26th JANYUARY REPUBLIC DAY SPICH IN BEST SPICH 26 જાન્યુઆરી માટે બેસ્ટ વક્તવ્યો પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી માટે

teaching

26th JANYUARY REPUBLIC DAY SPICH IN BEST SPICH 26 જાન્યુઆરી માટે બેસ્ટ વક્તવ્યો પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી માટે


    (1) 26th JAN HAPPY REPUBLIC DAY!

    👉. 26જાન્યુઆરી સ્પીચ 1 downlod

    👉 દેશ ભક્તિ નારા downlod 

    👉દેશ ભક્તિ ગીત DOWNLOD

    👫ALSO READ રાષ્ટ્રિય પર્વ સ્કૂલ માટે તમામ કાર્યક્રમ માટે સંકલન અહીંયા ક્લીક કરો 

    26 મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે.આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. તેનાં અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકર હતાં. આ બંધારણ 26 મી જાન્યુઆરી 1950 નાં રોજ અમલમાં આવ્યું ત્યારથી આ દિવસ દરવર્ષે ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે.

    26 મી જાન્યુઆરીનાં દિવસે સવારે શાળાઓમાં, સરકારી કચેરીઓમાં અને પાટનગર દિલ્હીમાં ધ્વજવંદન કરવામાં આવે છે.રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. અને રાષ્ટ્રગીત ગવાય છે. આપણાં વડાપ્રધાન લાલકિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. રેડિયો અને ટી.વી. પર દેશભક્તિ નાં ગીતો તથા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.

    (2)ગણતંત્ર દિવસ

    26 મી જાન્યુઆરએ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. 15 મી ઑગષ્ટ 1947 નાં રોજ આપણો દેશ આઝાદ થયો હતો. સ્વતંત્ર થયા પછે ભારતનું સંવિધાન બનાવવા માટે એક સમિતિ બનાવવામાંઆવી હતી. તેણે જ ભારતનાં બંધારણની રચના કરી છે. આ બંધારણ ભારતમાં 26 મી જાન્યુઆરી 1950 નાં રોજથી અમલમાં આવ્યું.એટલે જ 26 મી જાન્યુઆરી આપણાં ગણતંત્રનો જન્મદિવસ છે. આ ગણતંત્ર દિવસને પ્રજાસતાકદિન તરીકે પણ ઓળખવામાં આવે છે.

    ગણતંત્ર દિવસ ભારતમાં ખૂબ જધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સરકારી ઑફિસો અને શાળા-પાઠશાળાઓમાં ધ્વજવંદન અને મનોરંજનનાં કાર્યક્રમો રાખવામાં આવે છે. ઠેર-ઠેર નેતાઓનાં ભાષણો રાખવામાં આવે છે.સાંજનાં સમયે મોટાં-મોટાં શહેરોમાં સરકાઈ ઇમારતો ઉપર રોશને કરવામાં આવેછે.

    આ દિવસે આપણાં દેશની રાજધાની દિલ્હીમાં ખૂબ જ ચહલ-પહલ રહે છે. કેન્દ્રીય કાર્યાલય અને રાષ્ટ્રપતિ ભવનને શણગારવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનથી સવારમાં જુલુસ નીકળે છે. જુલુસમાં ભારતીય સેનાની પરેડ અને અલગ-અલગ પ્રાંતની ઝાંકીઓ હોય છે.

    ખરેખર, 26 મી જાન્યુઆરી આપણાં માટે ગૌરવનો દિવસ છે. આ દિવસે આપણે આપણાં દેશને ગૌરવ અપાવવા માટેની પ્રતિજ્ઞા કરવી જોઇએ.














    Post a Comment

    0 Comments

    Close Menu