લખાણમાં કઈકઈ બાબતોની કાળજી રાખવી જોઈએ જાણો અહીંયા થી Know some things to be careful in writing from here :ગુજરાતી વ્યાકરણ

Gujrat
By -
0

 લખાણમાં કઈકઈ બાબતોની કાળજી રાખવી જોઈએ કે જેથી તે સ્પષ્ટ અર્થ દર્શાવનારું, સંવાદી અને શુદ્ધ બને તે માટેની મહત્ત્વની થોડી બાબતો અહીં જોઈએ . 

શબ્દઘટકો લખવાની રૂઢિ :

💥- વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ ‘જ’ હંમેશાં છૂટો લખવો.

દા.ત. : 

👉~ રમેશ *જ* આ કામ કરશે.

👉~ હું સુરત જઈશ *જ*.

👉~ આજે વરસાદ પડવો *જ* જોઈએ.

(તેમજ અને ભાગ્યેજ માં ‘જ’ ભેગો લખાય છે.)

💥- વાક્યમાં આવતો *ય* કે *યે* જ્યારે ‘પણ’ના અર્થમાં વપરાય ત્યારે તેને શબ્દ સાથે જોડીને લખવો.

દા.ત. : 

👉~ કરશનકાકાયે આવે, તમેય આવજો.

👉~ બાળકો તો દફતરેય લાવશે.

what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

-💥 વિભક્તિના પ્રત્યયો શબ્દની સાથે જોડીને લખવા.

(હિન્દીમાં આવા પ્રત્યયો જુદા લખાય છે.) 

ALSO READ :U-Dictionary: Oxford Dictionary Translate & Learn English

 ગુજરાતી વ્યાકરણ

દા.ત. : 

👉~ ખેતરમાં ઢોર બાંધેલાં છે.

👉~ તેણે કૂવામાંથી પાણી કાઢીને બધાંને પાયું.

👉~ મોટાંઓએ નાનાંની વાતો ધ્યાનથી સાંભળવી જોઈએ.


💥-નામયોગી છૂટાં લખાય છે.

દા.ત. : 

👉~ લીમડા *નીચે* એક ખાટલો પડ્યો છે.

👉~ ઘર *પાસે* એક નાનકડું મંદિર હતું.

👉~ ગામ *નજીક* એક સુંદર ટેકરી હતી.

💥દ્વિરુક્તિવાળા શબ્દો ભેગા લખવા.

  • દા.ત. : 
  • 👉તમતમારે, જુદાજુદા, સાથોસાથ, દૂરદૂરથી, ભાતભાતના, કેટકેટલું, વારંવાર, જેમતેમ વગેરે 


💥- સામાસિક પદો ભેગાં લખવાં.

  • દા.ત. : 
  • 👉આજકાલ, નાનાંમોટાં, માબાપ, લાંબુંટૂંકું, હારજીત, જીવનયાત્રા, સીતારામ, રામબાણ, મંદસ્વરે, ઉપરનીચે વગેરે

How to improve Handwriting ? l Gujrati // અક્ષર સુધારણા કરી લો આ ઉપાય

💥- પણ ક્યાંક શબ્દ લાંબો જણાય ત્યાં વચ્ચે લઘુરેખા મૂકી શકાય.

  • દા.ત. : 
  • 👉વેપાર-વણજ, આસમાની-સુલતાની, ધંધા-રોજગાર વગેરે 

💥- સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ છૂટાં લખવાં. 

દા.ત. : 

👉~ તે *વાંચતો* હતો.

👉~ બળદને રસ્તા પર *બાંધી* દીધો.

👉~ કાલે પરીક્ષા છે એટલે હું *વાંચતો* હોઈશ.

👉~ તેઓ ઘ૨માં *બેઠાં* હશે.

 લખાણમાં રાખવાની કાળજી - ૨


-વશાત્, -પૂર્વક, -વત્, -વિષયક વગેરે જે શબ્દની પાછળ આવે તે શબ્દ સાથે જોડીને લખવાં.

  • દા.ત. : 
  • ~ મેં ભારપૂર્વક સૌને આ વાત કરી.
  •  ~ આજે તેણે વિધિવત્ પૂજન કર્યું.
  • ~ સંજોગવશાત્ બસ સમયસર આવી ગઈ. 
  • ~ આ મુદ્દો વ્યાકરણવિષયક છે.


- *તોપણ* અને *જોકે* ભેગાં લખવાં.

  • દા.ત. : 
  • ~ હું નહિ આવું તોપણ તેઓ આવશે. 
  • ~ જોકે તે સારા ગુણે પાસ થઈ ગયો છે


- જેમ કે, કેમ કે, કારણ કે માં ‘કે’ જુદો લખવો.


- શબ્દગુચ્છ :


 જ્યારે આપણે કથન કરતાં હોઈએ ત્યારે શબ્દોને સળંગ બોલીએ છીએ; પરંતુ લખતી વખતે દરેક શબ્દની વચ્ચે જગા રાખીએ છીએ. ઘણી વખત લખાણમાં આપણે બે શબ્દો (પદો) છૂટા લખીએ છીએ અને ઘણી વખત એ બે શબ્દોને એક કરીને પણ ઉપયોગમાં લઈએ છીએ. જુઓ,


  • (૧) એમનું ઘર જમાઈની કમાણીથી ચાલતું હતું.
  • ~ માયા માટે ઘરજમાઈ રહે એવો મુરતિયો એ જાતે જ શોધશે.


  • (૨)અનાજ બજારમાંથી લઈ આવવાનું હતું.
  • ~ કૅમ્પની અનાજબજારમાં ખીજડિયા હનુમાન પાસે તે પંચાળની વાતો કર્યા કરતા.


  • (૩) ગીધ દૃષ્ટિ કરીને જોવા લાગ્યું. 
  • ~ ગીધદૃષ્ટિ ગિધુભાઈ અને મીનીદૃષ્ટિ મેનાબહેન તે દેખી ગયાં.


આ ત્રણેય વાક્યગુચ્છોમાં પહેલાં વાક્યોમાં બે શબ્દોને છૂટા લખ્યા છે, જ્યારે બીજાં વાક્યોમાં એ બે શબ્દોને ભેગા લખીને તેનો સમાસ કર્યો છે. બે-ત્રણ શબ્દો જોડાઈને સમાસ બને છે ત્યારે સાથે લખાય છે, પણ જ્યારે આ શબ્દો છૂટા લખાય છે ત્યારે તેનો અર્થ પણ જુદો બને છે. તે વાંચવાથી તમને સમજાઈ જશે. 

હા, કોઈ શબ્દ સમાસ બને પણ તે લાંબો જણાય તો વચ્ચે લઘુરેખા મૂકવી. 

  • દા.ત.
  • ~ સસરો-જમાઈ કંઈક ને કંઈક પ્લાનિંગ કર્યા કરે.
  • ~ તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત-અમાપ નથી. 
  • ~ ભાઈ-ભગિની ભેળાં બેસી સુખનો હીંચકો ખાતાં. 

સંદર્ભ - ધો-૧૨ ગુજરાતી પાઠ્યપુસ્તક







 

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!