કૃદંત અને તેના પ્રકારો II KRUDANT ANE TENA PRAKAR IN GUJRATI

Gujrat
By -
0
કૃદંત અને તેના પ્રકારો II KRUDANT ANE TENA PRAKAR IN GUJRATI
મહુડી માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
નાના બાળકોને શીખતા વાર લાગે.
પ્રદીપ નિયમિત કસરત કરતો.
તેઓ રાત્રે તો જમતા નથી.
ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો.
ચિત્ર સૂતાં-સૂતાં જ વાંચે છે.
ઉનાળાનો આકડો તડકો પડતા વૃક્ષો મુંજાય જાય છે.
નાના બાળકોને શીખતાં વાર લાગે છે.
(2) ભૂત કૃદંત
ભૂત કૃદંત એટલે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે તેને ભૂતકૃદંત કહે છે.
ભૂતકૃદંતના બે પ્રકારો છે.
(1). સાદું ભૂતકૃદંત ય (યો, યી, યું, ઇ). [પ્રત્યય]
(2). પરોક્ષ ભૂતકૃદંત લ (લો, લી, લું,લા). [પ્રત્યય]
સાદું ભૂતકૃદંત
👉પ્રત્યય : ૫ ( યો , યી ,યું, ઇ).
👉સાદું ભૂતકૃદંત ના ઉદાહરણ:
તે મારું કહ્યું માનતો નથી.
કોઈ કશું બોલ્યું નહિ.
હાથના કર્યા હૈયે વાગ્યા.
ગુરુજીએ પોતાના જીવન માં ખુબ કષ્ટો વેઠ્યા.
સ્વામીજીના અસ્વીકાર છતાં અમે ભેટ આપી.
પૈસા મળતા ગરીબ રાજી રાજી થઇ ગયો.
છોકરા રમતમાં ભાગ લેવા આગળ વધ્યા.
👉પરોક્ષ ભૂતકૃદંત
પ્રત્યય : લ ( લો ,લી, લું,લા).
પરોક્ષ ભૂતકૃદંત ના ઉદાહરણ:
સૂતેલાને જગાડવો નહિ.
તેમના પત્ર નો વિયોગ અમે અનુભવેલી.
આ પણ વાંચો: નિપાત એટલે શું અને નિપાત ના ઉદાહરણ
(3) ભવિષ્ય કૃદંત
ભવિષ્ય કૃદંત ક્રિયાની અપિક્ષિત અવસ્થા દર્શાવે છે.
પ્રત્યય : નાર ( નારો, નારું, નારી, નારા)
ભવિષ્ય કૃદંત ના ઉદાહરણ:
આવનારા બધા આવી ગયા.
પ્રથમ નંબરે આવનાર મહાન છે.
સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે.
અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહિ.
રાંધનારો માણસ મોડો આવ્યો.
ટાઈમટેબલ બનાવનાર દરેક ને મારી સૂચના છે.
આપણું જીવન ચલાવનારો મહાન છે.
સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે.
અમને ભણાવનાર શિક્ષક સરળ સ્વભાવના હતા.
(4) વિદ્યર્થ/ સામન્ય કૃદંત
વિદ્યર્થ/ સામન્ય કૃદંત એટલે ક્રિયા થવાનું અથવા કર્તવ્ય કે ફરજનો અર્થ દર્શાવે તેને વિદ્યર્થ / સામાન્ય કૃદંત કહે છે.
પ્રત્યય: વો, વી, વું,વા વાનો, વાનું, વાના, વાની
વિદ્યર્થ/ સામન્ય કૃદંત ના ઉદાહરણ:
આજે તમારે સમયસર વાંચવાનું છે.
પેપર વ્યવસ્થિત લખવું જોઈએ.
લખવું વાંચવું આ કઈ કેળવણી નથી.
મોટી રીશેષ પુરી થવાનો બેલ વાગતો.
બદલાતી ઋતુનું રૂપ જોવું મને ગમે છે.
કોઈ પણ સમશ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું.
અમે આખો દિવસ નર્મદાકાંઠે જ રોકવાના હતા.
સાચી હકીકત જાણવાની એને દરકાર રાખી નહિ.
આ પણ વાંચો: વિશેષણ અને તેના પ્રકાર
(5) હેત્વર્થ કૃદંત
હેત્વર્થ કૃદંત એટલે ઉદ્દેશ્ય કે હેતુ દર્શાવનાર કૃદંતને હેત્વર્થ કૃદંત કહે છે.
પ્રત્યય : વા, વાને
હેત્વર્થ કૃદંત ના ઉદાહરણ:
સાહેબ બોલવાને માટે ઊભા થયા.
ભગવાનના દર્શન કરવા મંદિરે ગયો.
તેણીએ શીખવા માટે રજા લીધી હતી.
અમે ભગવાન ના દર્શન કરવા મંદિરે જતા હતા.
લોકો વાતને ભૂલી જવાને યોગ્ય માને છે.
શિક્ષકે પેપર લખવાને ત્રણ કલાક આપ્યા.
શહેરના લોકો સમય સાથે ચાલવાને ટેવાયેલા છે.
છોકરાઓ ક્રિકેટ રમવા મેદાનમાં એકઠા થયા.
ગાંધીજી હંમેશા સત્ય કહેવાને ટેવાયેલા હતા.
(6) સંબંધક ભૂતકૃદંત
પ્રત્યય: ઇ કે ઇને
સંબંધક ભૂતકૃદંત ના ઉદાહરણ:
અમે ચાલીને મંદિરે
દર્શન કરવા ગયા.
બાળકો મેદાનમાં રમી – રમીને થાક્યા.
હું એક અદૃશ્ય શક્તિ અને ઉત્સાહ થી ગભરાઈ ગયો હતો.
આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે.
છલોછલ ભરેલો ઘડો છલકાઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા.
ઘણા વર્ષોથી દબાઈ રહેલા ભાવો ઉછળ્યા.
સવારે ધ્યાન ધરી પછી નાસ્તો કરતો.
👉ALSO READ 
SHABD KOSH KRAM
SHABD KOSH KRAM 
ALSO READ 
👉https://www.gujrateduapdet.net/2023/05/sayojak-ane-tena-prakar.html
als0 read
👉દ્વિરુક્ત અને રવાનુકારીII નામયોગી II અનુગ
👉વિશેષણ અને તેના પ્રકાર |





ગુજરાતી tlm વ્યાકરણ














Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!