Gyan setu day school gujrat // જ્ઞાન સેતુ ડે સ્કૂલ વિશે સંપૂર્ણ માહિતી જાણો









    1. પ્રસ્તાવના:

    ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ભણતાં વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારે શાળા શિક્ષણની પ્રણાલી અને તેના માળખાકીય પરિવર્તન માટે અનેક પહેલ શરૂ કરી છે.

    👉જ્ઞાન સેતુ ડે સ્કૂલ pdf downlod

    👉પ્રેસ નોટસ downlod




    👉 જ્ઞાન શક્તિ એક્સલન્સ સ્કૂલ પત્ર ઠરાવ અહીંયા ક્લીક કરો 


    જ્ઞાન સેતુ અને વિદ્યાર્થી ઓની હોલ ટિકિટ downlod કરવાની લિંક
    https://schoolattendancegujarat.in/

    રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા તેજસ્વી વિધાર્થીઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની માંગ છે. આ વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં સામાજિક ભાગીદારી (Social Partnership) દ્વારા જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ સ્થાપવા માટે નીતિ ઘડવાનું નક્કી કર્યું છે.

    2. મુખ્ય ઉદ્દેશ્યો:

    1. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતાં 2,00,000 તેજસ્વી વિધાર્થીઓની ઓળખ કરવી અને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચગુણવત્તાયુક્ત ડે સ્કૂલિંગ પ્રદાન કરવું.

     2. સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના દરેક તાલુકા/મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓછામાં ઓછી એક જ્ઞાન સેતુ ડે સ્કૂલ હશે. દરેક શાળામાં લગભગ 500 વિધાર્થીઓની ક્ષમતા હશે.

    3.વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું.

    4. શ્રેષ્ઠ ખાનગી શાળાઓની આધુનિક ભૌતિક સુવિધાઓ, અનુભવ અને નિપુણતાનો ઉપયોગ સરકારી શાળાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કરવો.

    5. શ્રેષ્ઠ ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે.

    ૩. ઠરાવ:

    શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક તાલુકામાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ સ્થાપવાનું ઠરાવવામાં આવે છે. આ નીતિનો ઉદ્દેશ્ય સરકારી અને ગ્રાન્ટ-ઇનએઇડ શાળાઓમાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા તેજસ્વી વિધાર્થીઓને ઓળખી તેમને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાનો છે.

    3.1 શાળાઓની સંખ્યા અને ક્ષમતાઃ

    સમગ્ર રાજ્યમાં આશરે 400 જેટલી જ્ઞાન સેતુ શાળાઓની સ્થાપના કરવામાં આવશે. દરેક શાળામાં આશરે 500 જેટલા વિધાર્થીઓની ક્ષમતા હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત મોટી વસ્તી ધરાવતા તાલુકાઓમાં વિધાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખી એક થી વધુ જ્ઞાન સેતુ ડે સ્કૂલ હશે.

    ૩.2 શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની ભૂમિકા

    a) સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાંથી વિધાર્થીઓનો પ્રવેશ:

    જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સની સમગ્ર પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન શિક્ષણ વિભાગ કરશે. જે વિધાર્થીઓએ ધોરણ 1 થી 5 સુધી સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કર્યો છે, તેઓ ધોરણ 5 ના અંતે આ શાળાઓમાં પ્રવેશ માટે અરજી કરવા પાત્ર બનશે. ધોરણ 6 માં પ્રવેશ માટે ધોરણ 5 ના અંતે એક કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. ખાલી જગ્યાઓના આધારે પસંદગીની એકસમાન પ્રક્રિયા દ્વારા અનુગામી ધોરણોમાં પ્રવેશ થઇ શકશે.

    દરેક તાલુકાની જ્ઞાન સેતુ ડે સ્કૂલમાં વિધાર્થીઓને પ્રવેશ આપવા માટે તાલુકા કક્ષાની મેરીટ યાદીને ધ્યાને લેવામાં આવશે. તાલુકાની શાળામાં ખાલી જગ્યાના આધારે, તાલુકાની મેરીટ યાદીમાંથી તમામ પાત્રતા ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ નજીકના તાલુકાની મેરીટ યાદીના વિધાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશમાં કુમાર-કન્યાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે.

    b) પ્રોજેક્ટ પાર્ટનર્સની પસંદગી

    પ્રોજેક્ટ પાર્ટનર્સ બનવા ઈચ્છિત સંસ્થાઓ અને/અથવા તેમના કન્સોર્ટિયમ્સ તરફથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ(EOI) માટે શિક્ષણ વિભાગ જાહેરાત આપશે. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન - સમગ્ર શિક્ષા (GCSE-SS)ની અધ્યક્ષતામાં અને ઉચ્ચ ગુણવત્તાની શાળાઓના સંચાલનમાં નિપુણતા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓ, સરકારી અધિકારીઓ અને શિક્ષણવિદોનો સમાવેશ કરતી એક સ્ક્રુટીની કમિટી બનાવવામાં આવશે. આ કમિટી સંપુર્ણ ચકાસણીના અંતે પસંદ કરેલા અરજદારોની મંજૂરી માટે ગવર્નીંગ કાઉન્સિલને ભલામણ કરશે.

    c) પ્રોજેક્ટ પાર્ટનર્સ માટે માર્ગદર્શિકા જાહેર કરવી:

    ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન - સમગ્ર શિક્ષા (GCSE-SS) આ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સની સ્થાપના અને સંચાલન માટે પ્રોજેક્ટ પાર્ટનર્સ માટે વિગતવાર માર્ગદર્શિકા, ધારા-ધોરણો અને એસઓપી જાહેર કરશે.

    d) રિકરિંગ ખર્ચમાં સહાયતાઃ

    સમગ્ર મૂડી ખર્ચ (Capital Investment) પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા ઉઠાવવામાં આવશે જ્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક વિધાર્થી માટે વિધાર્થી દીઠ વાર્ષિક રિકરિંગ લમ્પ-સમ (ઉચ્ચક) રકમ દર વર્ષે પૂરી પાડવામાં આવશે, જેની વિગતો આ સાથે જોડેલ પરિશિષ્ટ-1માં સામેલ છે.

    ૩.૩ પ્રોજેક્ટ પાર્ટનર્સની ભૂમિકા

    શિક્ષણ વિભાગ રાજ્યમાં વિધાર્થીઓને મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રોજેક્ટ પાર્ટનર્સના હાલના સંસાધનો, શૈક્ષણિક ક્ષેત્રની કુશળતા અને નિપુણતાને સુમેળ કરવા સંસ્થાઓ અને તેમના કન્સોર્ટિયમ સાથે ભાગીદારી કરવા માંગે છે. આ શાળાઓને સામાજિક ભાગીદારી મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. સામાજિક ભાગીદારી મોડલની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

    a) સંસ્થાઓ અથવા કન્સોર્ટિયમ:

    યોજનામાં ભાગ લેવા માટે ઇચ્છુક સંસ્થાઓ અથવા કન્સોર્ટિયમ જ્ઞાન સેતુ ડે સ્કૂલની સ્થાપના કરવા માટે સામાજિક ભાગીદારી મોડલ હેઠળ અરજી કરી શકે છે.

    b) શિક્ષણમાં સફળ ટ્રેક રેકોર્ડ:

    આ પ્રોજેક્ટમાં ભાગીદાર બનવા ઇચ્છતી દરેક સંસ્થા અથવા કન્સોર્ટિયમ પાસે શૈક્ષણિકક્ષેત્રે કામ કરવાનો સફળ ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ. શાળા શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા અને પ્રસિદ્ધિ ધરાવનારને પસંદી દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવશે. જે તાલુકામાં અપૂરતી અરજીઓ પ્રાપ્ત થશે ત્યાં યોગ્ય ઓથોરીટી દ્વારા પસંદગીના માપદંડોમાં છૂટછાટ આપવામાં આવશે.

    c) પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા સંપૂર્ણ મૂડી રોકાણ અને જમીનઃ

    જ્ઞાન સેતુ ડે સ્કૂલની સ્થાપના માટેનું તમામ મૂડી રોકાણ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા ઉઠાવવામાં આવશે. પ્રોજેક્ટ પાર્ટનર સમયાંતરે જરૂરી સમગ્ર સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેમની પોતાની જમીન અને રોકાણ લાવશે. તેઓએ રાજ્ય સરકારની પોલીસી મુજબ અત્યાધુનિક સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પુરી પાડવાની રહેશે. જેમાં શાળાની ઇમારત, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટિંગ સુવિધાઓ, વિવિધ પ્રવૃત્તિ માટે વર્ગખંડ, ઓડિટોરિયમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે સ્માર્ટ ક્લાસરૂમ્સ, કમ્પ્યુટર લેબ્સ અને અન્ય સંબંધિત ડિજિટલ એસેસરીઝનો સમાવેશ થાય છે.

    જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સની ડિઝાઇન અને જરૂરિયાતો અનુસાર તેમનું હાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને અપગ્રેડ કરવાની તૈયારી ધરાવતી સંસ્થાઓને આમ કરવાની પરવાનગી આપવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ તેમની હાલની શાળા સાથે વૈકલ્પિક પાળીમાં થઈ શકે છે. ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિ આવી માળખાકીય સુવિધાઓનું ઓડિટ કરશે અને પ્રમાણિત કરશે કે તેઓ આવશ્યક સુવિધાઓ અને જરૂરિયાતો પૂર્ણ કરે છે.

    d) પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા મેનપાવરનું સંચાલન:

    આ પ્રોજેક્ટમાં સમગ્ર વ્યવસ્થાપન માટે જરૂરી તમામ કર્મચારીઓની નિમણૂક જ્ઞાન સેતુ ડે સ્કુલ્સની માર્ગદર્શિકા મુજબ પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા હાથ ધરવામાં આવશે. આ શાળાઓમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા કરાર આધારીત નિયુક્તી કરવામાં આવશે. પ્રોજેક્ટ પાર્ટનર્સ કર્મચારીઓ સાથે સીધા કરાર કરશે અને તમામ કર્મચારીઓને તેમના વેતન અને ભથ્થાઓ ચૂકવશે.

    જ્ઞાન સેતુ ડે સ્કુલ્સ હેઠળ નિયુક્ત થયેલ કરાર આધારિત કર્મચારીઓને કોઇપણ સમયે સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવશે નહિ અને ભવિષ્યમાં સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવે તેવો કોઈ કાયદેસર હકદાવો કરી શકશે નહિ અને તેનો ઉલ્લેખ તેમના કરારમાં કરવાનો રહેશે. આ કર્મચારીઓની કોઈપણ સેવા સંબંધિત બાબતોની સંપૂર્ણ જવાબદારી પ્રોજેક્ટ પાર્ટનર્સની રહેશે. કરારમાં રોજગારના તમામ જરૂરી નિયમો અને શરતો ઉલ્લેખિત હોવા જોઈએ અને પ્રોજેક્ટ પાર્ટનર અને તેમના તમામ કર્મચારીઓ દ્વારા સહી થયેલ હોવી જોઇએ.

    e) ઉચ્ચતમ શૈક્ષણિક ધોરણો જાળવવા માટે શ્રેષ્ઠ શિક્ષકો અને સ્ટાફ

    પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા આ પોલીસી હેઠળ બનેલ માર્ગદર્શિકા પ્રમાણે શિક્ષકોની ભરતી કરવાની રહેશે. વિધાર્થી દીઠ આપવામાં આવનાર વાર્ષિક ઉચ્ચક રકમમાં દર્શાવેલ શિક્ષકો માટેના પગાર અને પ્રોત્સાહનો માટેની ઉચ્ચક રકમ માત્ર શિક્ષકોના પગાર, પ્રોત્સાહનો અને તાલીમ માટે જ ખર્ચ કરી શકાશે અને અન્ય કોઇ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહિ. શ્રેષ્ઠ લાયકાત, અનુભવ અને યોગ્યતા ધરાવતા શિક્ષકોની નિયુક્તી કરવામાં આવે તથા તેમને જાળવી રાખવામા આવે તે માટે તેમને યોગ્ય મહેનતાણું આપવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરીની ખાતરી કરવા માટે સ્ટાફની સઘન તાલીમ, મોનીટરીંગ અને માર્ગદર્શન સુનિશ્ચિત કરવામાં આવશે.

    f) સૂચારૂ નાણાકીય વ્યવસ્થાપન:

    વિધાર્થી દીઠ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સને ફાળવવામાં આવેલી રકમ નાણાકીય ઔચિત્ય અને કાર્યપદ્ધતિને ધ્યાને લઇ સુચારૂ રીતે વાપરવામાં આવશે. કોઈપણ નાણાકીય વર્ષમાં આ રિકરિંગ ખર્ચમાંથી કોઇ બચત થાય તો તે નાણાં અલગથી ભવિષ્યમાં ઊભી થનાર જરૂરિયાત માટે ભંડોળ ઊભું કરવાના હેતુથી અલગથી રાખવાના રહેશે જેથી જરૂરીયાત સમયે અથવા ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાય. આ બચેલા નાણાં કોઇપણ સંજોગોમાં અન્ય કોઈ જ હેતુ કે સંસ્થા માટે ઉપયોગમાં લઇ શકાશે નહીં.

    3.4 વ્યવસ્થાપન માળખુ અને મોનિટરીંગ પદ્ધતિઃ

    a) અમલીકરણ એજન્સી - ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન - સમગ્ર શિક્ષા (GCSE-SS):

    આ પ્રોજેક્ટ ના અમલીકરણ માટે ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન - સમગ્ર શિક્ષા (GCSE-SS) અમલીકરણ એજન્સી રહેશે. આ શાળાઓ માટે સંપૂર્ણ મોનિટરીંગ, રીપોર્ટીંગ, નાણાકીય વ્યવસ્થાપન અને ઓડિટીંગની જવાબદારી GCSE-SS અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષાની રહેશે.

    સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ની અધ્યક્ષતાવાળી ગવર્નિંગ કાઉન્સિલ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ નીતિના વ્યાપક માળખામાં તમામ જરૂરી આનુષંગિક પગલાં લેવા માટે અધિકૃત રહેશે.

    c) વિશિષ્ટ અભ્યાસક્રમ અને પેડાગોજીઃ

    જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ માટે શ્રેષ્ઠ અભ્યાસક્રમ હશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડ અને નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને આ શાળાઓ માટે વિશિષ્ટ અભ્યાસક્રમ અને શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ ધરાવતો અભ્યાસક્રમ વિકસાવવામાં આવશે. આ શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ગુજરાતી અને અંગ્રેજી એમ દ્વિભાષી માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે તથા ધોરણ 9 થી 12 માં અંગ્રેજી માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. આ શાળાઓને ઉદ્દેશ્ય વિધાર્થીઓને 21મી સદીના કૌશલ્યો, હાયર ઓર્ડર થીંકીંગ, પ્રોબ્લમ સોલ્વીંગ કેપેસિટી, લર્નિંગ બાય ડુઇંગ, મૂલ્ય આધારિત શિક્ષણ, સ્થાનિક સંસ્કૃતિ અને વારસાની સમજ તેમજ અસરકારક સંવાદથી સજ્જ કરી બાળકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવાનો રહેશે.

    d) સઘન મોનીટરીંગ, મૂલ્યાંકન અને ગુણાંકનઃ



    આ શાળાઓના દરેક બાળકની પ્રગતિના સંપુર્ણ ટ્રેકીંગ માટે GSHSEB દ્વારા વિધા સમીક્ષા કેન્દ્રની મદદથી બાળકોનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવશે. આ શાળાઓમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે આ શાળાઓનું સમયાંતરે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ (GSQAC) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.

    e) પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા શ્રેષ્ઠ સંચાલન:

    પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા શાળા વ્યવસ્થાપન, શૈક્ષણિક, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, હાઉસ કીપિંગ, IT અને MIS મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, મેડિકલ સર્વિસીસ, ચાઇલ્ડ કાઉન્સેલિંગ અને કન્યાઓની સલામતી અને સુરક્ષિત વાતાવરણ માટેના અભિગમ જેવા ક્ષેત્રોના તજજ્ઞોને જોડી ખૂબ જ શ્રેષ્ઠ રીતે શાળાઓ સંચાલિત કરવામાં આવશે.

    f) લીગલ એગ્રીમેન્ટ:

    પ્રોજેક્ટ પાર્ટનર્સની પસંદગી માટે EOI (Expression of Interest) આમંત્રિત કરી, અરજીઓની ચકાસણી કરી, શોર્ટલિસ્ટેડ અરજદારોની ભલામણ અને મંજૂરીની યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા પછી, ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન - સમગ્ર શિક્ષા (GCSE-SS) મારફતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ પાર્ટનર સાથે લીગલ એગ્રીમેન્ટ કરવામાં આવશે અને તે એગ્રીમેન્ટ થયા તારીખથી 30 વર્ષ માટે અમલમાં રહેશે. રાજ્ય સરકાર દ્વારા પરસ્પર સંમતિ સાથે અને જે તે સમયે પ્રવર્તમાન નીતિઓના આધારે 30 વર્ષ બાદ આ કાર્યકાળને વધુ લંબાવી શકાશે.

    g) સમય પહેલા કરાર સમાપ્ત કરવાની નીતિ

    કોઈપણ પક્ષ (ગુજરાત સરકાર અથવા પ્રોજેક્ટ પાર્ટનર) પાસે ૩ (ત્રણ) વર્ષની નોટિસ આપીને કરારમાંથી બહાર નીકળવાનો અધિકાર હશે. આ સૂચના સમયગાળા દરમિયાન, આવી શાળામાં નવા પ્રવેશની ફાળવણી કરવામાં આવશે નહીં. આવી શાળાના હાલના વિધાર્થીઓને 3 વર્ષના નોટિસ સમયગાળા દરમિયાન અન્ય જ્ઞાન સેતુ ડે શાળાઓમાં ખસેડવામાં આવશે જેથી આવી શાળામાં અભ્યાસ કરતા વર્તમાન વિધાર્થીઓ માટે શિક્ષણ ચાલુ રહે તેની ખાતરી કરવામાં આવશે. જો કે, કરારમાં નિર્ધારિત જવાબદારીઓનું ઉલ્લંઘન અથવા પાલન ન કરવું,નાણાકીય વ્યવસ્થાપનમાં અનિયમિતતા, પ્રોજેક્ટ પાર્ટનરની કામગીરી ન કરવી વગેરે જેવા કારણોસર, ગુજરાત સરકાર કોઈપણ સમયે કરાર સમાપ્ત કરવાનો અબાધીત અધિકાર રાખે છે.

    h) સામયાંતરે થર્ડ પાર્ટી ફાઇનાન્સિયલ ઓડિટ:

    તમામ શાળાઓએ દૈનિક કામગીરીમાં નાણાકીય ઔચિત્ય અને કાર્યપદ્ધતિનું યોગ્ય રીતે ધ્યાને રાખવાનું રહેશે. તમામ શાળાઓનું સમયાંતરે થર્ડ પાર્ટી નાણાકીય ઓડિટ કરવામાં આવશે અને આ ઓડિટરની નિમણૂક અને ઓડિટર્સનો ખર્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે.

    3.5 બજેટ અને માર્ગદર્શિકા:

    a) વર્તમાન અને ત્યારપછીના નાણાકીય વર્ષોના બજેટમાં રિકરિંગ ખર્ચ માટે યોગ્ય બજેટ જોગવાઇઓ કરવામાં આવશે. વિધાર્થી દીઠ રિકરિંગ લમ્પ-સમ (ઉચ્ચક) રકમ બજેટ હેડ: 09-2202-01-106-10 (EDN-10) ડિમાન્ડ નંબર 09માંથી દરેક નાણાકીય ક્વાર્ટરમાં એડવાન્સ હપ્તા તરીકે ફાળવવામાં આવશે

    b) મંજુર થયેલ અને પ્રવેશ આપેલ વિધાર્થીઓની સંખ્યા અનુસાર ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ધોરણો, લોજિસ્ટિક્સ, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની લાયકાત, અભ્યાસક્રમ, સહ-અભ્યાસિક પ્રવૃતિઓ અને અન્ય સવલતો માટેની વિગતવાર માર્ગદર્શિકા શિક્ષણ વિભાગ દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. ગવર્નિંગ કાઉન્સિલને આ અંગેના તમામ નિર્ણયો લેવા અને બદલતી પરિસ્થિતિઓ અને સમયાંતરે ઊભી થતી આવશ્યકતાઓ અનુસાર જરૂરી ફેરફારો કરવાની સંપુર્ણ સત્તા રહેશે.

    ઠરાવનો અમલ રાજ્ય સરકારની માર્ગદર્શિકા, નિયમો અને નીતિઓ અનુસાર કરવામાં આવશે. 

    d). આ ઠરાવ નાણાકીય વર્ષ 2022-23 થી અમલમાં રહેશે.

    e). આ યોજનાને શિક્ષણ વિભાગના તારીખ 30/01/2023 ના સમાનાંકી ઠરાવથી વહીવટી મંજૂરી આપેલ છે.

    આ ઠરાવ આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ પર તારીખ 30 જાન્યુઆરી, 2023ની નોંધ પર સરકારશ્રીની સંમતિથી જાહેર કરવામાં આવ્યો છે.


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!