GSEB Textbook PDF Gujarati Medium : ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકો ની pdf downlod કરો

 GSEB Textbook PDF Gujarati Medium : ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકો ની pdf downlod કરો


શાળા, મહાશાળાઓના અભ્યાસક્રમમાં સૂચવાયેલો તે તે નાનો મોટો ગ્રંથ, ‘ટેક્સ્ટ બુક’

 પાઠ્યક્રમ (Syllabus): વિવિધ વ્યાખ્યાઓ અને સંકલ્પના

પાઠ્યક્રમ : વિવિધ વ્યાખ્યાઓ અને સંકલ્પના //  Syllabus: Various definitions and concepts

 • સામાન્ય વ્યવહારમાં ‘પાઠ્યક્રમ’ અને ‘અભ્યાસક્રમ’ સમાન અર્થમાં વપરાતા શબ્દો છે. પરંતુ વાસ્તવિક રીતે બંનેના અર્થમાં ભિન્નતા રહેલી છે. પાઠ્યક્રમની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ જણાવી શકાય.

"A syllabus is a statement of what is to be learnt"

‘‘પાઠ્યક્રમ એ શું શીખી શકાય તેનું નિવેદન છે.” - Hutchinson and Water

"A syllabus is the specification of the teaching programme or pedagogic agenda which defines a particular subject for a particular group of learners...a syllabus specification, then, is concerned with both the selection and the ordering of what is to be taught" 

“પાઠ્યક્રમ એ અભ્યાસ કાર્યક્રમનું વિશિષ્ટિકરણ કે એવો શૈક્ષણિક મુસદ્દો છે કે જે કોઈ વિશિષ્ટ સમૂહના અધ્યેતાઓ માટે વિશિષ્ટ વિષયને વ્યાખ્યાયિત કરે છે.પાઠ્યક્રમનું વિશિષ્ટીકરણ એ જે શીખવી શકાય તેવા વિષયવસ્તુની પસંદગી અને તેનાં એકીકરણ સાથે સંબંધિત છે.’

- Widdowson

"A syllabus not only defines what the ends of education through a particular subject ought to be, but it also provides a framework within which the actual process of leaming must takes place"

‘‘પાઠ્યક્રમ એ ફક્ત કોઈ ચોક્કસ વિષય દ્વારા શિક્ષણનો અંત શું હોવો જોઈએ તે જ નિર્ધારિત કરતો નથી પા તે એક એવું માળખું પૂરું પાડે છે કે જેમાં શિક્ષણની વાસ્તવિક પ્રક્રિયા થવી આવશ્યક છે.’ – Widdowson

"Syllabi can also be seen as a plan of what is to be achieved through our teaching and our students' learning"

“પાઠ્યક્રમ એટલે આપણા અધ્યાપન અને આપણા વિદ્યાર્થીના અધ્યયન દ્વારા શું પ્રાપ્ત કરી શકાય તેની એક યોજના” – Breen

"The details of the activity programme for actual classroom implementation in terms of attainable units is called a syllabus"

‘‘પ્રાપ્ત કરી શકાય તેવા એકમોની દૃષ્ટિએ વાસ્તવિક વર્ગખંડના અમલીકરણ માટેની પ્રવૃત્તિઓનો સમૂહ એટલે પાઠ્યક્રમ”

ઉપરોક્ત વ્યાખ્યાઓને ધ્યાને લઈ પાઠ્યક્રમની સંકલ્પના નીચે મુજબ સ્પષ્ટ કરી શકાયઃ

✔પાઠ્યક્રમ એટલે વર્ગખંડમાં શું શીખી શકાય તેનું નિવેદન.

 ✔પાઠ્યક્રમ એટલે કોઈ વિશિષ્ટ સમૂહના અધ્યેતાઓ માટેનો વિશિષ્ટ વિષય.

✔પાઠ્યક્રમ એટલે જે શીખવી શકાય તેવા વિષયવસ્તુની પસંદગી અને તેનું એકીકરણ.

✔પાઠ્યક્રમ એટલે વર્ગખંડમાં ચાલતી શિક્ષણની વાસ્તવિક પ્રક્રિયા.

✔પાઠ્યક્રમ એટલે વિદ્યાર્થીના વર્ગખંડ અધ્યયન દ્વારા શું પ્રાપ્ત કરી શકાય તેની એક યોજના.

✔પાઠ્યક્રમ એટલે વાસ્તવિક વર્ગખંડના અમલીકરણ માટેની પ્રવૃત્તિઓનો સમૂહ.

સાહિત્ય વિતરણ બાબત સૂચનાઓ :: તારીખ 20.6 નો પત્ર  • આમ, પાઠ્યક્રમ એ માત્ર વિષયોના વિષયાંગની એક સૂચિ માત્ર જ છે. તેનું ફલક વિષયોના મુદ્દા પૂરતું સીમિત છે. આ મુદ્દાઓને આધારે પાઠ્યપુસ્તકો તૈયાર થાય છે, જે શિક્ષકો માટે વર્ગ અધ્યાપનનું હાથવગું સાધન બને છે. શાળાઓમાં શીખવાતા જુદાં જુદાં વિષયો જેવાં કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન કે અન્ય પાઠ્યપુસ્તકોની અનુક્રમણિકા એ પાઠ્યક્રમ અને જે તે પાઠનું વિષયવસ્તુ એ પાચવસ્તુ બને છે. અભ્યાસક્રમમાં સૂચવેલા મુદ્દાઓને આધારે જ પાઠ્યક્રમ તૈયાર થાય છે


જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પ્રસ્તુત

👉 `વહીવટી ભોમિયો ( ડિજિટલ માર્ગદર્શિકા)`

પ્રાથમિક માધ્યમિકના તમામ શિક્ષકોએ એકવાર વાંચવા જેવું પુસ્તક


🍅🧄🍑🍆🥬🌶️🫛🫑🥦🍅

કિચન ગાર્ડનિંગ પરિચય


*✅ કિચન ગાર્ડનના ફાયદા*

*✅ કિચન ગાર્ડન આયોજન*

*✅ કિચન ગાર્ડન નકશો


*✅ ઔષધીય વનસ્પતિ પરિચય*

 1. પાઠ્યક્રમ એ કોઈ પણ ધો૨ણમાં એક વર્ષના ગાળા દરમિયાન ક્યા ક્યા વિષય મુદ્દાઓ શીખવવા તેની રૂપરેખા માત્ર છે. અભ્યાસક્રમની સાપેક્ષમાં પાઠ્યક્રમ વધારે સંકુચિત છે.
 2. અભ્યાસક્રમમાં વિષયવસ્તુના મુદ્દાઓની રૂપરેખા ઉપરાંત તેની સંરચનાની ભૂમિકા, જે તે પાઠ્યક્રમ દ્વારા સિદ્ધ કરવાના મુખ્ય હેતુ, સિદ્ધિઓ, પાઠ્યપુસ્તક તથા અન્ય સાહિત્ય, તેને લગતાં સાધનો, પ્રયોગો વગેરેનો સમાવેશ થાય છે. આમ, પાઠ્યક્રમમાં માત્ર પુસ્તક આધારિત વિષયવસ્તુનો જ્યારે અભ્યાસક્રમમાં માત્ર વિષયવસ્તુ જ નહિ પણ વિષયવસ્તુ ઉપરાંત, વિદ્યાર્થીઓના અનુભવ, શિક્ષક દ્વારા કરવાના નિદર્શનો તેમજ વર્ગબહારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અભ્યાસક્રમનો અર્થ વિશાળ છે. તેમાં અધ્યેતાના વર્ગખંડના તથા વર્ગખંડ બહારના સમગ્ર અધ્યયન અનુભવોનો સમાવેશ થાય છે.
 3. જ્યારે પાઠ્યક્રમ એટલે ચોક્કસ કક્ષાએ શીખવવાના અભ્યાસક્રમના ચોક્કસ મુદ્દાઓ. આ પાઠ્યક્રમનું પાઠ્યવસ્તુ હંમેશાં પ્રમાણભૂત જ હોય તેવું બનતું નથી, તે ચોક્કસ સમય માટે ઉપયોગમાં લેવાવું જોઈએ. સમયાનુસાર તેમાં ફેરફારો અને સુધારાઓ થવા જોઈએ. પરંતુ આપણા પાઠ્યક્રમમાં સમયાંતરે ખાસ ફેરફારો થતા નથી. વધુમાં વધુ એક કે બે મુદ્દાઓ આગળ-પાછળ કે વધઘટ કરવામાં આવે છે.

સુવિચાર સત્ય 

આત્મવિશ્વાસ એ નથી કે
તમને બધાં જ સવાલ ના જવાબ આવડતા હોય,
પણ.. આત્મવિશ્વાસ એ છે કે*
તમે દરેક સવાલ નો સામનો કરવા તૈયાર હોય…

અભ્યાસક્રમ માળખું કે અભ્યાસક્રમ રૂપરેખા (Curriculum Framework)

અભ્યાસક્રમ માળખું એ એવી સંગઠિત યોજના અથવા ધોરણોનો સમૂહ કે અધ્યયન નિષ્પત્તિ છે જે વિદ્યાર્થીએ શું જાણવું જોઈએ અને શું કરવા માટે સક્ષમ બનવું જોઈએ એવા સ્પષ્ટ ધોરણોની દૃષ્ટિએ શીખી શકાય તેવા વિષયવસ્તુને વ્યાખ્યાયિત કરે છે.

A Curriculum framework is an organized plan or set of standards or learning outcomes that defines the content to be learned in terms of clear, definable standards of what the student should know and be able to do.

 • અભ્યાસક્રમ માળખું રાષ્ટ્રીય કક્ષાએ તૈયાર થાય છે. તે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરવાના સ્પષ્ટ, ઉચ્ચ ધોરણોને વ્યાખ્યાયિત કરે છે. પછી અભ્યાસક્રમને એ ધોરણો સાથે સાંકળવામાં આવે છે અને વિદ્યાર્થીઓનું એ ધોરણોના સંદર્ભમાં મૂલ્યાંકન કરવામાં આવે છે. પરંપરાગત શિક્ષણ કે જે ફક્ત વિષયવસ્તુના પ્રસ્તુતિકરણ સાથે સંબંધ ધરાવે છે તેની સરખામણીએ ધોરણો કે કક્ષા આધારિત શિક્ષણ સુધારણા એવું નિશ્ચિત કરે છે કે જો બધા પાસે ઉચ્ચ અપેક્ષાઓ રાખવામાં આવે તો બધા જ સફળ થશે. અને જયારે બધા જ વિદ્યાર્થીઓ આ કક્ષાસિદ્ધિ પ્રાપ્ત કરી લે ત્યારે તેઓ વૈશ્વિક ધોરણોને પ્રાપ્ત ક૨શે અને સારી કૉલેજોમાં પ્રવેશ મેળવવા સક્ષમ બનશે અને સારા વ્યવસાય માટે તાલીમબદ્ધ થશે કે જેમાં સારું વેતન મળે.

 1. શાળા શિક્ષણનું અભ્યાસક્રમ માળખું તૈયાર કરવા માટે ભારતમાં NCERT સત્તાવાર સંસ્થા છે. 2005 માં National Curriculum Framework-2005 (NCF2005) એટલે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-2005 નો મુસદ્દો તૈયાર થયો. તે પહેલાં 1975, 1988, અને 2000માં ક્રમશઃ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાની જાહેરાત થઈ હતી અને 2009માં National Curriculum Framework for Teacher Education-NCFTEનો મુસદ્દો જાહેર થયો. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું ભારતીય શાળાઓમાં અધ્યયન તરાહ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો માટેની માર્ગદર્શિકા પૂરી પાડે છે. હાલ જાહેર થયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ સૂચવે છે કે શાળામાં અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્રનું પુનર્ગઠન કરી તેને અનુબંધિત, આનંદપ્રદ, અધ્યયન સર્વાંગી અને પ્રવૃત્તિમય બનાવવું અને શૈક્ષણિક માળખું 5+3+3+4 રાખવું.
 2. વળી, માધ્યમિક શિક્ષણ પંચ અહેવાલ (1952-53), કોઠારી શિક્ષણ પંચ અહેવાલ (1964-66), રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અહેવાલ (1968), રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અહેવાલ (1978) વગેરે રાષ્ટ્રકક્ષાના વિવિધ દસ્તાવેજોમાં અભ્યાસક્રમનીસિદ્ધોનો રૂપરેખા વિકસાવવામાં આવી છે. વિશેષ પ્રદાનની દૃષ્ટિએ જોઈએ તો માધ્યમિક શિક્ષણ પંચે વિવિધલક્ષી અભ્યાસક્રમનો વિચાર આપ્યો. કોઠારી પંચે સુધન વિજ્ઞાનશિક્ષણ, કાર્યાનુભવ અને ત્રિભાષા સૂત્ર પર ભાર મૂકીને, અંગ્રેજી ભાષ પર પૂરતું ધ્યાન આપવા અને શિક્ષણમાં વ્યવસાયીકરણનું તત્ત્વ વ્યાપક રીતે દાખલ કરવા અને શાળા કક્ષાએ સર્વત્ર સમાજોપયોગી ઉત્પાદક શ્રમનો કાર્યક્રમ દાખલ્ કરવા સૂચન કર્યું. આ પંચે 10+2+3 નું શૈક્ષણિક માળખું સૂચવ્યું હતું. તેનો મોટ ભાગનાં રાજ્યોએ 1986 સુધીમાં સ્વીકાર કર્યો હતો. 1986ની નીતિમાં કાર્યાનુભવ, પર્યાવરણ શિક્ષણ, અધ્યેતાકેન્દ્રી શિક્ષણ, વ્યવસાયલક્ષી શિક્ષણ અને સતત સર્વાંગી મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવ્યો. પરિણામે ભારતની શાળાઓનો અભ્યાસક્રમ સામાન્ય રીતે બધા રાજ્યોમાં નીચે મુજબ જોવા મળતો હતોઃ

હાર્દરૂપ અભ્યાસક્રમ

 • (i) ભાષાઓ (ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ ત્રણ)
 • માતૃભાષા
 • રાષ્ટ્રભાષા હિન્દી
 • આધુનિક વિદેશી ભાષા (અંગ્રેજી, જર્મન, રશિયન, ફ્રેંચ, સ્પેનિશ, અરબી વગેરે) 
 • (ii) સામાજિક વિજ્ઞાન (નીચેના વિષયોનું સંકલન)
 • ઇતિહાસ
 • ભૂગોળ
 • નાગરિકશાસ્ત્ર
 • રાજય બંધારણ
 • (iii) ગણિત
 • (iv) વિજ્ઞાન

 • (V) કૌશલ્યો અને શો
 • વ્યાયામ, શારીરિક શિક્ષણ અને રમતો
 • ચિત્રકલા
 • સંગીત
 • (vi) સમૂહજીવન પ્રવૃત્તિઓ 
 • સર્જનલક્ષી પ્રવૃત્તિઓ
 • સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
 • સામાજિક પ્રવૃત્તિઓ
 • વૈકલ્પિક અભ્યાસક્રમ (Elective Curriculum) 
 • (ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચા૨)
 • શિષ્ટ ભાષા (સંસ્કૃત, ફારસી, લૅટિન વગેરે)
 • આધુનિક ભારતીય ભાષા (તમિલ, પંજાબી, બંગાળી વગેરે)
 • એક વિશિષ્ટ સમાજવિદ્યા (અર્થશાસ્ત્ર, સમાજવિદ્યા, રાજ્યશાસ્ત્ર વગેરે) 
 • એક કે બે વિશિષ્ટ વ્યવસાયલક્ષી વિષયો (વાણિજય, ગૃહવિજ્ઞાન વગેરે) 
 • એક કે બે વ્યવસાયો (ખેતી, ઈજનેરી, ડેરી, ટાઈપ, કાંતણ, વણાટ વગેરે) 
 • National Curriculum Framework-2005 (NCF-2005) એટલે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-2005 નીચે મુજબ અભ્યાસક્રમ માળખું દર્શાવે છે. 
 • ત્રિભાષાઃ

  • ।) માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા
  • ii) સંઘની રાજભાષા કે સહ-રાજભાષા
  • iii) એક આધુનિક ભારતીય અથવા યુરોપિયન ભાષા
  • ગણિત
  • વિજ્ઞાન
  • સામાજિક વિજ્ઞાન
  • વ્યાવસયિક શિક્ષણ
  • કાર્ય કેન્દ્રિત શિક્ષણ- Work Centered Education
  • આર્ટ/કલાઃ મ્યુઝિક, નૃત્ય, વિઝ્યુઅલ આર્ટસ, પપેટ્રી (Puppetry), કલે વર્ક, થીયેટર

  • અનુરૂપ આમ, સૌપ્રથમ રાષ્ટ્રીય કક્ષાએ અભ્યાસક્રમનું માળખું અને અભ્યાસક્રમ નક્કી થાય છે. જેમાં શિક્ષણવિદ્-નિષ્ણાતોનું આગવું પ્રદાન હોય છે. એને અ રાજ્ય, પ્રાદેશિક કે સ્થાનિક સ્તરે પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકની રચના કરવામાં આવે છે. દેશનો દરેક નાગરિક વિશ્વ કક્ષાનો માનવ બને એ હેતુને ધ્યાને લઈ સમગ્ર કાર્યક્રમની રચના થાય છે, જેથી દેશનો નાગરિક સામર્થ્યવાન, ઊર્જાવાન અને પ્રાણવાન બને અને ભારતીય સંસ્કૃતિને વિશ્વકક્ષાએ રજૂ કરી દેશને અગ્ર હરોળમાં લઈ જઈ શકાય.

  GSEB Textbook PDF Gujarati Medium : ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકો ની pdf downlod કરો

  ધોરણ 1  DOWNLOD 

  ધોરણ 2  DOWNLOD 

  ધોરણ 3  DOWNLOD 

  ધોરણ 4  DOWNLOD 

  ધોરણ 5  DOWNLOD 

  ધોરણ 6  DOWNLOD 

  ધોરણ 7  DOWNLOD 

  ધોરણ 8  DOWNLOD 

  ધોરણ 9  DOWNLOD 

  ધોરણ 10 DOWNLOD 

  ધોરણ 11  DOWNLOD 

  ધોરણ 12  DOWNLOD

  Soe સિવાય ની અન્ય માધ્યમ ની શાળાઓ ની ભરતી   Popular Posts