અદ્યયન નિષ્પત્તિ SATR 2 ENGLISH 6 TO 8 ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ)Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All Subjects

Gujrat
By -
0ENGLISH GRUP JOIN NOW

 👫20  અધ્યન નિષ્પત્તિ  SABJECT  ENGLISH  6 TO 8  અહીંયા ક્લીક કરો 

STD 8 ENGLISH 

I will be That

👉સંકુલ સૂચનાઓ સાંભળે છે, વાંચે છે અને તેનો પ્રતિભાવ આપે છે.

👉ચિત્રો, ગ્રાફ, નકશા, વાર્તા અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે. 

👉 ભવિષ્યની સંભાવનાઓ અને આયોજનનું વર્ણન કરે છે.

👉Rhymes, Actions Songs ગાઇ અને તેને આગળ વધારી શકે છે. 

You Love English 

👉ઘટના, વાર્તાના પાત્રો, પાત્રોની લાક્ષણિકતા, સ્થળો મુખ્યઘટના, ઘટનાક્રમની વિગતો તારવે છે.

👉ઉલટ પ્રશ્નો (Inversion question) પૂછે છે અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.

👉વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે. 

👉શબ્દો,  શબ્દસમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.

Ah! Oh! Ouch!...

👉માહિતી મેળવવા Wh { Who, Where, What, When Why,How many } પ્રશ્નો પૂછે છે.

👉લોનવર્ડઝ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે

👉કાર્યકારણ સંબંધો રજૂ કરે છે.

👉ચિત્ર કે વસ્તુનું ફકરા સ્વરૂપે વર્ણન કરે છે, 

Tell Me Why ?

👉વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. 

👉પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો બાળ સામાયિકો, વર્તમાન પત્રો વાંચે છે અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

👉વાર્તા અહેવાલ કે વર્ણન લખે છે.

👉અધૂરી વાર્તાના વિકાસ માટે આગળની ઘટનાઓ રજૂ કરે છે અને વાર્તા પૂરી કરી શકે છે

English Plus

👉સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે. 

👉નાટકીય અને વ્યવહારિક સંવાદો કરે છે.

👉પોતાના પર્યાવરણની સંદર્ભિત બાબતોની તુલના કરી રજૂઆત કરે છે.

👉પોતાના પરિચિત ક્ષેત્રમાં બનતી ક્રિયા અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે છે 

STD 7 ENGLISH 

Am I Lost

👉પરિચિત પરિસ્થિતિમાં પ્રસંગને અનુરૂપ અભિવાદન કરીને પ્રતિભાવ આપે છે.

👉વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.

👉વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. 

👉ટેબલ ગ્રાફ, ચિત્ર કે નકશાની વિગતો તારવે છે.

Step by Step

👉અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મુકવાચન કરે છે

👉માહિતી મેળવવા Wh( Who, where, when, what, how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોના જવાબ આપે છે.

👉અંગ્રેજી લયનો રસાસ્વાદ માણે છે.

👉વિગતો સાંભળી અને વાંચીને ચિત્રો, રમકડાં અને અન્ય વસ્તુઓ બનાવે છે.

Today comes everyday

👉પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાઓનું વર્ણન કરે છે.

👉Loan word આશરે 500 જેટલા નવા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.

👉ફકરાનું અનુલેખન કરે છે.

👉શબ્દો, શબ્દસમુહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.

Q of Yes No

👉ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતો તારવે છે.

👉પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.

👉ઉલટ પ્રશ્નો (Inversion Questions) પૂછી અને તેના જવાબ આપે છે.

👉ચિત્રો અને પરિચ્છેદની વિગતનું વર્ગીકરણ કરે છે.

ME TOO

👉શબ્દકોશનો ઉપયોગ કરે છે.

👉સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.

👉ચિત્ર કે વસ્તુઓનું પાંચથી સાત વાક્યમાં વર્ણન કરે છે.

👉અપરિચિત વ્યક્તિઓનો સામાન્ય પરિચય મેળવે છે અને આપે છે.

STD 6 ENGLISH 

Teste of India

👉વાર્તા/ પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.

👉ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટના ક્રમની વિગતોની તારવણી કરે છે.

👉ચિત્ર અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.

👉વિનંતી કરે છે અને વિનંતીનો પ્રતિભાવ આપે છે.

A Ship Can Walk

👉પોતાની અને અન્યની શક્તિઓ અને ક્ષમતાઓ અંગે પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.

👉શબ્દકોશનો ઉપયોગ કરે છે.

👉ચિત્ર કે વસ્તુઓનું ત્રણ કે પાંચ વાકયોમાં વર્ણન કરે છે.

👉નામને અનુરૂપ ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય (rhymes) ને આગળ વધારે છે.

In Future…

👉પરિચિત પરિસ્થિતિમાં પ્રસંગને અનુરૂપ અભિવાદન કરીને અભિવાદનનો પ્રતિભાવ આપે છે.

👉લોનવર્ડ્સ સહિત આશરે 500 જેટલા નવીન શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે. 

👉વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓની વિગતો અલગ તારવે છે.

👉પુસ્તકાલયમાંથી વાર્તાઓ, બાળસામયિકો વાંચે છે.

Will You Wake Up ?

👉અર્થપૂર્ણ વાક્યનું અનુલેખન કરે છે.

👉માહિતી મેળવવા Wh (When, Where, What, How many)પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.

👉પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.

👉ટેબલ, ગ્રાફ, નકશા, પરિચ્છેદના આધારે વિગતો તારવી જણાવે છે.

Fifth of the Sixth

👉સાદી સુચનાઓ સાંભળી, વાંચી અને તેનો પ્રતિભાવ આપે છે.

👉પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.

👉અર્થપૂર્ણ વાક્યનું અનુલેખન કરે છે.

👉ક્રમસૂચક અંક અંગ્રેજીમાં દર્શાવે છે.

નોંધ  : આ માત્ર ઉદાહરણ રૂપ છે .નમૂના માટે છે . GCEART  વેબસાઈટ પર જઈ અભ્યાસ કરવો .અને પોતાના વર્ગખંડ ,સ્થાનિક પરિસ્થિતિ મુજબ લઇ શકાય 

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!