પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે.


👉બદલી માટે છુટા અને ભરતી વિસંગતતા બાબતે મહા સંઘ ની રજૂઆત 
👉 વર્ષ 2022 થી અત્યાર સુધીની શિક્ષક સંઘો ની તમામ રજૂઆત નું સંકલન જોવા માટે નીચે ક્લીક કરો
👫વિષય - કચ્છ જિલ્લા ના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે.

સવિનય જણાવવાનું કે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના નીચેના પ્રશ્નો નું નિરાકરણ લાવવા પરિણામલક્ષી રજૂઆત કરવા આપ શ્રી ને વિનંતી છે.1. પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ જલ્દી થી થાય તેવા પ્રયાસો કરવા બાબત.

2. 2005 પહેલા ના શિક્ષકો ની જૂની પેન્શન યોજના અંગેનો પરિપત્ર ઝડપથી થાય તેવી રજૂઆત કરવા વિનંતી.

3. HTAT મુખ્ય શિક્ષકોના હાયર ગ્રેડની વિસંગતાઓ, બદલી તેમજ અન્ય પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા યોગ્ય રજૂઆત કરવા વિનંતી છે.

4. HTAT મુખ્ય શિક્ષકોની વધ પરત થાય અને મૂળ શાળાનો લાભ મળે. તેમજ સરકારશ્રી દ્વારા તૈયાર કરેલ પોલિસી પહેલા HTAT મુખ્ય શિક્ષકોને મૂળ શાળાનો લાભ મળે તેવી રજૂઆત કરવા વિનંતી.

5.કચ્છ જિલ્લાની મંડળીઓ જેના મોટા ભાગના સભાસદો પ્રા. શિક્ષકો છે. હાલ તેમના પગાર SAS પોર્ટલ પર થાય છે. જે એક પ્રાઇવેટ એજન્સી સંભાળે છે જેના દ્વારા મંડળીના લોગીન ચાર્જ પેટે શિક્ષક દીઠ વાર્ષિક 35રૂ લીધેલ છે. ખરેખર આ એજન્સી સરકારશ્રી પાસે વળતર મેળવે છે તો અમારી માંગણી છે કે મંડળીઓના લોગીન ફ્રી હોવા જોઈએ. આ અંગે રાજ્ય કક્ષાએ યોગ્ય પરિણામલક્ષી રજૂઆત કરવા વિનંતી છે.

6. એરિયર્સ ગ્રાન્ટ ખૂબ મોડી અને અપૂરતી આવતી હોવાના કારણે પ્રાથમિક શિક્ષકોના એરિયર્સ ચૂકવણીમાં ખૂબ સમય લાગે છે. તો એરિયર્સ ગ્રાન્ટ પૂરતી અને ઝડપથી આપવામાં આવે એવી પરિણામલક્ષી રજૂઆત કરવા વિનંતી.

7. પંચમહાલ જિલ્લા ના વતની અને કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા પ્રા. શિક્ષકોની જિલ્લા ફેર અરજીઓ અપડેટ કરવા વિનંતી. ઘણા વર્ષોથી સીનીયોરિટી ક્રમ જુનો જ છે. તો આવા શિક્ષકોનો સીનીયોરિટી ક્રમ અપડેટ કરવામાં આવે એવી રજૂઆત કરવા વિનંતી છે.

8. 10 વર્ષનો બોન્ડ સમય ગાળો 5 વર્ષ થાય તે માટેની અરજ.

9. એકમ કસોટીમા વિષયોની વિસંગતતા દુર કરવા પ્રયત્નો કરજો......ધો ૬ થી ૮ માં......ગુજ,વિ.ટે,ગણિત ની કસોટી બીજા વિષયો જેમ એકવાર ગોઠવાય.

વાર્ષિક પરીક્ષામાં દરેકના ગુણ ૨૦૦ હોય છે.....તો એકમ કસોટીમાં પણ સમાન ગુણની પરીક્ષા ગોઠવાય.

10. વિદ્યાર્થી સંખ્યાનો રેશિયો ઘટાડવા અંગે.

11. વિકલ્પ લીધેલ પ્રા. શિક્ષકોને પરત જવાની એક વખત તક આપવામાં આવે.


👉Nuprof 1 જાન્યુઆરી 2023 જૂની પેન્શન યોજના અંતર્ગત કાળો દિવસ
trends