જાણો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના

 ગુજરાત રાજ્યના તેજસ્વી વિધાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના (ધોરણ ૯ થી ૧૨ માટે)ધોરણ - ૧ થી ૮ માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ- ૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫% ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઇ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિધાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરિટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિધાર્થીઓને સ્કોલરશીપ 

💥વર્ષ 2023/ 24 ની માહિતી💥

 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 

🆕 ધોરણ 8 મા અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના

▪️ધો.૯-૧૦ ના  વાર્ષિક 22000 અને

▪️ધો.૧૧-૧૨ ના વાર્ષિક 25000

  ધોરણ 9 થી 12 મા મળશે કુલ 94000 સ્કોલરશીપ

પરીક્ષા તારીખ:: 31-3-2024 

Important link


મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય, ગાંધીનગર ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/0079/CHH તા.૦૭/૦૬/૨૦૨૩

યોજનાનું નામ 


મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના

યોજનાના અમલીકરણ અધિકારી

આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી, શાળાઓ રહેશે.

ધોરણ 

9 TO  12

 વિધાર્થીઓ માટે શાળાઓની પસંદગીના વિકલ્પો

  4 

ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 

રૂા.૬,૦૦૦

૧૧થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક 

 રૂા.૭,૦૦૦

વિધાર્થીઓ માટે શાળાઓની પસંદગીના વિકલ્પો

👉મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના માટે પસંદ થયેલ વિધાર્થીઓને શાળાઓની પસંદગીમાં વધુમાં વધુ વિકલ્પ મળી રહે તે જરૂરી છે. તેથી તેઓના ધોરણ ૯ થી ૧૨નાં અભ્યાસ માટે નીચે મુજબ અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ રહેશે.
જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ અને પરિણામ


SEB EXAM રાજ્ય પરીક્ષા બોર્ડ ની  વેબસાઈટ અને home page

i. નિયામકશ્રી, શાળાઓ દ્વારા મુદ્દા 4A માં દર્શાવેલ નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમા અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ

ii. વિધાર્થીએ જે અનુદાનિત શાળામાંથી ધોરણ ૮નો અભ્યાસ પૂર્ણ કર્યો તે અનુદાનિત શાળા

iii. કોઇપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા

iv. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી જો કોઇ વિધાર્થી શાળા બદલવા ઇચ્છે તો ઉપર જણાવ્યા મુજબની શાળાઓ પૈકીની શાળામાં પ્રવેશ મેળવી શકશે એટલે કે ધોરણ ૯ પૂર્ણ કર્યા બાદ ધોરણ ૧૦ માં શાળા બદલી શકશે. તે જ રીતે અન્ય ધોરણો માં આ જોગવાઇ અનુસાર શાળા બદલી શકશે.

જ્ઞાન સાધના  

નિયામકશ્રી, શાળાઓ દ્વારા શાળાઓની પસંદગીના ધારાધોરણ

A. ઉપર ૩ (i) ના કિસ્સામાં નીચે મુજબની ચારેય શરતો પૂર્ણ કરે તેવી સ્વ-નિર્ભર અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો નિયામશ્રી શાળાઓ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજનાની પસંદગી યાદીમાં સમાવેશ કરવાનો રહેશે.

i. શાળાના છેલ્લા પાંચ વર્ષ પૈકી ઓછામાં ઓછું ત્રણ વર્ષનું ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ૮૦% કરતા વધુ હોય.

ii. શાળામાં ધોરણ ૯ થી ૧રનો સળંગ અભ્યાસક્રમ ચાલતો હોય.

iii, ધોરણ ૯ થી ૧૨ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનું સંચાલન એક જ ટ્રસ્ટ/સંસ્થા દ્વારા થતું હોય.

iv. ધોરણ ૯ થી ૧ર સળંગ એક જ કેમ્પસમાં ચાલતા હોય.

B. દર વર્ષે શાળાઓની પસંદગી યાદી નિયામકશ્રી, શાળાઓ દ્વારા નવેસરથી પરિણામ અને અન્ય મુદ્દાઓને આધારે અધતન કરવાની રહેશે.

C  આ રીતે અધતન પસંદગી યાદીમાંથી બાકાત થયેલ શાળા જયાં સુધી પુન: પાત્રતા મેળવે નહીં ત્યાં સુધી આ યોજના હેઠળ નવા પ્રવેશ આપી શકશે નહીં. પરંતુ અગાઉનાં વર્ષમાં આવી શાળામાં પ્રવેશ મેળવેલ હોય તેવા વિધાર્થીઓ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ તે જ શાળામાં પૂર્ણ કરી શકશે અથવા વિધાર્થીઓ તેમની ઉપર ૩ (iv) મુજબ શાળા બદલી શકશે.

D. દર વર્ષે વિધાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પહેલા નિયામકશ્રી, શાળાઓ દ્વારા પસંદ કરાયેલ શાળાઓની અધતન યાદી અને તેમના પુરા નામ, સરનામા, માધ્યમ અને સ્વ-નિર્ભર શાળાઓના કિસ્સામાં ગુજરાત સ્વ-નિર્ભર શાળા(ફી નિયમન) અધિનિયમ, ૨૦૧૭ અંતર્ગત નિયત કરેલ ફીની વિગતો અને અન્ય આનુષંગિક વિગતો સાથે જાહેર કરવાની રહેશે.

 વિધાર્થીને મળવાપાત્ર યોજનાના લાભો:

A. જે વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૯થી શરૂ કરીને ધોરણ ૧૨ ધોરણ ની:શુલ્ક જે વિધાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવીને ૯થી ૧રનો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિધાર્થીઓને અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.

👉ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૬,૦૦૦ 

👉ધોરણ ૧૧થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૭,૦૦૦ 

કોઇ પણ શાળામાં ધોરણ ૧૧ થી ૧૨ અનુદાનિત શાળા તરીકે ચાલતું હોય અને ધોરણ ૯ થી ૧૦ સ્વ-નિર્ભર શાળા તરીકે ચાલતી હોય, અથવા ધોરણ ૯ થી ૧૦ અનુદાનિત તરીકે અને ધોરણ ૧૧ થી ૧ર સ્વ-નિર્ભર તરીકે ચાલતી હોય, આવા તમામ કિસ્સામાં જ્યાં ઉપર મુજબની ચારેય શરતો પૂર્ણ થતી હોય તો આવી શાળાઓમાં જે વિધાર્થીઓ પ્રવેશ મેળવશે તેઓને જેટલા ધોરણ સ્વ-નિર્ભર તરીકે ચાલતા હોય તેટલા ધોરણ પુરતુ સ્વનિર્ભર શાળાઓ માટે લાગુ પડતી સ્કોલરશીપ અને જેટલા ધોરણ અનુદાનિત શાળા તરીકે ચાલતા હોય તેટલા ધોરણ પુરતુ અનુદાનિત શાળાઓ માટે લાગુ પડતી સ્કોલરશીપની રકમ જે તે વર્ષ માટે મળવાપાત્ર રહેશે.

👉 આ વિધાર્થીઓને સ્કોલરશીપની રકમ ઉપરાંત મક઼ત બસ પાસની સુવિધા પણ મળશે.

 અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાય

A. આ યોજના હેઠળ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં પાત્રતા ધરાવતા વિધાર્થીઓ અનુદાનિત કે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવે તો તે શાળાઓને નીચે મુજબ વિધાર્થી દીઠ નાણાકીય સહાય આપવામાં આવશે.

 i. ધોરણ ૯થી ૧૦માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક રૂા. 3,000 

ii. ધોરણ ૧૧થી ૧રમાં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક રૂ. ,૦૦૦ 

B. જે તે અનુદાનિત અને સરકારી શાળાઓમાં આ રકમનો ઉપયોગ સમગ્ર શિક્ષા દ્વારા સરકારી શાળાઓને આપવામાં આવતી સંયુક્ત શાળા ગ્રાન્ટ (School Composite Grant) નો ઉપયોગ કરવા માટેના પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કરવાનો રહેશે

 વિધાર્થી અને શાળાને મળતી સહાયમાં સમયાંતરે વધારો

ઉપર 5A અને 5B મુજબ વિધાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપની રકમમાં અને 6A મુજબ અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાયમાં વધારો કરવા દર ત્રણ શૈક્ષણિક વર્ષ બાદ રાજ્ય સરકાર વિચારણા કરશે.

લાભાર્થીઓ નક્કી કરવા માટેની જ્ઞાન સાધના પરીક્ષા

A. મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન અને અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે.

 B. તે માટેનો અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું તેમજ આનુષંગિક નિયમો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવશે.

C.આ પરીક્ષા માટે વિધાર્થીઓની ફી અંગેનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે.

 મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા

A. સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ ૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિધાર્થીઓ

અથવા

B. આરટીઈ એક્ટ, ૨૦૦૯ ની કલમ ૧૨ (૧) (સી) ની જોગવાઇ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓ કે જેઓ ધોરણ ૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઇ એક્ટ, ૨૦૦૯ ની કલમ ૧૨ (૧) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિધાર્થીઓ પરીક્ષા આપી શકશે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરીટ લિસ્ટ

A. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં કટઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓને સુપ્રત કરવાની રહેશે.

B. ઉપર મુજબની યાદી પૈકીના વિધાર્થીઓના દસ્તાવેજની ખરાઇ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

 વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા

A. ઉપર મુજબ ખરાઇ પછી જે વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિધાર્થીઓનું કામચલાઉ મેરીટ લીસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.

B. રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.

C. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક ૩માં દર્શાવ્યા પ્રમાણેની કોઇપણ શાળામાં ધોરણ ૯માં પ્રવેશ મેળવી શકશે.

D .પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ ૯માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિધાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહીં અને સિક્કા સાથે વિધા 5 આપવાનું રહેશે.

E વિધાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે.

F. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની અને તેઓના વાલીની રહેશે. તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કે નિયામકશ્રી, શાળાઓની જવાબદારી રહેશે નહીં.

.સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા

A. આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) થી સીધા વિધાર્થી/વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

B. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિધાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણાધિકારી મારફત ખરાઇ કરવાની રહેશે.

C તે ખરાઇ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાલીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની ૫૦% રકમ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(DBT) દ્વારા નિયામકશ્રી, શાળાએ ચૂકવી આપવાની રહેશે.

D. સ્કોલરશીપના બીજા હપ્તાની ૫૦% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિધાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે ચૂકવવાની રહેશે.

E. જ્યારે આ વિધાર્થી બીજા વર્ષે ધોરણ ૧૦માં પહોંચે ત્યારે ધોરણ ૯ની બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશીપના ૫૦% પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.

F. ધોરણ ૧૦ના પ્રથમ સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે બીજા સત્રની શરૂઆતમાં જ સ્કોલરશીપની બીજા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.

G. આ જ કાર્યપ્રણાલી પછીના વર્ષોમાં પણ સ્કોલરશીપની ચૂકવણી વખતે લાગુ કરવામાં આવશે. H. સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવતા વિધાર્થીઓની વિધા સમીક્ષા કેન્દ્રના ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ ઉપર નિયમિત રીતે હાજરી ભરવાની જવાબદારી જે તે શાળાની રહેશે.

। સ્વનિર્ભર શાળાઓના કિસ્સામાં ગુજરાત સ્વ-નિર્ભર શાળા(કી નિયમન) અધિનિયમ, ૨૦૧૭ની જોગવાઇ મુજબ નક્કી થયેલ ફી આ સ્કોલરશીપની રકમ કરતા વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચૂકવવાની જવાબદારી વિધાર્થીના વાલીની રહેશે.

સરકારી અને અનુદાનિત શાળાઓને નાણાકીય સહાયની ચૂકવણીની પ્રક્રિયા

દર શૈક્ષણિક વર્ષના અંતે જેટલા વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ સાથે જે કોઇ સરકારી કે અનુદાનિત શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 80% હાજરી સાથે પૂર્ણ કરે છે તેવા વિધાર્થી દીઠ ઉપર 6A માં દર્શાવ્યા પ્રમાણેની રકમ નિયામકશ્રી, શાળાઓ તરફથી જે તે સરકારી શાળાઓના કિસ્સામાં શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC) અથવા અનુદાનિત શાળાઓના કિસ્સામાં શાળા સંચાલક મંડળના ખાતામાં જમા કરવામાં આવશે.

અન્ય શરતો

A. વિધાર્થીઓ અને વાલીઓને તેમની પસંદગી મુજબની શાળાઓમાં પ્રવેશ મળે તે માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અને નિયત લાયકાત ધરાવતા શિક્ષકોની ઉપ્લબ્ધતાને ધ્યાને રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને નિયામકશ્રી, શાળાઓ દ્વારા તેમના સંલગ્ન આ યોજના હેઠળ પસંદ થયેલ શાળાઓને વધુ વિધાર્થીનો સમાવેશ કરવા માટે જરૂરી છૂટછાટ આપી શકશે.

B. ધોરણ થી ૧રના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિધાર્થી નાપાસ થાય અથવા શાળા શિક્ષણ

છોડી દે અથવા વિધાર્થી સામે કોઇ પણ ગંભીર પ્રકારના શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ નિયમાનુસાર તેઓને મળવાપાત્ર રહેશે નહીં.

C  શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી જો કોઇ વિધાર્થી શાળા બદલવા ઇચ્છે તો તે બાબતે જે તે સમયે નિયામકશ્રી, શાળાઓ દ્વારા જાહેર કરેલ શાળાઓની અધતન પસંગી યાદી પૈકીની શાળાઓમાં પ્રવેશ મેળવી તે બાબતનું જનરલ રજીસ્ટર નંબર અને શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે પ્રમાણપત્ર પોર્ટલ ઉપર અપલોડ કરવાનું રહેશે.

D. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપ મેળવતા વિધાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.

E. આ ઠરાવના ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અથવા નિયામકશ્રી, શાળાઓ જરૂરી આનુષંગિક સૂચનાઓ આપી શકશે.

FAQ

Q 1. યોજના નું અમલીકરણ વર્ષ કયું છે?
Ans -  યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી કરવાનું રહેશે

Q 2.ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક કેટલી રક્મ મળશે?

Ans રૂા.૨૨,૦૦૦

Q 3 ધોરણ ૧૧ થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક કેટલી રક્મ મળશે?

Ans   રૂા.રપ,૦૦૦trends