નાના ધોરણ 1 અને 2 ના બાળકો ને ચિત્ર સાથે ની વાર્તા હોય તો તેમને મજા પડે અહીંયા કેટલીક ચિત્ર સાથે ની વાર્તા ઓ આપી છે. વાઘઃ હાથી બકરી જેવા પ્રાણીઓ ની વાર્તા ઓ બાળકો ને મજા પડતી હોય છે.
ગીતાના કાકાનાં લગ્ન હતાં. ગીતા જાનમાં ગઈ. ત્યાં જઈ બધાં ખૂબ નાચ્યાં. વર-વધૂનાં લગ્ન થયાં. પંગતમાં બધાં લાડુ, જલેબી અને લાપસી જમ્યાં. ગીતાએ પેટ ભરીને જમી લીધું. રાત્રે બધાં સૂઈ ગયાં. ગીતા પણ સૂઈ ગઈ. સવારે જાન પાછી આવી ગઈ. ગીતા ત્યાં જ સૂઈ રહી.
👉મુખ્ય શબ્દઃ લગ્ન, જાન, વર, વધૂ
👉ચિત્ર વાર્તા નીચે મૂકી છે
(1)ગીતા જાન માં ગઇ CLIK HERE
(2)ચકલી નું મોતી CLIK HERE
(3) ચકલી CLIK HERE
👉ચકલી
એક ચકલી તળાવમાં પાણી પીવા ગઈ. પાણી પીતાં-પીતાં તે તળાવમાં ડૂબવા લાગી. એટલામાં ત્યાં એક બિલાડી આવી. ચકલી બોલી- બહેન મને બહાર કાઢી લે. બિલાડી બોલી- બહાર તો કાઢી દઈશ. પણ હું તને ખાઇશ. ચકલી બોલી - સારું, મને ખાઈ લેજે. બિલાડીએ ચકલીને બહાર કાઢી. બિલાડી બોલીહવે, ખાઉં! ચકલી બોલી- પહેલાં મને સુકાઈ જવા દે, પછી મને ખાજે. અત્યારે તો પીંછાં તારા મોઢામાં ફસાઈ જશે. બિલાડી રાહ જોતાં-જોતાં સૂઈ ગઈ. ચકલી સુકાઈને ફ૨૨૨ કરીને ઊડી ગઈ.
(4) મરઘી અને મગર. CLIK HERE
(5) માં અને બચ્ચા CLIK HERE
(6) વાંદરા ની પૂંછડી CLIK HERE.
👉વાંદરાની પૂંછડી
ગામની પાસે એક જંગલ હતું. જંગલમાં એક મોટું ઝાડ હતું. એક વાંદરો ઝાડ પર બેઠો હતો. તેની પૂંછડી જમીનને અડતી હતી. ઝાડ નીચે એક ખિસકોલી રમતી હતી. ખિસકોલી પૂંછડી પકડી હીંચકા ખાવા લાગી. તેણે બીજી ખિસકોલીઓને પણ હીંચકા ખાવા માટે બોલાવી લીધી. બધી જ ખિસકોલીઓ વાંદરાની પૂંછડી પર હીંચકા ખાવા લાગી. ખિસકોલીઓના ભારથી વાંદરો ઝાડ પરથી નીચે પડી ગયો. બધી જ ખિસકોલીઓ ડરી ગઈ. વાંદરાએ ખિસકોલીઓને જોઈ અને મોટેમોટેથી હસવા લાગ્યો.
(7) સોનુ ના લાડવા CLIK HERE.
(8) હાથી અને બકરી CLIK HERE
👉હાથી અને બકરી
ઝાડ નીચે એક હાથી સૂતો હતો. ખિસકોલી અને સસલું ત્યાં રમતાં હતાં. સસલાએ જોયું કે હાથી ઝાડ નીચે સૂઈ રહ્યો છે. રમતાં - રમતાં તે બંને હાથીની પીઠ પર ચડી ગયાં. એટલામાં ત્યાં એક બકરી આવી. બકરી પણ હાથીની પીઠ પર ચડવા લાગી. અચાનક હાથી ઊંઘમાંથી જાગ્યો. ત્રણેય હાથીની પીઠ પરથી નીચે પડી ગયાં. ખિસકોલી અને સસલું ભાગી ગયાં.બકરીત્યાંજ. ઊભી રહી. હાથીએ બકરીને પોતાની પીઠ પર ફેરવી.
મુખ્ય શબ્દઃ ઝાડ, હાથી, ખિસકોલી, સસલું, બકરી.
0 Comments