ITBP Recruitment 2024 for SI and Constable's post JOB / ITBPમાં સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બનવાની તક, 10 પાસ ઉમેદવારો પણ કરી શકે છે અરજી

 ITBP Recruitment 2024 for SI and Constable's post
JOB / ITBPમાં સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બનવાની તક, 10 પાસ ઉમેદવારો પણ કરી શકે છે અરજી


ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સે સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા ઉમેદવારો 14 ડિસેમ્બર 2024 સુધી ITBPની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in ની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. કુલ 526 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

  • જેમાં સબ-ઈન્સ્પેક્ટર (ટેલિકોમ) ની 92 જગ્યાઓ (78 પુરૂષ અને 14 મહિલા), હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ) ની 383 જગ્યાઓ (325 પુરૂષ અને 58 મહિલા) અને કોન્સ્ટેબલ (ટેલિકોમ) ની 51 જગ્યાઓ (44 પુરુષ અને 7 મહિલા) નો સમાવેશ થાય છે. કુલ પોસ્ટના દસ ટકા એક્સ-સર્વિસમેન (ESM) માટે અનામત છે. 

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

  • SI પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે B.Sc, B.Tech અથવા MCA ડિગ્રી હોવી જોઈએ. જ્યારે હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ઉમેદવારોએ 12મું પાસ કર્યું હોવું જોઈએ અને એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. આ સિવાય 10 પાસ ઉમેદવારો કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી કરી શકે છે. વય મર્યાદાની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલની જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને કોન્સ્ટેબલની પોસ્ટ માટે તે 18-23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ માહિતી માટે, ઉમેદવારો જારી કરાયેલ સત્તાવાર ભરતી નોટિફિકેશન ચેક કરી શકે છે.

અરજી ફી

  • SI માટે અરજી ફી 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી ફી 100 રૂપિયા છે. મહિલા, ભૂતપૂર્વ સૈનિકો, SC અને ST કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ રીતે અરજી કરો

  • ITBP recruitment.itbpolice.nic.in ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ SI અને Constable Apply લિંક પર ક્લિક કરો.
  • હવે તેમાં તમારી વિગતો દાખલ કરો અને ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો.
  • ભવિષ્યની જરૂરિયાત માટે ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.

પસંદગી પ્રક્રિયા 

  • આ પોસ્ટ્સ માટે પસંદગી શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) અને શારીરિક ધોરણ કસોટી (PST) અને લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. PET/PSTમાં સફળ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષામાં હાજર થશે. આમાં, સફળ ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.
Read More: હોટલમાં રૂમ બુક કરો તો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરજો, પ્રાઈવેસી જળવાઈ રહેશે – Masked Aadhaar download online

Apply for PAN Card Apply for PAN Card : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં 

Ayushman Card Hospital List in Gujarat  Ayushman Card Hospital List in Gujarat – ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલની યાદી

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.  

Popular Posts