આંગણવાડી@એસ. ટી નિગમ : કર્મચારી આંદોલન ના માર્ગે :શા કારણે જાણી લો
Gujrat Eduapdet. Net: આંગણવાડી અથવા બાલમંદિર પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે. ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે.
MY WEBSITE | |
FECEBOOK |
આંગણવાડી ના કર્મચારી શા માટે આંદોલન ના માર્ગે છે.
આજથી રાજ્યના આંગણવાડીના કર્મચારીઓ અનિશ્વિત કાળ સુધી હડતાળ પર ઉતરશે. આંગણવાડી કર્મચારીઓની હડતાળને પગલે રાજ્યની 58 હજાર આંગણવાડીઓને અનિશ્ચિત સમય સુધી તાળા લાગશે.
આંગણવાડી ના પ્રશ્નો
- બે માસથી વેતન ચૂકવાયું ન હોવાનો આક્ષેપ,વધારાની કામગીરી નહી સોંપવા રજૂઆત
- મિની આંગણવાડીને રેગ્યુલર આંગણવાડીનો દરજ્જો આપી તેડાગરની જગ્યા તાત્કાલિક ભરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.
- નોકરીમાં કાયમી નિમણૂક આપી સરકારી કર્મચારી ગણવા, સમયસર પગાર આપવો, અન્ય કોઈ વધારાની કામગીરી સોંપવી નહિ
- આંગણવાડીના કર્મચારીઓને બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી.
- મસાલા અને અન્ય ચીજવસ્તુઓના પણ આઠ- આઠ મહિનાથી બિલ પાસ કરવામા આવ્યા નથી.
- આંગણવાડીના મકાનોનું આઠ મહિનાથી ભાડુ ન મળ્યાનો પણ કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો.
- કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે આંગણવાડીમાં આપેલા ફોન પણ ચાલતા નથી.
ત્યારે વિવિધ પડતર પ્રશ્નોએ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતા માત્ર આશ્વાસન સિવાય કશું જ મળ્યું નથી. આખરે વારંવારની રજૂઆતથી કંટાળીને હવે આંગણવાડીના કર્મચારીઓએ હડતાળએ અનિશ્વિત સમય સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો.
એસ. ટી નિગમ ના કર્મચારી ની હડતાલ
એસટી નિગમના ૪૦ હજાર જેટલા કર્મચારીઓ પોતાની ૧૯ જેટલી પડતર માગણીઓને લઇ સરકાર સામે મેદાને પડ્યા છે. સરકારે કરેલી જાહેરાતોનો અમલ કરવામા આવ્યો નથી તેવા આક્ષેપો પણ કર્મચારીઓ કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે, સરકારની મોટા ભાગની જાહેરાતોનો અમલ આજ દિન સુધી થયો નથી. જેમાં ઓનલાઇન ડ્યુટી કરતા કર્મચારીઓના પરિવારોના સભ્યને રોજ્ગારી આપવાની જાહેરાત કરવામાં આવી નથી પણ તેનો અમલ થયો નથી. કોઈ કર્મચારી ચાલુ નોકરીએ મોતને ભેટે તો તેના પરિવારના સભ્યને ૮ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી પણ તેનો અમલ થઈ શક્યો નથી. કર્મચારીને ઈજા થાય તો તેણે ટેબલ વર્ક આપવાની જાહેરાત કરવામાં આવી હતી પણ તેનો પણ અમલ થઈ શક્યો નથી. કેન્દ્ર સરકારની રાહે રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થું ચૂકવે તેવી માગણી પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. ૧૯ મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી બીજી ડીસેમ્બરે રાતના ૧૨ વાગ્યાથી ૮૦૦૦ જેટલી એસટી બસના પૈડા થંભી જશે તેવી ચીમકી પણ કર્મચારીઓ દ્વારા ઊચ્ચારવામાં આવી છે.
READ MORE:
ગુજરાત ની બાલવાટિકા તમામ GR પત્ર અને આયોજન પેપર, મોડ્યુલ મટીરીયલ માટે અહીંયા થી જૂવો
- ડેઇલી એડયુકેશન news માટે અહીંયા થી જૂવો
- શું તમારે ઘેર દીકરી નો જન્મ થયો છે. નામ રાખવાની મૂંઝવણ માં હોવ તો અહીંયા થી જૂવો તમામ નામ ના ધાર્મિક અર્થ અને તેની તમામ એપ્લિકેશન નું સંકલન
SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી વિધ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી
Work from Home: એસબીઆઇ સાથે તમારા મોબાઇલથી કામ કરીને દર મહિને ₹50,000 સુધી કમાઓ
GUJRAT EDU APDET NET એ વિવિધ મીડિયા, વહાર્ટસપપ અને સમાચાર માધ્યમ ના આધારે ઉપરોક્ત માહિતી આપે છે .આ માહિતી માત્ર જાણકારી હેતુ છે . માહિતી ગુજરાત ના વાલી ,વિધાર્થી અને શિક્ષકો ને ઉપયોગી હોઈ અહીંયા મુકવામાં આવી છે .
SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી વિધ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી
No comments:
Post a Comment