વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી/ સ્ટેટ્સ બેસ્ટ માતૃભાષા સ્ટેટ્સ// શાયરી

Gujrat
By -
0


👉એક કાકા બેંકમાં ખાતું ખોલાવવા ગયા. જ્યાં તેને ફોર્મ પર સહી કરવાની હતી, ત્યાં લખ્યું હતું -

 *"નમૂનાની સહી".*

 કાકાએ આ વાક્ય અંગે વાંધો ઉઠાવ્યો. જ્યારે આ મામલો મેનેજર પાસે ગયો, ત્યારે મેનેજરે તેમની પાસે માફી માંગી, તેમની ભૂલ સુધારી અને તે ફોર્મ પર લખ્યું ... 

*"સહીનો નમૂનો".*

સાચા અર્થઘટન માટે યોગ્ય શબ્દો જ નહીં, ક્રમ પણ સાચો હોવો જરૂરી છે.

*માતૃભાષા દિવસ નિમિત્તે અનેક અનેક શુભકામનાઓ.💐* 😇

"દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા માટે કોઈપણ ભાષા માધ્યમ બની શકે, પરંતુ દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે છે માત્ર માતૃભાષા છે" 


આપ સહુને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ની શુભેચ્છાઓ!


" કેવળ માહિતીની આપ-લે થાય એને તો ફક્ત ભાષા જ કહેવાય સાહેબ, પણ હ્ર્દય પર અસર કરી જ્યાં લાગણીઓની આપ-લે થાય એને જ માતૃભાષા કહેવાય."

👉World Mother Language Day : 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે, તો તમને જણાવી દઈએ કે ભારતમાં 1 હજાર 652 જેટલી અલગ અલગ ભાષાઓ બોલાય છે. પોતાની માતૃભાષા પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.વિશ્વ માતૃભાષા દિવસ #!! માતૃભાષા દિવસની શુભેચ્છાઓ !! #21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ #આજે 21 ફેબ્રુઆરી એટલે વિશ્વમાતૃભાષા દિવસ!! મને મારી ભાષા ગમે છે, કારણ કે મને મારી મા ગમે છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે, જય જય ગરવી ગુજરાત ,......... આપ સર્વેને માતૃભાષા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા, પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી. - ઉમાશંકર જોષી વિશ્વ માતૃભાષા દિને સૌને જય જય ગરવી ગુજરાતી🙏🏻💐🙏🏻
વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે 'હું' જ વધ્યો
કોઈએ ન લીધો!!!
કારણ બધા પાસે પોતાનો 'હું' હતો.

 માતૃભાષા દિવસ ની શુભકામના
 ગર્વ છે હું ગુજરાતી છું//

        


કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે,,,? કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં કકાનો સ્વાદ સુકકો થાતો જાય છે, બારખડી રીતસર પોતાના અસ્તિત્વને ટકાવવા માટે લડી રહી છે. *ક*– કલમનો *‘ક’* ખરેખર ઘાયલ થઇ ગયો છે કોઇ તો મલમ ચોપડો,, *ખ*– ખડીયાનાં ‘ખ’ ની શ્યાહી ખૂટી ગઈ છે. *ગ*– ગણપતિને બદલે ગુગલનો *‘ગ’*ગોખાતો જાય છે. *ઘ*– અમે બે અને અમારા એક ઉપર ઘરનો *‘ઘ’* પૂર્ણવિરામ પામી ગયો છે. *ચ*– ચકલીનો *‘ચ’*ખોવાઇ ગયો છે મોબાઇલના ટાવરો વચ્ચે.... *છ*– છત્રીના *‘છ’*ઉપર જ માતૃભાષાને પ્રેમ કરનારા લોકોનો વરસાદ ઓછો થઇ ગયો છે. *જ* – જમરૂખનો *‘જ’*જંકફૂડમાં ફુગાઇ ગયેલા ખમણ જેવા બચ્ચાઓ જન્માવી રહ્યો છે. *ટ* – ટપાલીનો *‘ટ’*તો ટેબ્લેટ અને ટવીટરના યુગમાં ટીંગાય ગયો છે.,,,, એક જમાનામાં ટપાલીની રાહ આખુ ગામ જોતુ હતુ, હવે આખા ગામની રાહ ટપાલી જોવે છે કે કોક તો ટપાલ લખશે હજુ,,,? *ઠ*– ઠળિયા થૂંકી થૂંકીને બોર ખાતી આખી પેઢીને બજારમાંથી કોઇ અપહરણ કરી ગ્યુ છે. *ડ*– ડગલા તરફ કોઇએ ધ્યાન નથી દીધુ એટલે ઇ મનોચિકિત્સકની દવા લઇ રહ્યો છે. *ઢ*– એ.સી.સ્કૂલોમાં ભણતા આજના બચ્ચાઓને પાણાના ઢગલાના *‘ઢ’* ની સ્હેજ પણ કિંમત નથી. *ણ*– ની ફેણ લોહી લુહાણ થઇ ગઇ છે પણ કોઇને લૂંછવાનો સમય કયાં,,? *ત*– વીરરસનો લોહી તરસ્યો તલવાનો *‘ત’*હવે માત્ર વાર્ષિકોત્સવના રાસમાં કયાંક કયાંક દેખાય છે,, *થ*– થડનો *‘થ’* થપ્પાદામાં રીસાઇને સંતાઇ ગયો છે કારણ કે એ સંતાનો થડ મુકીને કલમની ડાળુએ ચોંટયા છે,,, *દ* – દડાનો *‘દ’*માં કોઇએ પંચર પાડી દીધુ છે એટલે બિચાકડો દડો દવાખાનામાં છેલ્લાશ્ર્વાસ પર છે,, *ધ*– ધજાનો *‘ધ’*ધરમની ધંધાદારી દુકાનોથી અને ધર્મના નામે થતા હુલ્લડો જોઇને મોજથી નહી પણ ડરી ડરીને ફફડી રહ્યો છે.,, *ન*– ઇલેકટ્રોનિક આરતીની વચ્ચે નગારાના *‘ન’* નો અવાજ સંભળાય છે કોને,,? *પ*– પતંગનો *‘પ’*તો બહુ મોટો માણસ થઇ ગયો છે અને હવે પાંચસો કરોડના કાઇટ ફેસ્ટીવલ નામે ઓળખાય છે.,, *ફ*– L.E.D. લાઇટના અજવાળામાં ફાનસનો *‘ફ’* માત્ર ફેસબુક પર દેખાય છે. *બ*– બુલફાઇટના ક્રેઝની વચ્ચે બકરીના *‘બ’*ને બધાયે બેન્ડ વાળી દીધો છે.,, *ભ*– મોબાઇલ અને કમ્પ્યુટરની અધતન રમતો, ભમરડાના*‘ભ’*ને ભરખી ગઇ છે. *મ*– મરચાનો *‘મ’* હવે કેપ્સીકમ થઇ ગયો છે ને મોબાઇલના સ્ક્રીન સેવર પર ડોકાયા કરે છે. *ય* – ગાયને ગાયનો *‘ય’* બંને બિચારા થઇને કત્તલખાને રોજ કપાયા કરે છે. *ર*– રમતનો *‘ર’* તો સિમેન્ટના જંગલો જેવા શહેરોની સાંકડી ગલીઓમાં અને ઉંચા ઉંચા ફલેટની સીડીઓ ઉતરતાં- ઉતરતાં જ ગુજરી ગયો છે.,, *લ*– લખોટીનો *‘લ’* તો ભેદી રીતે ગુમ છે, કોઇને મળે તો કહેજો.,, *વ*– વહાણના *‘વ’* એ તો કદાચ હાજી કાસમની વીજળી સાથે જ જળ સમાધિ લઇ લીધી છે. *સ* – સગડીનો *‘સ’*માં કોલસા ખૂટી જવાની અણી માથે છે.,, *શ* – એટલે જ કદાચ શકોરાના *‘શ’*ને નવી પેઢી પાસે માતૃભાષા બચાવવાની ભીખ માંગવા નોબત આવી છે. *ષ*– ફાડીયા *‘ષ’*એ તો ભાષાવાદ, કોમવાદ અ પ્રદેશવાદના દ્રશ્યો જોઇને છાનો મૂનો આપઘાત કરી લીધો છે.,, *હ* – હળનો *‘હ’* તો વેચાય ગ્યો છે અને એની જમીન ઉપર મોટા મોટા મોંઘા મોલ ખડકાય ગ્યા છે.,, *ળ*– પહેલા એમ લાગતું હતું કે એક *‘ળ’*જ કોઇનો નથી. પરંતુ હવે એમ લાગે છે કે જાણે આખી બારખડી જ અનાથ થઇ ગઇ છે.,, *ક્ષ/જ્ઞ* – ક્ષાત્રત્વની જેમ માતૃભાષાના રખોપા કરવાનો જ્ઞાનયજ્ઞ કયા ચોઘડીયે શરૂ કરીશું આપણે સૌ ,,,? સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસીએ ઘર પચાવી પાડયું છે. અને સાડી પહેરેલી ગુજરાતી *મા* ની આંખ્યુ રાતી છે. પોતાના જ ફળિયામાં ઓરમાન થઇને ગુજરાતી *મા* કણસતા હૈયે રાહ જોવે છે કોઇ દિવ્ય ૧૦૮ ના ઇંતજારમાં..! આવો ઘાયલ થઇ ગયેલી ગુજરાતીને ફરી સજીવન કરીએ, બેઠી કરીએ, પ્રેમથી પોંખીએ. ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, નવી પેઢીને ગુજરાતીમાં ભણાવીએ અને એક સાચા ગુજરાતી તરીકે જીવીએ.... ,,,,,😊
Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!