Hot Posts

Popular Posts

અદ્યયન નિષ્પત્તિ પસંદગી સત્ર 2 .20 gujrati ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ)Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All Subjects


ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ ના ગ્રુપમાં જોડાઓ અને શિક્ષણ ના તમામ સમાચાર pdf પરિપત્ર મેળવો જોડાવવા અહીંયા ક્લીક કરો 

👫ધોરણ 6થી 8 20 અધ્યન નિષ્પત્તિ બીજું સત્ર ગુજરાતી pdf માટે અહીંયા ક્લીક કરો 

👫 ધોરણ  6 ગુજરાતી બીજું સત્ર 20 અધ્યન નિષ્પત્તિ 

👉 અર્થગ્રહણ  

વાર્તા, કાવ્યો, વર્ણનો, નાટકો, ચર્ચાઓ, કિસ્સાઓ સાંભળી તથા મુખવાચન કરી તેને સમજી શકે છે. 

રમતો, પ્રવૃતિઓ, મુલાકાતો,પૂછપરછ, પ્રોજેક્ટકાર્ય  દ્વારા સમજ કેળવી અહેવાલ લેખન કરે છે.

પ્રાદેશિક ગીતો અને કથાઓ સમજી તેમજ જાણી શકે છે.  . 

દૃશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા મળતી માહિતી સમજી અને તારણો કાઢી શકે છે

👉અભિવ્યક્તિ અને પ્રત્યાયન

પરિચિત પ્રસંગો, સ્થળો અને પરિસ્થિતિનું વર્ણન કરી શકે છે. 

 ટુચકાઓ, વાર્તાઓ, જીવન પ્રસંગો, પોતાના અનુભવોની રજુઆત કરી શકે છે.   

યોગ્ય મરોડ સાથે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વિરામચિહ્નો તથા માન્ય જોડણી સાથે લેખન કરી શકે છે.  

સાંભળેલી કે વાચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખી શકે છે.  

વાતચીત, ઘટના કે પ્રસંગનું વર્ણન લખી શકશે, ગદ્ય-પદ્ય સુક્તિનો વિચારવિસ્તાર કરી શકે છે

👉સર્જનાત્મકતા  

સ્વતંત્ર લેખન કરે છે.

 મોબાઇલ દ્વારા એસ.એમ.એસ., વિડીયો, ન્યૂઝ રીપોર્ટનું નિર્માણ કરી તેનું આદાન-પ્રદાન કરે છે. 

કોઈ એક શબ્દ કે વિચાર પરથી ફકરાનું લેખન કરી શકે છે.

મુદ્દા પરથી વાર્તાલેખન લખી શકે છે.

પત્રલેખન લખી શકે છે.  

👉વ્યવહારિક ઉપયોજન

મૂલાકાત વખતે આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરી, પ્રશ્નોત્તરી કરે છે. 

શિક્ષકની મદદથી બાળકોશ અને બાળવિશ્વકોશનો ઉપયોગ કરી શકે છે. 

શિક્ષકની મદદથી બાળકોશ અને બાળવિશ્વકોશનો ઉપયોગ કરી શકે છે. 

ઉચ્ચારણ, વિરામચિહ્નો, સંજ્ઞા, નામપદ, ક્રિયાપદ, વિશેષણ જેવા વ્યાકરણનો ઉપયોગ કરી શકે છે.


👉તાર્કિક ચિંતન

સાંભળેલી સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે.

વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સંબંધો તારવી જવાબ આપી શકે છે.  

👪ધોરણ 7 ગુજરાતી 20 અધ્યન નિષ્પત્તિ સત્ર 2 

👫અર્થગ્રહણ

💢વાર્તા, કાવ્યો, ચિત્ર, વર્ણન, નાટકો, કિસ્સાઓ સાંભળી તથા મુખવાચન કરી તેને સમજે છે અને સર્જન કરે છે.  

💢રમતો, પ્રવૃત્તિઓ, પ્રોજેકટ કાર્ય દ્વારા સમજ કેળવી પ્રસંગોચિત અહેવાલ લેખન કરે છે.

💢કિશોરસાહિત્ય અને લોકસાહિત્યની કૃતિઓ, નાટકો સાંભળી, વાંચી સમજે છે. તેમજ સંવાદ રજૂ કરે છે.

 💢દૃશ્યશ્રાવ્ય સાધનો અને આધુનિક ઇ. ટેફ્નોલૉજીની મદદથી મળતી માહિતી સમજીને તારણો કાઢે છે.  

💢બિલ, રિસિપ્ટ, રેપર, રિપોર્ટ, જાહેરાત વગેરેમાં આપેલ માહિતી સમજે છે અને ઉપયોગ કરે છે. 

💢સાંભળેલી, વાંચેલી અનુભવજન્ય સામગ્રીમાંથી તારણ કાઢી વૈકલ્પિક તથા અન્ય પ્રશ્નોના  જવાબ લખે છે.


👫અભિવ્યક્તિ અને પ્રત્યાયન

💢આશરે 4000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશ, જોડણી બાળકોશનો ઉપયોગ કરે છે.

💢પરિચિત, અપરિચિત પરિ.માં વાતચીત સમજે અને યોગ્ય હાવભાવ સાથે સહજ રીતે રજૂઆત કરે છે. 

💢યોગ્ય મરોડ સાથે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વાતચીત, ઘટના કે પ્રસંગનું વર્નન લખી શકે છે.

💢જોયેલી કે વાંચેલી સામગ્રીના આધારે વધારે માહિતી મેળવવા માટે "શા માટે ?", "કેવી રીતે?" જેવા પ્રશ્નો પૂછીને જવાબ આપે છે.


👫સર્જનાત્મકતા

💢સ્વતંત્ર લેખન કરે છે. (મુદા પરથી વાર્તા, નિબંધ, અહેવાલ, વગેરે) લખે છે.

💢મોબાઇલ દ્વારા એસ.એમ.એસ. તથા ન્યુઝરીપોર્ટનું નિર્માણ કરી તેનું આદાનપ્રદાન કરી શકે છે. 

💢પ્રોજેકટકાર્ય દ્વારા સમજ કેળવે છે અને અહેવાલ તૈયાર કરે છે. 

💢ઇન્ફર્મેશન ટેફ્નોલૉજીની મદદથી મળતી માહિતી સમજીને સહજ ઉપયોગ કરી શકશે.

💢અરજી લેખન, અહેવાલ, પ્રેસનોટ, પ્રવાસવર્ણન, આત્મકથા ડાયરી વગેરે લખે છે. અને સમજી શકે છે.


👫વ્યવહારિક ઉપયોજન

💢વિશેષ વ્યક્તિ, સંસ્થા, સ્થળોની  મુલાકાત લેશે અને પોતાના અનુભવો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે. 

💢સમાચારપત્રો, સામયિકો, બસ સમયપત્રક વગેરે જેવી વિગતો વાંચે છે તથા જરૂરી વિગતો તારવે છે.  

💢સમાનાર્થી, વિરોધી શબ્દો, વચન, કાળ સહિત વ્યાવહારિક વ્યાકરણ જાણે છે અને ઉપયોગ કરે છે. 

👫તાર્કિક ચિંતન 

💢સારી નરસી બાબતો  કે વ્યક્તિગત મૂંઝવણભરી પરિસ્થિતિમાં યોગ્ય ઉકેલ શોધી લખે છે.  

💢વિવિધપરિસ્થિતિ સંદર્ભે મેળા, ઉત્સવોમાં, ભાષામાં થતી રજૂઆત સાંભળે છે અને સમજે છે. 

👪ધોરણ 8 ગુજરાતી 20 અધ્યન નિષ્પત્તિ સત્ર 2 

👫અર્થગ્રહણ

👉વિવિધ સાહિત્ય સ્વરૂપો સાભળે છે અને અભિવ્યકિત કરે છે.  

👉પરિચિત કે અપરિચિત પરિસ્થિતિમાં સંવાદ ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે. 

👉રમતો, પ્રવૃતિઓ, મુલાકાતો, પ્રોજેક્ટકાર્ય દ્વારા સમજ કેળવશે. 

👉લોકગીતો, લોકસહિત્ય્ની કથઓ, નાટકો, સ્થાનિક કક્ષાના સંવાદની લેખિત રજૂઆત કરે છે. 

👉શિક્ષકની મદદથી દશ્યશ્રાય સાધનો અને આધુનિક ઇંફમેશન ટેકનોલોજીની સમજ કેળવે 

👫અભિવ્યક્તિ અને પ્રત્યાયન

👉વેબસાઈટ, ઈમેઈલ, SMS દ્વારા જરૂરી માહિતી મેળવશે અને સમજશે.

👉સમયપત્રકો,સામયિકો,કોષ્ટકો, સમયપત્રક વગેરી જેવી જીવન ઉપયોગી વાંચે છે અને જરૂરી વિગતો તારવે છે. 

👉આશરે ૫૦૦૦ જેટલા શબ્દો જાણે અને શબ્દકોશનો ઉપયોગ કરીને વ્યાવહારિક વ્યાકરણ જાણી શકશે. 

👉વ્યકિત, સંસ્થા, સ્થળોની મુલાકાત લઇ તેમના પરિચય અંગે તેમજ પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરે છે. 

👫સર્જનાત્મકતા

👉સાંભળેલી કે વાંચેલી અનુભવજન્ય સામગ્રીમાંથી તારણ કાઢી વૈકલ્પિક પ્રશ્નોના જવાબ લખે છે. 

👉સાંભળેલી/વાંચેલી સામગ્રીમાંથી તારણ કાઢી શા માટે ? કેવી રીતે ? જેવા પ્રશ્નો પૂછીને જવાબ આપે છે.  

👉ટૂચકાઓ, કિસ્સાઓ બનાવી રજૂ કરશે અને જૂથચર્ચા અને પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લઇ રજૂઆત કરે છે. 

👉યોગ્ય મરોડ સાથે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વાતચીત,ઘટના કે પ્રસંગનું વર્ણન લખી શકે છે. 

👉કાવ્યપંકિતઓનું પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં લેખન કરે છે. 


👫વ્યવહારિક ઉપયોજન

👉ગદ્ય-પદ્યનું સ્વતંત્ર લેખન કરે છે. { નિબંધલેખન, વાર્તા, કાવ્ય, ઉખાણાં, અહેવાલ, પ્રવાસ, આત્મકથા, ડાયરી}  

👉બિલ, રિસિપ્ટ, રેપર, રિપોર્ટ, જાહેરાત વગેરેમા આપેલ માહિતી સમજે છે અને ઉપયોગ કરે છે. 

👉અનુભવેલી સારી નરસી બાબતો અંગે ચિંતન કરી વિકટ પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધીને લખે છે

👫તાર્કિક ચિંતન

👉વ્યવહારિક વ્યાકરણ જાણે છે અને તેનો ઉપયોગ કરે છે. 

👉વાંચેલી સામગ્રીમાંથી વધુ માહિતી મેળવવા કઈ રીતે અને કેવી રીતે,શા માટે? જેવા પ્રશ્નો પૂછે


નોંધ  : આ માત્ર ઉદાહરણ રૂપ છે .નમૂના માટે છે . GCEART  વેબસાઈટ પર જઈ અભ્યાસ કરવો .અને પોતાના વર્ગખંડ ,સ્થાનિક પરિસ્થિતિ મુજબ લઇ શકાય 

No comments:

Post a Comment