મોંઘવારી ભથ્થું ::કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું 55% મળશે

મોંઘવારી ભથ્થું ::કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું 55% મળશે

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય*


*રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર

*સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧ લાખ કર્મચારીઓ અને ૪.૭૩ લાખ પેન્શનર્સને મળશે લાભ

*મોંઘવારી ભથ્થામાં વધારાની ૬ માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

મોંઘવારી ભથ્થું ગણતરી ફાઈલ 

જાન્યુઆરી 2024 થી જૂન 2024 સુધીનું એરિયર્સ જુલાઈ,ઓગસ્ટ,સપ્ટેમ્બર 2024 ના પગાર સાથે ચુકાવાશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

તાજેતરમાં નવી કેન્દ્રીય મંત્રીમંડળની રચના થતાં કર્મચારીઓએ માટે એક મોટા ખુશખબરીના સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું વધવાની મોટો ફેરફાર થઈ શકે છે. મિત્રો તમે જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું અને જે એક જાન્યુઆરી 2024 થી લાગુ માનવામાં આવ્યું હતું. જેથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાં 50% થઈ ગયું હતું પરંતુ હવે ફરીથી જુલાઈ મહિનામાં DA માં પાંચ ટકાનો વધારો જોવા મળી શકે છે જેથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 55% સુધી પહોંચી શકે છે.

મોંઘવારી ભથ્થું વધારવાને લઈને ચાલી રહી છે અટકળો

મિત્રો, કર્મચારીઓના મોંઘવારી ભથ્થું ની વાત કરવામાં આવે તો અત્યારના મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ મહિનામાં ચારથી પાંચ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે અને અગાઉ પણ જુલાઈના મોંઘવારી પથાને જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી તો તે ધ્યાનમાં લઈને જાહેરાત બાદમાં પણ થઈ શકે પરંતુ તેવા અત્યારે અલગ અલગ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર આ અંગે ચર્ચા ચાલી રહી છે. જેથી કરીને જુલાઈ મહિનામાં જાહેરાત થાય તો કેન્દ્ર કર્મચારીને મોટો ફાયદો મળી શકે છે.

  • વધુમાં કેન્દ્રીય કર્મચારીઓને આઠમાં પગારપંચની રચનાને લઈને હાલમાં કોઈ પણ પ્રકારની મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી કરીને જો તેમનો ડીએમાં 5% નો વધારો થાય તો તેમને મોટો ફાયદો મળી શકે છે. પરંતુ જો મોંઘવારી ભથ્થુંના વધારાની જાહેરાત પાછળથી થાય તો પણ તે લાગુ 1 જુલાઈથી જ ગણવામાં આવી શકે છે જેથી કરીને તમામ કર્મચારીઓ આ ન્યૂઝની રાહ જોઈને બેઠા હશે કેમકે તેમના પગાર મોટો ફાયદો મળી શકે છે.  

Read More:-  India Post Department Bharti: 10 પાસ પર મોટી ભરતી અરજી કરવા અહીં ક્લિક કરો

  • મિત્રો કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થાંની મંજૂરી આપવામાં આવી હતી અને જેના અંતર્ગત માર્ચ મહિનામાં ચાર ટકાનો વધારો થયો હતો. જેથી કર્મચારીઓ 50% એ પહોંચી ગયું હતું પરંતુ હવે આ નવા ડીએનએ વધારાના લઈને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તેની વિચારણા પર છે .

શું HRA વધશે?

  • કેન્દ્રીય સરકાર દ્વારા ડીએનએ ૫૦ ટકા પહોંચી જતા HRA માં પણ વધારો કર્યો છે જેમાં X,Y અને Z સિટીમાં બેઝિક સેલેરીને આધારિત અગાઉ 27%, 18% અને ૯% હતો. જેને હવે વધારે ને 30 ટકા, 20 ટકા અને 10 ટકા કરી દેવામાં આવ્યું છે જેથી કેન્દ્ર કર્મચારીઓના એચઆરએમ માં પણ મોટું એવો ફાયદો થઇ રહ્યો છે.  
  • કેન્દ્રિય કર્મચારીનું મોંઘવારી ભથ્થું વધારવાને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે કેમકે આ મોંઘવારી ભથ્થાં દર એસીએઆઈસી આંકડા દ્વારા નક્કી થાય છે. જો તે આંકડા ખૂબ જ સારા હોય તો તેના અંતર્ગત સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને નિર્ણય લેવામાં આવે છે.
  • તો હવે કેન્દ્રીય કર્મચારી નું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2024 ના રોજ જાહેર થશે તો લાખો કર્મચારીઓ માટે આ ખુશીના સમાચાર હોઈ શકે તેમ જ આવનારા વર્ષોમાં એચઆરએમ માં પણ વધારો જોવા મળી શકે છે અને સાથે સાથે આઠમાં પગાર પંચની રચના થાય તો એ સૌથી મોટા ન્યુઝ જાણવા મળી શકે છે.

Popular Posts