બદલી ની વ્યાખ્યાઓ || BADLI NI VYAKHYAO

Gujrat
By -
0

અહીંયા બદલી નવીન ઠરાવ ની વ્યાખ્યા ઓ આપવામાં આવી છે.આ વ્યાખ્યા ઓ તારીખ 11.5.2023 ના રોજ જે બદલી નવીન ઠરાવ થયો તે અંતર્ગત છે.

બદલી ઠરાવ ની વ્યાખ્યા ઓ 


    (1) વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક :

    • જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અથવા જે તે સમયે ધોરણ-૧ થી ૭ ની લાયકાત ધરાવતા અને ધોરણ-૧ થી ૫/ધોરણ-૧ થી ૭ માટે નિમણૂંક પામેલ વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક.

    (૨) વિદ્યાસહાયક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક :

    • જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૬ થી ૮ માટે લાયકાત ધરાવતા અને વિષય શિક્ષક તરીકે (ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન) નિમણૂંક પામેલ તથા પ્રાથમિક વિભાગ (ધોરણ-૧ થી ૫) માંથી વિકલ્પ આપી ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ-૬ થી ૮) માં વિષય શિક્ષક તરીકે સમાવેશ પામેલ વિદ્યાસહાયક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક.

    (3) વધ-ઘટ બદલી :

    • જીલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જે તે શાળામાં વિદ્યાસહાયક/ શિક્ષકના મંજૂર થયેલ મહેકમ કરતાં વધારાના ફરજ બજાવતા પ્રાથમિક વિભાગ (ધોરણ-૧ થી ૫), ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ-૬ થી ૮) નાં વિદ્યાસહાયક/શિક્ષકની કરવાની થતી વધ સરભર બદલી.

    (4) શાળા/ધોરણ/વર્ગો એકીકૃત(મ) થતા કરવાની થતી બદલીઓ :

    • જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં આવશ્યક્તા કરતાં ઓછી વિદ્યાર્થી સંખ્યાને લીધે કે અન્ય કોઈ કારણોસર કોઈ એક કે એક કરતા વધારે શાળાઓ કે શાળાઓના ધોરણ/વર્ગો એકીકૃત(મર્જ)(Merge) (એકીકૃત) કરવામાં આવે ત્યારે મળવાપાત્ર મહેકમ કરતા વધારાના વિદ્યાસહાયક શિક્ષકની કરવાની થતી બદલી.

    (5) જિલ્લા આંતરિક બદલી :

    • જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં વિદ્યાસહાયક/શિક્ષક દ્વારા માંગણીથી તે જ જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં તેમના પોતાના વિભાગ વિષયમા ઉપલબ્ધ ખાલી જગ્યામાં માંગણી મુજબ કરવાની થતી આંતરિક ઓનલાઇન(Online) બદલી.

    (6) જિલ્લાફેર બદલી :

    • જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં વિદ્યાસહાયક/શિક્ષક દ્વારા માંગણીથી અન્ય જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં તેમના વિભાગ વિષયમાં ઉપલબ્ધ ખાલી જગ્યામાં બદલાવા માટેની કરવામાં આવતી ઓનલાઇન(Online)/ ઓફલાઈન(Offline) માંગણી બદલી.
    • એક જ જિલ્લામાં આવેલ જિલ્લા શિક્ષણ સમિતિમાંથી નગર શિક્ષણ સમિતિમાં કે નગર શિક્ષણ સમિતિમાંથી જિલ્લા શિક્ષણ સમિતિમાં બદલીની માગણી કરેલ હોય તે જિલ્લાફેર બદલી ગણવી

    (7) જિલ્લા આંતરિક/જિલ્લાફેર અરસપરસ બદલી :વિદ્યાસહાયક/પ્રાથમિક/ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક :

    • જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં પ્રાથમિક વિભાગ (ધોરણ-૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ-૬ થી ૮) વિદ્યાસહાયક/શિક્ષક દ્વારા પોતાના જ વિભાગ/વિષયના કામ કરતાં વિદ્યાસહાયક/શિક્ષક સામે એક-બીજાની જગ્યાએ જવા માટે જિલ્લાની અંદર આંતરિક તથા જિલ્લાફેર અરસ-પરસ બદલી.

    (7)જિલ્લા વિભાજન અન્વયે કરવાની થતી બદલીઓ :

    • સરકારશ્રી દ્વારા જિલ્લા/તાલુકા/ગામ/નગરપાલિકા/મહાનગરપાલિકાની હદમા હાલની સ્થિતિમા ફેરફાર કરવામા આવે ત્યારે જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં વિદ્યાસહાયક/શિક્ષકની જિલ્લા વિભાજનના વિકલ્પ અન્વયે કરવાની થતી માંગણીની બદલીઓ. આ બદલીઓ યથા પ્રસંગે નિયામકશ્રીની કચેરી દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ ધ્યાને લઇ કરવાની રહેશે. આ પ્રક્રિયા સરકારશ્રીની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપ નિર્ણય હોઇ તેને તક તરીકે ગણતરીમાં લેવાની રહેશે નહિ.

    (8)મૂળ શાળા/તાલુકો/જિલ્લો :

    1. (અ) ભરતીથી નિમણૂક મેળવી જે શાળા/તાલુકા/જિલ્લામાં હાજર થયા હોય તે મૂળ શાળા /તાલુકો/જિલ્લો ગણાશે
    2. (બ) પરંતુ નિમણૂક મેળવ્યા બાદ વધ/જિલ્લા વિભાજન સિવાયની અન્ય પ્રકારની બદલીથી
    3. છેલ્લે જે શાળામા હાજર થયેલ હોય તે શાળા/તાલુકો/જિલ્લો મૂળ શાળા/તાલુકો/ જિલ્લો ગણવાનો રહેશે.

    (9)ખાતામાં દાખલ તારીખ :

    • (અ) પ્રથમ નિમણૂક આદેશ અન્વયે હાજર થયા તે તારીખને ખાતામાં દાખલ તારીખ ગણવી. (બ) પરંતુ જિલ્લા વિભાજન સિવાય બદલીથી જિલ્લાફેરથી આવેલ શિક્ષકના કિસ્સામાં માત્ર બદલી માટે પ્રવર્તતા (પ્રવરતા(સિનિયોરીટી)) ગણવા જિલ્લાફેર બદલી માટે કરાયેલ બદલીના હુકમની તારીખને ધ્યાને લેવાની રહશે.

    (10)ચોખ્ખી ખાલી જગ્યા :

    1. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં કોઈ પણ વિભાગ/ વિષયમાં મંજૂર થયેલ મહેકમ કરતાં ઓછા વિદ્યાસહાયક/શિક્ષક કામ કરતા હોય અને તે જગ્યા કોઈ પણ પ્રકારના હુકમથી તે જ/અન્ય વિભાગ/ વિષયના વિદ્યાસહાયક/શિક્ષકને ફાળવેલ ના હોય તેને ચોખ્ખી ખાલી જગ્યા ગણવી જેમાં ઘટ મહેકમની સામે કામગીરી ફેરથી કામ કરતાં શિક્ષકને પણ ધ્યાને લીધા વિના ચોખ્ખી ખાલી જગ્યા ગણવી.

    (11) જિલ્લા સંખ્યાધિક વિદ્યાસહાયક/શિક્ષકઃ (Supernumary)

    જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં કુલ મંજૂર થયેલ મહેકમ કરતાં વધારાના કામ કરતા વિદ્યાસહાયક/શિક્ષકને સુપરન્યુમરી (સંખ્યાધિક) ગણવાના રહેશે.

    વિભાગ/વિષય સંખ્યાધિક વિદ્યાસહાયક/શિક્ષક :

    • (૧) ધોરણ ૧ થી ૫ માં જિલ્લામાં મંજૂર થયેલ મહેકમ કરતા કામ કરતા શિક્ષકોની સંખ્યા વધારે હોય પરંતુ જિલ્લામાં મંજૂર થયેલ કુલ શિક્ષક મહેકમ કરતા વધારે ના હોય અને જેઓને ધોરણ ૬ થી ૮ ની મંજૂર થયેલ મહેકમની ખાલી જગ્યા પર સરભર કરી સમાવી શકાય તેવા પ્રકારના વધ વાળા શિક્ષકને વિભાગ સંખ્યાધિક શિક્ષક કહેવાશે.
    • (૨) ધોરણ ૬ થી ૮ નાં વિષય મુજબ મંજૂર થયેલ મહેકમ કરતા કામ કરતા વધારાના શિક્ષકોની સંખ્યા જિલ્લાના કુલ મંજૂર શિક્ષક મહેકમ કરતા વધારે ના હોય અને જેઓને ૬ થી ૮ ના અન્ય વિષયના મંજૂર થયેલ મહેકમની ખાલી જગ્યા પર કે ધોરણ ૧ થી ૫ ની મંજૂર થયેલ મહેકમની ખાલી જગ્યા પર સરભર કરી સમાવી શકાય તેવા પ્રકારની વધ વાળા શિક્ષકોને વિષય/વિભાગ સંખ્યાધિક શિક્ષક ગણવાના રહેશે.


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!