Pages

Pages

Penshn case પેંશન કેસ તૈયાર કરવા માટે શું શું જોઈએ? શું કરશો તેની માહિતી




 પેન્શનની અરજી નાણાં વિભાગના મુકરર કરેલા નમૂનામાં કરવી.

પેન્શનની અરજીમાં 

 (૧)પેન્શન પાત્ર પગાર

(૨) પેન્શન

(૩)ગ્રેચ્યુઈટી

(૪)ફમિલી પેન્શન વગેરેની ગણતરી કરવી.

👫ફેમિલિ પેંશન પત્રો અને ફેમિલિ પેંશન વિશે ની જાણકારી માટે અહીંયા ક્લીક કરો 

    👉પેન્શન કેસમાં જ્યાં કુટુંબની વિગત દર્શાવેલ છે ત્યાં કુટુંબના સભ્યોની જન્મ તારીખ દર્શાવવી.

    👉પેન્શન કેસ સાથે સક્ષમ અધિકારીએ પ્રમાણિત કરેલ (૧)જુદા જુદા કાગળો ઉપર ચોડેલ નિયત સાઈઝના ત્રણ સંયુક્ત ફોટોગ્રાફ્સ

    (૨) જુદા જુદા કાગળો ઉપર ત્રણ સહીના નમુના

     (૩) ઓળખ ચિન્હની નિશાની દર્શાવવી.

    👉કર્મચારીએ ગ્રેચ્યુઈટી માટેનું માન્ય નોમીનેશન ફોર્મ ભરેલ હોય તો સેવાપોથી સાથે પ્રમાણિત નકલ સામેલ રાખવી.

    👉કર્મચારીની પેન્શન રૂપાંતર કરવાની ઈચ્છા હોય તો નિયત નમૂનામાં અરજી સામેલ રાખવી અને ભાગ-૨ ની માહિતી પણ ભરવી.

    👉અરજી જોડાણ ૬ અને ૭ માં ખાતાના/વહીવટી વડાની સહી સાથે રજુ કરવી.

    👉નિવૃત કર્મચારીનેજો કામચલાઉ પેન્શન/ગ્રેચ્યુઈટી ચૂકવવાના હુકમ કરવાના આવ્યા હોય તો હુકમની નકલ કાગળો સાથે સામેલ રાખવી.

    👉વારસદારોને ગ્રેચ્યુઈટી ચુકવણી માટેનું નિયુક્તિ પત્ર તેમજ સેવાપોથી પેન્શન કેસ સાથે સામેલ રાખવી.

    👉કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિ હોય તો (૧) નોકરી ખરાઈ અંગેનું ઓડીટનું પ્રમાણપત્ર (૨) કર્મચારીને નિવૃત કાર્ય અંગેના હુકમની નકલ (૩) કાલ્પનિક સેવા/ ઈજાફાની સેવાપોથીમાં નોંધ કરવી.

    👉મરણના દાખલાની અસલ/પ્રમાણિત નકલ સામેલ રાખવી તથા મરણની નોંધ સેવાપોથીમાં કરવી.

    👉છેલ્લા પગારનું પ્રમાણપત્ર સામેલ રાખી તેમાં ચુકવણીની તારીખ દર્શાવવી.

    કર્મચારીએ બીજા રાજ્યમાં પેન્શન લેવાનું હોય તો નિવૃતિની તારીખ પછી સામેલ હોય તેવું એલ.પી.સી. તથા નો ઇવેન્ટ સર્ટીફીકેટ કાગળો સાથે રજુ કરવા.

    👉કર્મચારીના નવા પગાર ધોરણ/સીનીયર સ્કેલમાં નક્કી કરી તેને પગાર ચકાસણી એકમ પાસે પ્રમાણિત કરાવી મોકલવો.

    👉તા.૦૧-૦૧-૨૦૧૬ થી ચૂકવેલ નવા પગારની વર્ષવાર નોંધ સેવાપોથીમાં તેને પ્રમાણિત કરવી.

    બિન રાજ્યપત્રિત સેવાની સેવાપોથી સામેલ રાખવી.

    કર્મચારીનો રજાનો હિસાબ પૂર્ણ કરવો.

    નાણાં વિભાગના તા.૦૭-૦૨-૧૯૮૭ ના ઠરાવ પ્રમાણે છેલ્લા બે વર્ષની સેવાની ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર સેવાપોથીમાં સામેલ રાખવું.

    👉પેન્શન કેસ સાથે સામેલ રાખવાના દસ્તાવેજની વિગત

    (૧) કર્મચારીના સ્કુલ લીવીંગની પ્રમાણિત નકલ

    (૨) વારસદારના સ્કુલ લીવીંગની પ્રમાણિત નકલ તથા આધારકાર્ડ (જન્મ તારીખ દર્શાવતું)

    (૩) સામાન્ય નિયુક્તિની પ્રમાણિત નકલ

    (૪) નમુના-૨૨ ની નકલ

    (૫) પત્રક “ક” થી “ઝ” સામેલ રાખવા.

    (૬) રજા હિસાબ પત્રક

    (૭) કર્મચારીનું રજા બાંહેધરી પત્રક

    (૮) કપાત પગારી રજાનું પત્રક સામેલ રાખવું.

    (૯) નમુના-૧૩ નું પત્રક

    💢🎯💢🎯 પેંશન કેસ  તૈયાર કરવા માટે ભાવનગર નગર શિક્ષણ સમિતિ નો સમજવા માટે પત્ર અને ફોર્મ ના નમૂના DOWNLOD 

    👉આચાર્ય તથા અન્ય અધિકારી એ તૈયાર કરવાની વિગત અને ચેક લિસ્ટ

    👉સેવાપોથીના પ્રથમ પાના પર ફોટો લગાવી પ્રમાણિત કરવામાં આવેલ છે? સેવાપોથીના પ્રથમ પાને નોંધાયેલ નામ પ્રમાણે પેન્શન કેસ ભરાયેલ છે? પ્રથમ નિમણુક અંગેની નોંધ મેડીકલ ફિટનેસની નોંધ સામાન્ય નિયુક્તિની નોંધ

    👉છેલ્લા બે વર્ષની ચકાસણીનું સેવા પ્રમાણપત્ર વય નિવૃત્તિ અંગેની નોંધ સત્રાંત નિવૃત્તિ અંગેની નોંધ

    👉સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની નોંધ (લાગુ પડે તેની માટે) રૂપિયા ૩૨૫ અંગેની નોંધ (લાગુ પડે તેની માટે) વસુલાત અંગેની નોંધ (લાગુ પડે તેની માટે) પેન્શન પાત્ર નોંકરી અંગેનું પ્રમાણપત્ર રજા હિસાબનું પ્રમાણપત્ર નમુના-૧૩ ની નોંધ

    👉અર્ધપગારી રજા હિસાબ (મેડીકલ) પ્રમાણિત કરવામાં આવેલ છે? પ્રાપ્ત રજા હિસાબ પ્રમાણિત કરવામાં આવેલ છે?

    👉સેવાપોથીમાં પાના નંબર આપવામાં આવેલ છે ?

    👉ખાતાકીય તપાસનું પ્રમાણપત્ર બાકી લેણા અંગેનું પ્રમાણપત્ર નોકરીમાં તૂટ અંગેનું પ્રમાણપત્ર ફરજ મોકુફી અંગેનું પ્રમાણપત્ર

    👉પેન્શન કેસમાં તારીખ આવતી હોય તે તમામ જગ્યાએ પેન્શન કેસ રજુ કરવામાં આવેલ તે જ તારીખ નાખવામાં આવેલ છે? પેન્શન કેસ ભાગ-૦૧ ના ક્રમ નં.૧૦ તથા પત્રક “ખ” માં કુટુંબના સભ્યોની જન્મ તારીખ આપેલ આધાર મુજબ છે ? મજકુર કર્મચારીનું પગાર ધોરણ રીવાઈઝ થયેલ હોય તો તે મુજબ નિવૃત્તિ સુધીના રીવાઈઝ ઇજાફા નોંધ છે? ન હોય તો નોંધ કરવી. સેવાપોથીમાં કરવાની નોંધ છેલ્લા ઇજાફા મળ્યા બાદ સેવાપોથીના જમણા પાના પર કરેલ છે કે કેમ? સેવાપોથી પૂરી થઇ ગઈ હોય તો નવી સેવાપોથી જોડવાની રહેશે.

    👉સ્વૈચ્છિક નિવૃત્તિ દરખાસ્ત સાથે નકલ-૩, બિનપગારી રજાનું પત્રક, નમુનો-૩, નમુનો-૧૩ તેમજ સેવાપોથી અવશ્ય સામેલ રાખવાની રહેશે.

    👉જે કર્મચારી પેન્શનનું રોકડમાં રૂપાંતર સ્વીકારવા માંગતા ન હોઈ તેને તબીબી તપાસ વિના પેન્શનનું રોકડમાં રૂપાંતર નહિ સ્વીકારવ અરજી પેન્શન કેસ સાથે સામેલ રાખવાની રહેશે.



    No comments:

    Post a Comment