધવારે આયર્ન ફોલીક એસીડની ગોળીનું વિતરણ.

    ફેબ્રુઆરી તથા ઓગષ્ટ માસમાં કૃમિનાશક દવા અલ્બેન્ડાઝોલનું વિતરણ કરવું. જથ્થો જાળવી રાખવો.

    શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં સહભાગી થવું. મધ્યાહન ભોજન જમતાં પહેલા તથા શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધુએ તેની ચકાસણી કરવી. ૭ ●

    હાથ ધોવા માટેના સાબુનો જથ્થો જાળવી રાખવો. આરોગ્ય વિશે જાગૃતિ લાવવા વિવિધ કાર્યકમો આયોજીત 

    કરવાં. વ્યસનથી દૂર રહેવાં બાળકોમાં સમજ કેળવવી. હેન્ડવોશ ડે ૧૫ ઓકટોબરની ઉજવણી કરવી. 

    ઔષધ બાગમાંની ઔષધીની ઓળખ તથા ઉપયોગ થાય તે જોવું. 

    👉આરોગ્ય સમિતિને સહાય કરતાં શિક્ષકો :

    આરોગ્ય અને સારવાર સમિતિના હોદેદાર તથા સભ્યો


    👫પર્યાવરણ તથા સફાઇ સમિતિ કાર્યસૂચિ


    • દરેક વર્ગખંડની દરરોજ સફાઇ થાય તેમ આયોજન કરવું.

    શાળાના મેદાનની અઠવાડીક સફાઇ થાય તે ચકાસવું.

     શાળાની છત પરની પાણીની ટાંકી તથા વોટર કુલર દર મહીને સાફ થાય તેવું આયોજન કરવું.

    સ્વચ્છતા સંકુલ કુમાર-કન્યા સ્વચ્છ રહે તેવા પ્રયત્ન હાથ ધરવા. ♦

    બાળકોમાં કચરો કચરાપેટીમાં નાખે તેવી ટેવનો વિકાસ કરવો. ૦

    નિયમિત કચરાપેટી ખાલી કરાવવી.

    શાળાની દીવાલ, બારી, બારણાં, પંખા ટયુબલાઇટની સફાઇ થાય તે ચકાસવું. ૭

    સફાઇના સાધનો જેવા કે સાવરણી, ટોઇલેટ બ્રશ, ફિનાઇલ, સાબુ, પોતાં, સુપડી વગેરે સામગ્રી ઉપલબ્ધ કરાવવી.

    શાળા આસપાસનો વિસ્તાર સાફ રહે તેવા પ્રયત્નો કરવાં.

    ગાંધી જયંતી- રજી ઓકટોબર તથા ગાંધી નિર્વાણ દિન૩૦મી જાન્યુઆરી નિમિતે શાળામાં સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવો.

    ઇકો કલબની વિવિધ પ્રવૃતિ હાથ ધરવી.

    સમિતિને સહાય કરતાં શિક્ષકો :

    પર્યાવરણ અને સફાઇ સમિતિના હોદેદાર તથા સભ્યો

    👫મધ્યાહન ભોજન સમિતિ કાર્યસૂચિ


    મધ્યાહન ભોજન રસોડા તથા શેડ નિયમિત સ્વચ્છ થાય તેની ચકાસણી કરવી.

     અનાજની જાળવણી અને સફાઇ થાય તે જોવું.

    રસોઇના તમામ સાધનો નિયમિત સાફ થાય તે ચકાસવું.

    બાળકો જમવાની થાળી વ્યવસ્થિત ધોઇ-લુછીને મુકે તે ચકાસવુ.

     ગામમાંથી તીથીભોજન દાતા મળે તેવું આયોજન કરવું.

    શાળાના મેદાનમાં કીચન ગાર્ડન વિકસાવવો.

    કીચન ગાર્ડનમાં ઉપલબ્ધ સરગવો, મીઠો લીમડો, લીંબુ વગેરેનો રસોઇમાં ઉપયોગ થાય તેવું આયોજન કરવું.

     સમયાંતરે ફણગાવેલા કઠોળ બનાવી બાળકોમાં પૌષ્ટીક નાસ્તાની ટેવ કેળવવી.

    દાતાશ્રી તરફથી મળેલ તીથીભોજનનું મેનુ તૈયાર કરવું, સામગ્રી ખરીદીમાં, રસોઇમાં મદદરૂપ થવું.

    રસોઇમાં વિવિધ વાનગી જેમકે પાઉંભાજી, ભેળ, સેન્ડવીચ, તાવો, બટેટાપૌવા, થેપલાં, પુરીશાક, પાઉંરગડો વગેરે વિવિધતા તથા પૌષ્ટિક બને તેમ કરવું.

    સમિતિને સહાય કરતાં શિક્ષકો ઃ


    👫બાગકામ તથા પાણી સમિતિ કાર્યસૂચિ


    દરરોજ પાણીની મોટર ચાલુ કરી પાણીની ટાંકી ભરવી.

     આર.ઓ. સિસ્ટમ તથા વોટર કૂલર ચાલુ કરી પીવાનું પાણી ભરવું.

     શાળામાં સઘન વૃક્ષારોપણ હાથ ધરવું. ફળ ઝાડ જેવાંકે કેળાં, અંજીર, આમળાં, આમલી, પપૈયાં, જાંબુ, શેતુર, દાડમી, લીંબુ, નાળીયેરીનું વાવેતર કરવું.

    વૃક્ષો તથા કુલછોડને નિયમિત પાણી આપવું. •


    વધારાનું ઘાસ કાઢવું. કયારા બનાવવા. વૃક્ષો, છોડ તથા મહેંદીનું કટીંગ કરવું. વૃક્ષ તથા છોડને નામની તકતી લગાવવી.

    શાળામાં ઔષધ બાગ બનાવવો. તુલસી, કુંવારપાઠું, નાગરવેલ, ખરખોડી, અજમો, ફુદીનો, અરડુસી વગેરેનો ઉછેર કરવો.

     વિશ્વ પર્યાવરણ દિન ૫, જુનની ઉજવણી કરવી.

    • ઇકો કલબની વિવિધ પ્રવૃતિના અમલીકરણમાં પર્યાવરણ સમિતિને સહાયક બનવું.

    સમિતિને સહાય કરતાં શિક્ષકો :

    બાગકામ તથા પાણી સમિતિના હોદેદાર તથા સભ્યો

    👫રમતગમત તથા પ્રવાસન સમિતિ કાર્યસૂચિ

    ● શાળા કક્ષાએ રમતોત્સવ, ખેલમહાકુંભ તથા અન્ય સ્પર્ધાઓનું આયોજન અને સંચાલન કરવું.

    પ્રવાસ અને પર્યટનનું આયોજન કરવું. સ્પર્ધાઓ તથા પ્રવાસ અહેવાલ તૈયાર કરવો. ♦

     શાળામાં રમત ગમત માટે મેદાન તથા રમતના સાધનો ની ઉપલબ્ધતા ચકાસતી રહેવી.

    સ્પોર્ટસ દિનની ઉજવણી કરવી.

    • બાળકોને રમતની ટ્રેઇનીંગ આપવી.

    ♦ બાળકોમાં શારિરીક શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તેવા કાર્યક્રમ હાથ ધરવા.

    દર શનિવારે સવારે કવાયતનું આયોજન કરવું.

    ર૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરવું.

    સમિતિને સહાય કરતાં શિક્ષકો :

    રમતગમત તથા પ્રવાસન સમિતિના હોદેદાર તથા સભ્યો

    👫બાલહાટ સમિતિ કાર્યસૂચિ

    બાળકોને નોટબુક, પેન તથા અન્ય શૈક્ષણિક સામગ્રી ઉચ્ચ ગુણવતા તથા વ્યાજબી ભાવે પુરી પાડવી. •

    વેચાણ તથા ખરીદીનાં હિસાબ નિભાવવા.

    • પુરતો સ્ટોક જાળવવો. જરૂરીયાત પ્રમાણે ખરીદ કરવું. સમયાંતરે બચત થતી રકમમાંથી શાળાની જરૂરીયાત મુજબ રમતગમત કે અન્ય સાધનોની ભેટ આપવી.

    • રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન- ર૪ ડિસેમ્બર ની ઉજવણીનું આયોજન કરવું.

    સમિતિને સહાય કરતાં શિક્ષકો :


    👫શિક્ષણ તથા લાઇબ્રેરી સમિતિ કાર્યસૂચિ


    લાઇબ્રેરીનાં પુસ્તકોનું અઠવાડીક ધોરણે વાંચન માટે વિતરણ કરવું. પુસ્તક ઇસ્યુ બુક નિભાવવી. ૭

    બાળકોને તેમની કક્ષા પ્રમાણે પુસ્તક ઇસ્યુ થાય તે ધ્યાને લેવું. •

    તુટેલાં પુસ્તકોનું બાન્ડીંગ કરવું.

    બાલસભા દરમ્યાન વાંચેલા પુસ્તકનું વિવરણ-પ્રતિભાવ મેળવવા.

     લાઇબ્રેરીનાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવવાં.

     શિક્ષક દિન-૫ મી સપ્ટેમ્બર ઉજવણી કરવી

    ૨૩ એપ્રિલ-વિશ્વ પુસ્તક દિનની ઉજવણી ઉપચારાત્ક કાર્યમાં નબળાં બાળકોને વાંચન, તથા ગણન શિખવવામાં મદદરૂપ થવું. ♦

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!