PSE માટે ની બુકલેટ અહીંયા થી ડાઉનલોડ કરો
શબ્દકોશ ક્રમ
નિયમો:
> શબ્દકોશમાં સૌપ્રથમ સ્વરથી શરુ થતા શબ્દો આવે અને ત્યાર પછી વ્યંજનથી શરુ થતા શબ્દો આવે.
> શબ્દનો પ્રથમ અક્ષર જ્યારે સમાન હોય ત્યારે બીજા અક્ષરના આધારે અને બીજો અક્ષર સમાન હોય ત્યારે ત્રીજા અક્ષરને આધારે એજ રીતે આગળ પ્રમાણે શબ્દ ક્રમ નક્કી થાય છે.
> શબ્દકોશમાં અર્ધ અક્ષર વાળા શબ્દ હમેંશા છેલ્લે આવે છે. (૧) કૌંસ , ક્યારો (૨) સૌરભ, સ્પષ્ટતા
> કોઈ પણ અક્ષરના આડી રેખાના ત્રણ ક્રમ હોય છે.
અ – અં – અઃ
> બારાક્ષરીનો ક્રમ :
અ–અં—અ:, આ—આં—આ:, ઈ–ઇં–ઈ:, ઉ–ઉ–3:, ઊ– ઊ–ઊ:, ઋ——ઋ:, એ–એ–એઃ, ઐ_ઐઐ:, ઓ_ઓ_ઓ:, ઔ–ઔ–ઔ:
> કક્કાનો ક્રમ :
ક, ક્ષ, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ્ઞ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ત, ત્ર, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ્ર, ષ, સ, હ
> ‘ક’ નો ક્રમ સમજીએ.
ક, કં, કા, કાં, કિ, કિં, કી, કીં, કુ, કું, કૂ, સૂં, ક્રૃ, કૉ, કે, કૈ, કેં, કૈ, કૈ, કોં, કો, કોં, કૌ, કૌ, ક્ર, ક્ર, અર્ધ અક્ષરવાળા શબ્દો
ઉદાહરણો:
૧. શુભ, અશોક, મલમ, ઋષિ, અંબર, મંદાર, મ્યાન
જવાબ: અશોક, અંબર, ઋષિ, મલમ, મંદાર, મ્યાન, શુભ
૨. મુશ્કેલી, ખંત, ઉધમ, વ્યાજ, સરસ, શ્રવણ
જવાબ: ઉધમ, , ખંત, મુશ્કેલી, વ્યાજ, સરસ, શ્રવણ
૩. ઠંડી, બંડી, ટમેટું, તડકો, સૂરજ
જવાબ: ટમેટું, ઠંડી, તડકો, બંડી, સૂરજ
૪. પુણ્ય, યાદ, શ્વાસ, શાંતિ, વાતચીત
જવાબ: પુણ્ય, યાદ, વાતચીત, શાંતિ, શ્વાસ
૬. ત્રાડ, ત્રીજું, ત્રેવડ, ત્રાંસુ, ત્રિકોણ
જવાબ: ત્રાડ, ત્રાંસુ, ત્રિકોણ, ત્રીજું, ત્રેવડ
0 Comments