Rice Atm Machine: હવે ઘઉં-ચોખા લેવા માટે લાંબી લાઇનમાં ઊભવુ નહીં પડે, એટીએમ મશીનથી જ રાશન અપાશે.

 Rice Atm Machine: હવે ઘઉં-ચોખા લેવા માટે લાંબી લાઇનમાં ઊભવુ નહીં પડે, એટીએમ મશીનથી જ રાશન અપાશે.

Rice Atm Machine : હવે ઘઉં ચોખા લેવા માટે લાઇનમાં ઉભવું નહીં પડે, કારણ કે હવે તમે રાઈસ એટીએમ મશીન દ્વારા જ રાશન મેળવી શકશો. જેવી રીતે આપણે બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે હવે બેંકમાં લાઈનમાં ઉભવું નથી પડતું, ફટાફટ એટીએમ માંથી પૈસા કાઢી શકીએ છીએ તેવી જ રીતે હવે રાશન મેળવવા માટે પણ લાઈનમાં ઉભવું નહીં પડે. ફટાફટમશીનમાંથી જ ઘઉં ચોખા મેળવી સીધા ઘરે.

શું છે રાઈસ એટીએમ મશીન | Rice Atm Machine

  • રાઈસ એટીએમ મશીન એવી જ રીતે કામ કરશે જેવી રીતે આપણે પૈસા ઉપાડવા માટે એટીએમ મશીન નો ઉપયોગ કરીએ છીએ. આ મશીનના ઉપયોગથી રાશનકાર્ડ ધારકો રાશન મેળવી શકશે આ ઉપરાંત આ રાઈસ એટીએમ મશીન ની મદદથી ૨૫ કિલો સુધીના ચોખા કાઢી શકાશે.
  • ચોખા ના નામ પરથી જ આ એટીએમ મશીનનું નામ રાઈસ એટીએમ મશીન પાડવામાં આવ્યું છે, જો સરકારનો આ પ્રયત્ન સફળ થશે તો લગભગ રાઈસ એટીએમ મશીન દ્વારા જ સંપૂર્ણ રાશન મેળવી શકાશે.
આપની માટે 5 મહત્વપૂર્ણ આર્ટિકલ 

રાઈસ એટીએમ મશીનના ફાયદા

  • સૌથી મોટો ફાયદો એ જ થશે કે રાશન કર્ડ ધારકોને હવે પ્રાર્થના લેવા માટે લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભવું નહીં પડે.
  • આ ઉપરાંત ઘણી ફરિયાદો મળે છે કે રાશન આપનાર કર્મચારીઓ સર્વર ડાઉન વગેરે જેવા બહાના બતાવી સમયસર લોકોને રાશન આપતા નથી. રાઈસ એટીએમ મશીન આવવાથી આ સમસ્યાનો હલ થશે.
  • આ ઉપરાંત કાળા બજારી ની પણ ફરિયાદો જોવા મળે છે, આ મશીન આવ્યા બાદ આ સમસ્યાનો પણ હલ નીકળી જશે.
  • જેવી રીતે એટીએમમાં પૈસા ઉપાડવાની તમામ માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ તેવી જ રીતે રાઈસ એટીએમ મશીન આવવાથી ગ્રાહક પોતાને મળવાપાત્ર રાશનની તમામ માહિતી સરળતાથી મેળવી શકશે.

ક્યારે લાગુ થશે રાઈસ એટીએમ મશીન

  • હાલ ફક્ત ઓડીસા રાજ્યના ભુવનેશ્વરમાં જ પ્રથમ રાઈસ એટીએમ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, આ રાઈસ એટીએમ મશીનનો પ્રયોગ હાલ પાયલોટ ધોરણે છે.
  • ઓડીસા રાજ્યના ભુવનેશ્વરમાં સરકારનો આ પ્રયત્ન સફળ રહ્યો હતો ધીરે ધીરે સમગ્ર ભારતના અન્ય રાજ્યમાં પણ રાઈસ એટીએમ મશીન સ્થાપવામાં આવી શકે છે કારણકે આ મશીનની ઉપયોગી થી લાભાર્થીઓનો સમય પણ બચે છે અને ઉપર મુજબના ફાયદાઓ પણ જોવા મળે છે.

તો ગુજરાતના મિત્રો તમારું આ રાઈસ એટીએમ મશીન વિશે શું કહેવું છે, શું આ રાઈસ એટીએમ મશીન ગુજરાતમાં પણ લાગુ થવું જોઈએ ? જો હા, તો શા માટે અને જો ‘ના’ હોય તો શા માટે ? કોમેન્ટ કરી જણાવજો, ધન્યવાદ.

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More:

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ

GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી

Popular Posts