ક્રિયાવિશેષણ એટલે શું ?ક્રિયા વિશેષણના પ્રકાર :

👉 જો તમે સંપૂર્ણ શિક્ષણ ની ફાઈલ જોવા માંગો છો તો અહીંયા ક્લીક કરો અને વિવિધ ફાઈલ અને પેઝ જુવો home પર ક્લીક કરો 



 ક્રિયાવિશેષણ એટલે શું ?


જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને "ક્રિયાવિશેષણ" તરીકે ઓળખવામાં આવે છે.


ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને "ક્રિયાવિશેષણ" કહેવામાં આવે છે. ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે.


ક્રિયાવિશેષણ માત્ર ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોવાથી તેને વાક્યમાંથી દૂર કરવામાં આવે તો વાક્યનો અર્થ અધૂરો લાગતો નથી.


ક્રિયાના સમય, રીત, માત્રા, સ્થળ, અભિગમ, હેતુ, કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને "ક્રિયાવિશેષણ" તરીકે ઓળખવામાં આવે છે.


ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર પદોને આધારે ક્રિયા વિશેષણના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે.


ક્રિયા વિશેષણના પ્રકાર :


( ૧ ) ક્રમવાચક ક્રિયા વિશેષણ :


જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવે ત્યારે "ક્રમવાચક ક્રિયાવિશેષણ" બને છે.તેનાથી ક્રિયાનો જાણવા મળે છે.


જેમકે; અગાઉ, પહેલાં, આગળ, પાછળ, ફરી, એક પછી એક, આરંભે, છેવટે વગેરે શબ્દો ક્રિયાનો ક્રમ સૂચવે છે આથી તેને "ક્રમવાચક ક્રિયા વિશેષણ" કહેવામાં આવે છે.


ઉ.દા. ( ૧ ) પરી શાળામાં પહેલી પહોંચી. ( ૨ ) શિવાંશએ આરંભે જ પોતાનું લક્ષ્ય નક્કી કરી નાખ્યું હતું. ( ૩ ) ઘણા સમયથી મનમાં ભરેલી વાત છેવટે કહી નાખી. ( ૪ ) પૂજામાં સૌથી આગળ તેઓ બેસતા. ( ૫ ) હું ગણિતમાં પાછળ તો હતો જ. ( ૬ ) પહેલા લેશન કરો પછી ટીવી જોવાની. ( ૭ ) ફરી આવો ત્યારે આ કાગળ સાથે રાખજો. ( ૮ ) કેટલાક લોકો જમ્યા પછી સુઈ ગયા. જ્ઞાન મનુષ્યને તારે પરંતુ જ્ઞાનનું અભિમાન તેને મારે છે.


) સ્થળવાચક ક્રિયાવિશેષણ :


વાક્યમાં જ્યારે કોઈ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ થયો હોય ત્યારે "સ્થળવાચક ક્રિયાવિશેષણ" કહેવામાં આવે છે.


ક્રિયાનું સ્થળ દર્શાવનાર શબ્દોને "સ્થળવાચક ક્રિયાવિશેષણ" કહેવામાં આવે છે.


જેમ કે અહીં, ક્યાંક, આસપાસ, નજીક, ઉપર, જ્યાં-ત્યાં, અંદર, વચ્ચે, દૂર, હેઠળ, નીચે, સામે વગેરે જેવા શબ્દો વપરાયા હોય ત્યારે ‘સ્થળવાચક ક્રિયાવિશેષણ’ બને છે.


ઉદાહરણ : ( ૧ ) પતંગ ચગાવવા તે ધાબા ઉપર ગયો.


( ૨ ) પરી અહીં રહે છે.


( ૩ ) એણે આજુબાજુ નજર કરી.


( ૪ ) વિદ્યાર્થીઓ વિજ્ઞાનમેળામાં ગયા.


(૫) બાળકો ઝાડ નીચે બેઠા છે.


( ૬ ) ચોપડી ટેબલ ઉપર પડી છે.


( ૭ ) પોલીસે આસપાસ જોયું.


( ૮ ) શિવાંશીએ નવલકથા ટેબલ પર મૂકી.


૩ ) સમયવાચક ક્રિયા વિશેષણ :


ક્રિયા જ્યારે સમયનો અર્થ સૂચવે ત્યારે "સમયવાચક ક્રિયાવિશેષણ" કહેવામાં આવે છે.


ક્રિયા થવાનો સમય દર્શાવનાર શબ્દોને "સમયવાચક ક્રિયાવિશેષણ" કહેવામાં આવે છે.


જેમ કે સદા, વારંવાર, હમણાં, ત્યારે, કાયમ, તરત, બાદ, સદા, સદૈવ, હંમેશાં, હવે, હજી, હજુ, દિવસે, સવારથી, કયાં સુધી, નિરંતર, આખીરાત, એટલામાં, હવેથી, હાલમાં,કાયમ, પ્રતિદિન, ગયા અઠવાડિયે, આજે, જયાં સુધી ... ત્યાં સુધી, વરસે, સાંજથી, વગેરે શબ્દો "સમયવાચક ક્રિયાવિશેષણો" તરીકે ઓળખવામાં આવે છે.


ઉદાહરણ : ( ૧) પરી અવારનવાર ફોન કરતી.


( ૨ ) અખાડે હું કદી ગયો નથી.


( ૩ ) આજે હું રૂણી જવાનો છું.


(૪) બા બિચારી રાત-દિવસ વૈતરું કરે.


( ૫ ) થોડીવાર પરીને જોઈ રહ્યો.


( ૬ ) તમે ધાનેરા ક્યારે જવાના છો?


( ૭ ) શિવાંશે ત્રણ કલાક લખ્યું.


( ૮ ) હવે એ કારગિલ હોટલમાં જમતા હતા.


શબ્દો અને પાણી ક્યારે કઈ તરફ વહે તે કહેવાય નહીં

.


૪ ) રીતિવાચક ક્રિયાવિશેષણ :


વાક્યમાં જ્યારે કાર્ય કરવાની રીતનો નિર્દેશ થયો હોય ત્યારે રીતિવાચક ક્રિયાવિશેષણ’ કહેવામાં આવે છે.


આમ, આ રીતે, જેમ-તેમ, કેમ, તરત, ઝડપથી, તાબડતોબ, ધીમે, જલદી, વગેરે શબ્દો રીતિવાચક ક્રિયાવિશેષણનો અર્થ સૂચવે છે. આથી તે ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે.


‘રીતિવાચક


રીતિવાચક ક્રિયાવિશેષણમાં દ્વિરુક્ત શબ્દોનો પણ સમાવેશ થાય છે.


જેમ કે, માંડમાંડ, ઝટઝટ, ઘસઘસાટ અડોઅડ, ટગર-ટગર વગેરે દ્વિરુક્ત શબ્દો છે, જે ક્રિયાવિશેષણનું કાર્ય કરે છે. શબ્દોનો પણ સમાવેશ થાય છે.


ઉદાહરણ : ( ૧ ) પરીએ ધીમે ધીમે જવાબ લખ્યો.


( ૨ ) વરસાદ એકધારો પડવા માંડ્યો.


( ૩ ) ધાનેરામાં કારમાં અચાનક આગ લાગી.


( ૪ ) દેવાંશી ધીમેધીમે ચાલે છે.


( ૫ ) દુકાનદાર મારી સામે ધારીધારીને જોઈ રહ્યા.


( ૬ ) પાર્થ ઝડપથી ઉપર પહોંચ્યો.


( ૫ ) હેતુ કે કારણવાચક ક્રિયાવિશેષણ :


ક્રિયાનો હેતુ અથવા તો ક્રિયા થવાનું કારણ દર્શાવતા શબ્દોને 'હેતુવાચક કે કારણવાચક ક્રિયાવિશેષણ' કહેવામાં આવે છે.


જ્યારે વાક્યમાં ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવવામાં આવે ત્યારે ‘હેતુ કે કારણવાચક ક્રિયાવિશેષણ’ કહેવામાં આવે છે.


‘એ’, ‘માટે’ જેવા અનુગો કે નામયોગી હેતુ કે કારણવાચક ક્રિયાવિશેષણનું સૂચન કરે છે.


આ ઉપરાંત ખાતર, કા૨ણે, કેમ, શા, વાસ્તુ વગેરે શબ્દો હેતુ કે કારણ દર્શાવે છે. માટે તે ‘હેતુ કે કારણવાચક ક્રિયાવિશેષણ’ છે.


ઉદાહરણ : ( ૧ ) તમારા ખાતર હું જલ્દી આવ્યો.


( ૨ ) ગાંધીજી દેશ કાજે લડતા હતા.


( ૩ ) દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા.


(૪) અમારી યાત્રા વરસાદે અધવચ રોકી.


( ૫ ) મહારાણા પ્રતાપ મેવાડને ખાતર યુદ્ધે ચડ્યા.


( ૬ ) પરીના કારણે હું પણ ગેરહાજર રહ્યો

ક્રિયા વિશેષણ tlm






Popular Posts