શિક્ષક દિન,5 સપ્ટેમ્બર teacher day 5 saptembar // what up stetas shubhkamna and Happy Teacher' Day 2023 Speech in english hindi

Gujrat
By -
0





👈👉શિક્ષક દિન ફોટો પોતાના સ્ટેટ્સ માં મુકવા માટે લિંક પાછળ છે 

👉શિક્ષક દિન નિબંધ pdf અહીંયા ક્લીક કરો 

👉 5 મી સપ્ટેમ્બર સ્પીચ  DOWNLOD








1962 માં, જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું, ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી. તેણે જવાબ આપ્યો કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે, જો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો હશે. ત્યારથી, શિક્ષક દિવસ તેમની જન્મજયંતિ એટલે કે 5 સપ્ટેમ્બરે ઉજવવાનું શરૂ થયું.





શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.





ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં.




સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ, ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજતામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ. તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ હતાં. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.





બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા.

દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.





૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. સરમુખત્યાર જોસેફ સ્ટાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો.





જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે.






ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

૧૯૭૫ની ૧૭મી એપ્રિલે તેમનું અવસાન થયું હતું.


શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ :




આપણી શાળા કૉલેજોમાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે. આખો દિવસ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ આ બાળકો પોતાના સહાધ્યાયીઓને વર્ગખંડમાં પડેલી મુશ્કેલીઓ અને આનંદની પળો વિશે જણાવે છે. શિક્ષક બન્યાનો ગર્વ અનુભવવાની સાથે સાથે તેઓ બીજા બાળકોને શિક્ષકોનો આદર કરવાની સલાહ પણ આપતા જાય છે.  આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ શિદ્ધી મેળવનાર શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે.


શિક્ષકનું મહત્વ :

શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ .” 


ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન , કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આપણો આત્મવિશ્વાસ વધારીને , આપણો આત્મવિશ્વાસ બનીને આપણને સફળતાના શિખરો સર કરાવે છે. એકડે એક ઘુંટાવવાથી લઈને જીવનમાં અનેક સંસ્કારોનું સિંચન કરે છે. માત્ર અક્ષરજ્ઞાન જ નહી પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષક હમેશાં ચિંતિત હોય છે. એક ડૉક્ટર , એક વકીલ , એક પ્રોફેસર , એક અધકારી કે એક સફળ ઉધોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. એક શિક્ષક જ છે જે હંમેશા પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ થી ખુશ થાય છે.

શિક્ષક દિન નિમિતે આપના મિત્રો ને ફોટો સાથે શુભેચ્છાઓ પાઠવો  અહીંયા ક્લીક કરો 

∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞≈∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞





Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!