વાક્ય અને તેના પ્રકાર

Gujrat
By -
0

 👉વાક્ય અને તેના પ્રકાર


મૂળાક્ષર, શબ્દ અને પછી વાક્ય એમ ભાષાશિક્ષણનો ક્રમ ચાલે પરંતુ અક્ષર અને શબ્દથી કશોક નિશ્ચિત અર્થ કે વિચાર ન પણ પ્રગટે એમ પણ બને. જ્યારે વાક્ય પૂરેપૂરો અર્થ અથવા તો વિચાર પ્રગટ કરે છે. વાક્ય સ્વતંત્રપણે વાપરી શકાતી રચના છે.


👉વાક્ય એટલે શું ?


સંપૂર્ણ અર્થ ધરાવતો શબ્દોનો સમૂહ એટલે વાક્ય



વાક્ય એટલે ' પદોનો સમૂહ.’


વાક્ય એટલે એક કે તેથી વધારે પદોનો બનેલો એવો સમૂહ જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય.’


‘પરસ્પર વાતચીત કરતી વખતે મનુષ્યના વિચારની અભિવ્યક્તિનો નાનામાં નાનો પણ સ્વયંપૂર્ણ ખંડ એટલે વાક્ય.’


👉વાક્યના લક્ષણો


વાક્યમાં ઓછામાં ઓછા કેટલા પદ હોય તો તેને વાક્ય કહેવાય એવો કોઈ નિયમ નથી. વાક્ય એક કે વધારે પદનું હોય છે.


વાક્યને વિશિષ્ટ આરોહ-અવરોહ અને લય હોય છે. વાક્ય પૂરો અર્થ કે વિચાર પ્રગટ કરતી અને સ્વતંત્રપણે વાપરી શકાતી રચના છે.


ગુજરાતી ભાષામાં વાક્યનો આરંભ આરોહથી થાય છે અને અંતે લય હોય છે.


કેટલીક રચનાઓ એવી પણ હોય કે જેને આપણે સ્વતંત્રપણે વાપરી ન શકીએ અને કોઈ મોટી રચનાના એક ખંડ તરીકે આવે ત્યારે તેને વાક્યખંડ કે પદસમૂહ કહે છે. જેમ કે, : ખાનામાંથી. ચોપડી વાંચે.

👉વાક્યમાં ઉદ્દેશ્ય અને વિધેય :

વાક્યના સામાન્ય રીતે બે વિભાગ પડે છે. (1) ઉદ્દેશ્ય (2) વિધેય

ઉદ્દેશ્ય :

કોના વિશે કહેવાયું છે તે દર્શાવે તેને ઉદ્દેશ્ય કહેવાય છે.

જેના વિશે કહેવાયું હોય તેને ‘ઉદ્દેશ્ય’ કહે છે.

જેને ઉદ્દેશીને (જેના વિશે) કહેવાયું હોય તે ઉદ્દેશ્યપદ કહેવાય છે.

વિધેય :

શું કહેવાયું છે તે દર્શાવે તેને વિધેય કહેવાય છે.

જે કહેવાયું હોય તેને ‘વિધેય’ કહે છે.

ઉદ્દેશ્ય વિશે જે કંઈ કહેવાયું હોય તેને વિધેયપદ કહેવાય છે.

👉ઉદ્દેશ્ય



મેં

પરી

ખૂબ મહેનત કરી.

ચોખા

ખોટું

👉વિધેય

સુંદર છોકરી છે.

પૂરતા મળે છે.

તમે

ન બોલાય.

સાચા છો.

👉સાદું વાક્ય / સરળ વાક્ય :

જયારે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને સાદી વાક્ય રચના કહે છે.

જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય-વિધેયવાળી રચના હોય તેને સાદું / સરળ વાક્ય કહે છે.

ટૂંકમાં જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય (કર્તા) વિધેય કર્તા વિશે જે કહેવાયું હોય તેવું વાક્ય સાદું વાક્ય કહેવાય છે.

ઉ.દા. : ( ૧ ) રૂણી સુંદર ગામડું છે.

( ૨ ) પરી હોંશિયાર છોકરી છે.

( ૩ ) પાર્થ દરરોજ શાળાએ જાય છે.

છે. ( ૪ ) આજે ગુરુવાર

( ૫ ) શિવાંશનો જન્મ ઇડરમાં થયેલ છે.

(૬) ભગવાનના ભજનથી આનંદ થાય છે.

( ૭ ) તમે તો આવશો ને ?

👉સંકુલ / મિશ્ર વાક્ય :

જે વાક્યરચનામાં એક મુખ્ય વાકય હોય અને તેના પર આધારિત અન્ય એક કે ગૌણ વાકયો જોડાયેલા હોય તેવી વાક્ય રચનાને 'સંકુલ / મિશ્ર વાક્ય' કહે છે.

તેથી વધુ

સંકુલ વાક્ય અમુક સંયોજકના પ્રયોગથી જ બને છે.

કેટલીકવાર મુખ્ય વાકયમાં એ, એવું, એટલું જેવા પદ હોય તો ગૌણ વાકય એની સાથે જોડાઈ જાય છે. બીજા કોઈ સંયોજકની જરૂર પડતી નથી.

જે વાક્યમાં ઓછામાં ઓછા બે સ્વતંત્ર વાક્ય હોય અને તે સંયોજકથી જોડાયા હોય તેને 'મિશ્ર વાક્ય' કહે છે.

સંકુલ વાક્યમાં એક વાક્ય મુખ્ય અને એક વાક્ય ગૌણ હોય છે. આ ઉપરાંત કેટલીક વાર અગાઉના સંયોજકોનો લોપ થતો હોય છે. ક્યારેક મુખ્ય વાક્યમાં એ, એવું, એટલું જેવા પદો હોય તો તે ગૌણ વાક્યની સાથે જોડાઈ જાય છે, ત્યારે એ સંકુલ વાક્ય બને છે. આવા વાક્યમાં સંયોજકની જરૂર પડતી નથી.

દા.ત. : '

જો-તો ', 'કે', 'જ્યારે-ત્યારે', 'જેમ-તેમ', 'જ્યાં સુધી-ત્યાં સુધી', 'જેવું-તેવું', 'જે-તે', 'જ્યાં-ત્યાં ઘણીવાર જે—તે માં જે નો લોપ થાય છે.

ઉ.દા. : ( ૧) અમારી બસ રૂણી ગામ નજીક પહોંચી ત્યારે સાંજ પડી ગઈ હતી.

( ૨ ) મને લાગે છે કે તમે જે પત્ર મોકલ્યો હતો તે તેણે ગુમ કર્યો છે.

( ૩ ) જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશે.

( ૪ ) પરીને દવાખાનામાં દાખલ કરી તેથી તે તૈયાર થઈ ગઈ.

( ૫ ) હું નથી માનતો કે પિતાશ્રીને સમજાવવાની શક્તિ ઓછી હશે.

( ૬ ) આજે જ્યાં મોટું મકાન છે ત્યાં પહેલા સુંદર બગીચો હતો.


👉વિધાન વાક્ય :

જે વાક્યમાં હકીકતનું સીધું જ નિવેદન કરવામાં આવ્યું હોય તેને 'વિધાન વાક્ય' કહે છે.

'હકાર'નો અર્થ દર્શાવતા વાક્યને 'વિધાન વાક્ય' કહેવામાં આવે છે.

ઉ. દા. : ( ૧ ) પરી પ્રવાસ જવાની છે. ( ૨ ) જૂઠું બોલવાની શો ફાયદો ? ( ૩ ) સાહેબ અંદર બેઠા છે. (૪) પાર્થ શાળાએ ગયો. ( ૫ ) દેવાંશી વિમાનમાં બેઠી. નકાર વાક્ય

'નકાર'નો અર્થ દર્શાવતા વાક્યને 'નિષેધ વાક્ય' કહે છે.

આ વાક્યમાં ના, ન, નહીં, નથી, મા વગેરે જેવા નકાર વાક્યો વપરાય છે.

ઉ. દા. : ( ૧ ) તેની સાથે વાત કર મા.

( ૨ ) તમે ન આવતા.

( ૩ ) મને તારા પર વિશ્વાસ નથી.

( ૪ ) હું ત્યાં રોકાઈશ નહિં.

( ૫ ) હું આ ચોપડી તમને આપવાનો નથી.

👉પ્રશ્ન વાક્ય :

જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તે વાક્યને 'પ્રશ્નવાક્ય' કહે છે.

, શેને

પ્રશ્ન વાક્યમાં શું, શો, શી,શા, કયું, કેમ, કયા, કેવું, કઈ, કેટલું, કેવી રીતે, શા માટે, શાથીલીધે વગેરે પ્રશ્નવાચક પદો આવતા હોય છે.

ઉદા. : ( ૧ ) અરે, તું પડ્યો ક્યાંથી ?

( ૨ ) રૂણી ક્યારે આવવાના છો ?

( ૩ ) શું સાહેબ અંદર બેઠા છે ?

( ૪ ) પરી ક્યારે આવશે ?

👉ઉદ્દગાર વાક્ય :

જે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્ય, નવાઈ જેવી લાગણી વ્યકત કરવામાં આવી હોય તેવા વાક્યને 'ઉદ્દગાર વાક્ય' કહે છે.

આવા વાક્યોમાં ક્રોધ, અચરજ, શોક, તિરસ્કાર, પ્રેમ વગેરેનો ભાવ વ્યકત થતો હોય છે.

ઉદ્દગાર વાક્યમાં વાહ, અદ્ભુત, અરર, ધન્ય, શાબાશ, હૈં, અરે, બાપ રે વગેરે જેવા ઉદ્દગાર વાચક પદો વપરાય છે.

ઉદા. : ( ૧ ) ગામનું આ કેવું દુર્ભાગ્ય !

(૨) ઓહ ! કાકા આપણું તો મગજ કામ નો કરે.

( ૩ ) છટ ! મારે એ કામ નથી કરવું !

( ૪ ) અરે, મારો બેટો નવલો ! કેવું પડે !

👉આજ્ઞાર્થ વાક્ય :

વાક્યમાં કોઈ હકીકત ભારપૂર્વક, આજ્ઞારૂપે કે વિનંતીરૂપે રજૂ કરવામાં આવે ત્યારે 'આજ્ઞાર્થ વાક્ય' બને છે.

ઉ.દા. : ( ૧ ) પરી,જરા ચોપડી લાવ તો.

(૨) બાળકો, હવે શાંતિ રાખો.

( ૩ ) તું એવું વિચાર મા.

( ૪ ) તું કારણ વિના બોલ મા.

( ૫ ) તમે પ્રવાસમાં અંબાજીના દર્શન કરજો.

👉નિર્દેશાર્થક વાક્ય :

જ્યારે વાક્યમાં કોઈ બાબત જણાવવામાં આવે એટલે કે કોઈ ક્રિયાનો હકીકત તરીકે નિર્દેશ કરવામાં આવે ત્યારે તે વાક્યને 'નિર્દેશાર્થક વાક્ય' કહે છે.

ખાસ કરીને આ વાકયરચના કર્તા-કર્મ-ક્રિયાપદના ક્રમમાં રચાય છે.

આ વાક્યરચના રોજિંદા વ્યવહારમાં સૌથી વધુ વપરાય છે.

આ વાક્યરચનામાં આજ્ઞા, ઇચ્છા કે સંભાવનાને સ્થાન હોતું નથી.

ઉ.દા. : ( ૧ ) શિવાંશ અમેરિકા જાય છે.

( ૨ ) ભુપેન્દ્રભાઈ પટેલ આજે ધાનેરામાં છે.

( ૩ ) મને સાહેબે કવિતા શિખવાડી.

( ૪ ) રૂણી ગામના પાદરમાં મોટું વડલાનું ઝાડ હતું.

( ૫ ) ઝાડ પરથી પાંદડું પડયું.

👉કર્તરિ વાક્ય



જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તે વાક્યને 'કર્તરિ વાક્ય' કહેવાય છે.

કર્તરિ વાક્ય રચનામાં કર્તાનું મહત્વ હોય છે.

કર્તરિ વાક્યમાં કર્તાની સક્રિયતા હોય છે અને ક્રિયાપદ કર્તાને અનુસરતું હોય છે.

કર્તરિ વાક્યમાં કર્તાના પુરુષ, લિંગ અને વચનમાં ફેરફાર થાય તેમ ક્રિયાપદના રૂપમાં પણ ફેરફાર થાય છે.

વાક્યોમાંથી થી, વડે, દ્વારા, મારફત, તરફથી જેવા શબ્દો કાઢી નાખતા કર્તરિ વાક્ય રચના બને છે.

ઉ.દા. : ( ૧ ) અમે ધનાભાઇ ચૌહાણને કહ્યું છે.

( ૨ ) પરી કઈ બોલી ન હતી.

( ૩ ) વેણુએ માથું ઊંચક્યું.

( ૪ ) હું ખેતરે જઇશ નહિ.

( ૫ ) અમરાવતીના પ્રવાસે અમે ગયા.

👉કર્મણિ વાક્ય

જ્યારે વાક્યમાં કર્મ મુખ્ય હોય અને ક્રિયાપદ કર્મને અનુસરતું હોય ત્યારે તે વાકયને 'કર્મણિ વાક્ય' કહે છે.

કર્મણિ વાક્ય રચનાનો કર્તા ત્રીજી, ચોથી કે પાંચમી વિભકિતમાં હોય છે.

કર્તરિ ધાતુને આ (—આય) પ્રત્યય લાગતાં ધાતુનું કર્મણિ રૂપ બને છે.

જો એકાક્ષરી ધાતુ હોય તો તેને ‘વા’ પ્રત્યય લાગે છે.

કર્મણિ વાક્યરચનામાં કર્તરિનો કર્તા ‘થી’ પ્રત્યય લઈને કરણ વિભકિતનો બને છે.

સકર્મક ક્રિયાપદ વાળી રચના જ કર્મણિ વાક્ય બની શકે છે.

કર્મણિ વાક્ય રચનામાં કર્મનું મહત્વ હોય છે. વાક્યરચના સકર્મક હોય છે. થી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો કે નામયોગીઓ કર્મણિ વાક્ય રચનાની ઓળખ છે.

ઉ.દા. : ( ૧ ) અમારાથી ધનાભાઇ ચૌહાણને કહેવાયું છે.

( ૨ ) પરીથી ટહુકો કરાયો.

( ૩ ) વેણુથી માથું ઊંચું કરાયુ.

( ૪ ) મારાથી ખેતરે જવાશે નહીં.

( ૫ ) પાર્થ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ.

👉ભાવે વાક્ય

જે વાક્યમાં કર્મ ન હોય અને ભાવની મુખ્યતા હોય તેમજ કર્તા તે વાક્યરચનાને 'ભાવે વાક્ય' કહેવાય છે.

ગૌણ હોય

ભાવે વાક્ય રચનામાં ક્રિયાના ભાવની પ્રધાનતા જોવા મળે છે.

ભાવે વાક્ય રચનામાં કર્મ હોતું નથી. આવી વાક્ય રચનાને ‘ભાવે વાક્યરચના' કહે છે.

આ વાક્યરચનામાં કર્તા કે કર્મનું નહીં પણ ભાવ (ક્રિયા)નું મહત્ત્વ હોય છે. કર્તાને ‘થી’ પ્રત્યય લગાડવામાં આવે છે. ઘણીવાર ‘ને’ પ્રત્યય પણ લાગે છે.

ભાવે વાક્યરચનામાં ક્રિયાપદને મોટેભાગે નાન્યતર જાતિના પ્રત્યયો લગાડેલા હોય છે.

ઉ.દા. ( ૧ ) પરીથી ગવાશે.

( ૨ ) પાર્થથી કૂદાકૂદ કરાય છે.

( ૩ ) મારાથી ભાઈની સાથે જવાયું.

( ૪ ) શિવાંશથી ખડખડાટ હસી પડાયું.

( ૫ ) જુમાથી સવારમાં ફરવા નીકળાયું.

👉પ્રેરક વાક્ય

ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય કે ક્રિયા કરવા માટે ઉત્તેજિત કરે એવો ભાવ હોય ત્યારે તેવી વાક્યરચનાને 'પ્રેરક વાક્ય' કહેવાય છે.

જે ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે બીજાને પ્રેરવાનો ભાવ રહેલો હોય તેવી રચનાને પ્રેરક વાક્યરચના કહે છે.

પ્રેરક વાક્યરચનામાં કર્તાને જ પ્રેરક બનાવાય છે. પ્રેરક વાક્યમાં મૂળ ધાતુને અવ, આવ, રાવ, ડાવ, આડ, વાડ, એડ, ઓળ પ્રત્યય લગાડાય છે.

ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, ક્રિયા કરવા પાછળ જેનો કોઈ હેતુ હોય કે ક્રિયા અંગે જેની જવાબદારી હોય તે કર્તા કહેવાય છે.

સાદા વાક્યો પરથી પ્રેરક વાક્ય બનાવવા માટે,.

(૧) મૂળ કર્તાને પ્રેરિત બનાવીને થાય છે.

( ૨ ) ધાતનું પ્રેરક રૂપ મૂકીને તથા પ્રેરિત કર્તા ઉમેરીને પ્રેરકવાક્ય બનાવી શકાય છે.

પ્રેરિત કર્તા વડે, પાસે, મારફત વગેરે જેવા અનુગોથી દર્શાવાય છે. જે ક્રિયા કરવાની પ્રેરણા આપે તેને પ્રેરક કર્તા અને જે ક્રિયા કરે તેને પ્રેરિત કર્તા કહે છે.

ઉ.દા.: ( ૧ ) મારે ગળ્યું મોં કરાવવું છે.

( ૨ ) હું વાર્તા લખાવું છું.

( ૩ ) પરી લાડુ ખવડાવે છે.

(૪) પાર્થ દોડાવે છે.

( ૫ ) કન્યાઓને ભણાવવી જોઈએ.



Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!